GMAW માં વપરાતા ગેસ

 

 ઇનર્ટગેસ


શુધ્ધ આર્ગન અને હિલીયમ ગેસ :

1. અશુધ્ધિઓ આર્ક, મેટલ, ઈલેક્ટ્રોડ અને વેલ્ડ મેટલને રક્ષણ આપવા માટે શુધ્ધ આર્ગન અને હિલીયમ ગેસ સૌથી સારા ગેસ છે. ટેબલમા દર્શવ્યા મુજબ સામન્ય રીતે નોન ફેરસ મેટલના GMAW વેલ્ડીંગ માટે આર્ગન અને હિલીયમનો વધારે ઉપયોગ કરવામા આવે છે અને આર્ગન કરતા વધુ સારી રીતે ગરમી વહન કરે છે તેથી વધારે વાહક્તા ધરાવતી મેટલ જેમ કે કોપર અને એલ્યુમિનિયમ જેવી જાડી ધાતુઓ માટે હિલીયમ ગેસ પસંદ કરવામા આવે છે.


2. (GMAW માં વપરાતા રીએક્ટીવ ગેસ અને ગેસ મિશ્રણ)


(કાર્બન ડાયોક્સાઇડ) :- કાર્બન ડાયોક્સાઇડ આર્ગન કરતા વધારે થર્મલ ગરમી વહક્તા ધરાવે છે. ગેસને આર્ગન કરતા વધારે વોલ્ટેજની જરુર પડે છે.


(આર્ગન કાર્બન ડાયોક્સાઇડ) :- CO2 માં આર્ગન ગેસ આર્કમાં મોલ્ટન મેટલને વધારે પ્રવાહી બનાવે છે. આનાથી કાર્બન સ્ટીલને GMA થી વેલ્ડીંગ કરતી વખતે અંડર કટ દુર થાય છે.


(આર્ગન ઓક્સીજન) :- લો એલોય કાર્બન અને સ્ટેનલેસ સ્ટીલને વેલ્ડ કરવા માટે આર્ગન-ઓક્સીજન ગેસના મિશ્રણનો ઉપયોગ કરવામાં આવે છે. 1 થી 5 ટકા ઓક્સીજનના મિશ્રણથી પહોળી બીડ આંગળીથી ઓછો આકાર અને સારુ પેનીટ્રેસન મળે છે.


(CO2 વેલ્ડીંગ માટે ગેસ હિટર) :- કાર્બન ડાયોકસાઈડ સિલિન્ડરમા પ્રવાહી સ્વરુપે ભરવામાં આવે છે. CO2 ગેસ રૂમ ઉષ્ણતામાને વધારે પ્રેસર પર ઠંડો થઈને પ્રવાહી સ્વરૂપમાં બદલાય જાય છે. જે સીલીન્ડરમાંથી બહાર નીકળતા ગેસના ઊષ્ણતામાનને વધારે છે. તેથી વેલ્ડીંગ કરતી વખતે એક સરખુ વહેણ જળવાઇ રહે છે.




0 Comments:

Post a Comment