વેલ્ડીંગ પરિચય ( Welding Introduction )

વેલ્ડીંગ

-     વેલ્ડીંગ  જુદી જુદી ધાતુઓને જોડાવાની એક રીત છેવેલ્ડીંગથી ધાતુઓ અને તેની મિશ્ર ધાતુઓ જોડી શકાય છેવીજળી કે ટોર્ચ થી ધાતુઓને ગરમ કરી જોડવાની રીતને વેલ્ડીંગ કહે છે.

-     તેનો વિકાસ સર્વાંગી ઔદ્યોગિક વિકાસ કરતાં પણ ઝડપી છેપૂલોવહાણોબોઈલર વગેરે જે પહેલા રિવેટિંગ થી બનાવવામાં આવતા તે હવે વેલ્ડીંગ થી બનાવવામાં આવે છે.

-     વેલ્ડીંગ શોપ વગર વર્કશોપની કલ્પના કરવી પણ અઘરી છેકોઈપણ નાની કે મોટી ઉદ્યોગમાં વેલ્ડીંગ વર્કશોપ તેની અગત્યતા દર્શાવે છેઓછા સમયમાં વિશ્વાસ પૂર્વક સ્થાયી રીતે બે સરખા અથવા અસરખા ધાતુઓને જોડાવાની ક્રિયા વેલ્ડીંગ છે.

-     ધાતુઓને જોડવાની ક્રિયાઓમાં વેલ્ડીંગ  સૌથી ઝડપી ક્રિયા છેવેલ્ડીંગથી ધાતુને જોઈતા આકારમાં વેલ્ડ કરી શકાય છેઉદ્યોગમાં નવી નવી રીત થી વેલ્ડીંગ કરવામાં આવે છેમોટા મોટા કન્ટેઇનરો બનાવવા માટે તેમના જુદા જુદા ભાગ તૈયાર કરી વેલ્ડીંગ કરી પ્રેસર વેસલ બનાવવા માટેની ફક્ત એક  રીત છેમોટા મોટા વ્યાસ વાળી પાઇપોને જોડવા માટે વેલ્ડીંગ અગત્યની ક્રિયા છેટૂંકમાં વેલ્ડીંગ વગર કોઈપણ વર્કશોપ પૂર્ણ નથી.


વેલ્ડીંગના ઉપયોગો :

            1) શેડ સ્ટ્રક્ચર બનાવવા

            2) પાઈપ લાઈન જોડવા

            3) રેલશિપીગ કામમાં

            4) પુલ બનાવવા

            5) મકાન ના બારી-બારણાંની ફ્રેમ બનાવવા.

            6) કારવિમાનરેલ્વે એંન્જિનના જુદા જુદા ભાગો તૈયાર કરવા.

            7) પ્રેસર વેસલ મોટી મોટી ટાંકીઓ બનાવવા.



0 Comments:

Post a Comment