આર્ક વેલ્ડીંગ નો સિધ્ધાંત ( Arc Welding Principle )

à વેલ્ડીંગ એટલે કે એવી પ્રક્રીયા જેમા બે સરખી અથવા જુદી જુદી ધાતુને જોડવામાં આવે છે.    

à વેલ્ડીંગના ઘણા પ્રકારો છે. જેનો આપણે આગળ અભ્યાસ ક્ય્રો. તેમાથી આપણે આજે આર્ક વેલ્ડીંગ વિશે જાણીશું.   

à આર્ક વેલ્ડીંગમા ઈલેક્ટ્રીસીટી ઉપયોગ કરવમાં આવે છે.

à જ્યારે ઈલેક્ટ્રીક કરંટને કોઇ માધ્યમમાંથી પસાર કરવામાં આવે છે ત્યારે ગરમી ઉત્પન્ન થાય છે. ઉત્પન્ન થતી ગરમીનું પ્રમાણ નીચેની બાબતો પર આધાર રાખે છે.

o   તે માધ્યમમાંથી પસાર કરવામાં આવતી કરંટની માત્રા

o   તે માધ્યમમાંથી કરંટ પસાર થતા તેનામાં આવતા બદલાવાની માત્રા

o   તે માધ્યમમાંથી દ્રારા પેદા થતો અવરોધ.


à કરંટ, અવરોધ, સમય અને પેદા થતી ગરમીને નીચેના સુત્ર વડે વધુ સમજી શકાય.

       H= I2 R T

  જ્યાં H = ઉત્પન્ન થતી ગરમી (જુલમાં)

       R = માધ્યમ દ્રારા પેદા થતો અવરોધ (ઓહમમાં)

        I = પસાર કરવામાં આવતો કરંટ (એમ્પીયરમાં)

       T = કરંટને પસાર થવાનો સમય


Ø  ઈલેક્ટ્રીક વેલ્ડીંગના પ્રકાર :

1)    ઈલેક્ટ્રીક આર્ક વેલ્ડીંગ

2)    ઈલેક્ટ્રીક રઝીસ્ટન્સ વેલ્ડીંગ


Ø  આર્ક વેલ્ડીંગનો સિધ્ધાંત :

o   જ્યારે કરંટને એક વાહકતાર માંથી બીજા વાહક વચ્ચે રહેલ હવાના ગેપમાંથી પસાર કરવામાં આવે ત્યારે સ્પાર્ક પેદા થાય છે. સ્પાર્ક તીવ્ર ગરમી ધરાવતો હોય છે. તેનું તાપમાન આશરે 3600O C જેટલું હોય છે. આટલુ ઉંચુ તાપમાન ધાતુને ઝડપથી પીગાળી એક બીજા સાથે જોડે છે.

o   રીતે તૈયાર થતો જોઈન્ટ હોમોજીનીયસ (કાયમી) હોય છે.


Ø  આર્ક વેલ્ડીંગના પ્રકાર :

1)   કાર્બન આર્ક વેલ્ડીંગ

2)   ટંગસ્ટન ઇનર્ટ ગેસ આર્ક વેલ્ડીંગ

3)   મેટલ ઇનર્ટ ગેસ આર્ક વેલ્ડીંગ

4)   મેટલ આર્ક વેલ્ડીંગ

5)   CO2 વેલ્ડીંગ

6)   એટોમેક હાઈડ્રોઝન વેલ્ડીંગ

7)   સબમર્જ આર્ક વેલ્ડીંગ (SMAW)

8)   સ્પોટ વેલ્ડીંગ

9)   પ્લાઝમાં આર્ક વેલ્ડીંગ

10) ઈલેક્ટ્રો સ્લેગ વેલ્ડીંગ


Ø  આર્ક વેલ્ડીંગમાં જરૂરી ટુલ્સ અને ઈકવીપમેન્ટ

1)    ઈલેક્ટ્રોડ હોલ્ડર

2)    આર્ક વેલ્ડીંગ મશીન

3)    લેધર એપ્રોન

4)    ગ્લોવ્ઝ

5)    ચીપીંગ ગોગલ્સ

6)    ચીપીંગ હેમર

7)    ટોંગ

8)    સ્ટીલ રુલ

9)    ટ્રાય સ્કવેર

10) વેલ્ડીંગ હેલ્મેટ


Ø  આર્ક વેલ્ડીંગ દરમ્યાન રાખવામાં આવતી સાવચેતી :

1)    કેબલ કનેકશન ચેક કરવા

2)    જોબ પર ધુળ, ઓઈલ કે બીજી અશુધ્ધ હોય તો સાફ કરો

3)    સેફટીના સાધનો પહેરવા

4)    ફાયર ફાઇટીંગ સાધનો હાથ વગા તથા ચાલુ હાલતમાં રાખવા

5)    ભુલથી અર્થીંગ કલેમ્પને અડી જવાય તેનુ ધ્યાન રાખવુ.

6)    ગરમ જોબને પકડવા હંમેશા ટોંગ નો ઉપયોગ કરવો.

7)    વેલ્ડીંગ કરતી વખતે જ્વલનશીલ પદાર્થો દુર રાખવા

8)    વેલ્ડીંગ કરતી વખતે સીલ્કના કપડા પહેરવા

9)    વેલ્ડીંગ પુર્ણ થયે હંમેશા હોલ્ડરને હુક પર લગાડી દેવું



0 Comments:

Post a Comment