ગેસ વેલ્ડીંગની સમજ, કટીંગ તથા સલામતી ( Understanding of Gas Welding & Cutting & its Safety )

ગેસ કટીંગનો સિધ્ધાંત ( Principal of Gas Cutting )

             જ્યારે ફેરસ મેટલને તેની રેડ હોટ (red-hot) કન્ડીશનમા લાવવામા આવે છે અને ત્યાર પછી તેને ઓક્સીજનની સામે ખુલ્લિ કરવામા આવે ત્યારે ગરમ ધાતુ અને ઓક્સીજન બંનેની વચ્ચે ખુબ ગરમી ઉત્પન થાય છે. ઓક્સિ-એસીટીલીન કટીંગમા બે ઓપરેશન (operation) થાય છે,

1) જે ધાતુને કાપવી હોય તે ધાતુ પર જયોત દોરવવામા આવે છે, તેને દ્રારા તે ધાતુને તેના ગલનબિંદુ (ignition          point), આશરે 900 ડીગ્રી સુધી ગરમ કરવામા આવે છે. તેને પ્રી-હિટીંગ (pre-heating) કહેવાય છે.

2) જયારે બિજા ઓપરેશનમા ગરમ ધાતુ પર ઉંચા દબાણે શુધ્ધ ઓક્સજનનો પ્રવાહ છોડવામા આવે છે.

                                ઉપરોક્ત બંને ઓપ્રેશન દરમ્યાન આર્યન ઓક્સિડ બને છે અને તેનું ગલનબિંદુ આર્યન કરતા ઘણુ ઓછુ હોય છે. આથી તે તરત પીગળી જાય છે. અને તેની પાછળ દબાણ પુર્વક ઓક્સીજનનો મારો ચલાવવામા આવે છે. બંને ઓપરેશન એક સાથે એક વેલ્ડીંગ ટોર્ચની મદદથી કરવામા આવે છે. ટોર્ચને યોગ્ય માત્રામા ચલવવા થી સ્મુથ કટ તૈયાર થાય છે. કટ આગળ વધતાની સાથે ઓક્સીજનનો મારો ચલાવવાથી ઓક્સિડના કણો પણ દુર થાય છે.

ગેસ કટીંગ દરમ્યાન રાખવામા આવતી સાવચેતીઓ.

(1)  ઓપરેટરે આંખના રક્ષણ માટે કટીંગ ગોગ્લ્સ પહેરવા

(2)  ચહેરના રક્ષણ માટે હેલ્મેટ પહેરવો.

(3)  જ્વલનશીલ પદાર્થો થી બચવા માટે લેધર એપ્રોન પહેરવુ.

(4)  કાર્ય સ્થળને જ્વલનશિલ પદાર્થો થી મુક્ત રાખવુ

(5)  કટીંગ જોબનો વિસ્તાર ખાલી રાખવો.

(6)  જ્વલનશીલ પદાર્થો ને કાર્ય સ્થળ થી ઓછા મા ઓછા 3 મીટર દુર રાખવા.

(7)  કટ થતી ધાતુ ને યોગ્ય આધાર આપેલ છે કે નહિ તે તપાસવુ.

(8)  ફાયર ફાઈટીંગ સાધનો ને હાથ વગા તથા ચાલુ હાલત મા રાખવા.

(9)  કટીંગ થતા જોબ નો વિસ્તાર ખાલી રાખવો કે જેથી સ્લેગ પુરા પ્રમાણમા પસાર થઈ શકે.

ગેસ કટીંગ ટુલ્સ અને ઇક્વીપમેન્ટ (Gas Cutting Tools & Equipment)

           ગેસ કટીંગ ટુલ્સ અને ઇક્વીપમેન્ટ જેવા કે ઓક્સીજન અને એસીટીલીન સીલીન્ડર, તેની માટે ના વાલ્વ, trolley, હોસ પાઈપ, કટીંગ બ્લો પાઈપ.

કટીંગ બ્લો પાઈપ તથા વેલ્ડીંગ બ્લો પાઈપ વચ્ચેનો તફાવત(Difference btwn Cutting & Welding Blowpipe)

(1)  કટીંગ બ્લો પાઈપમા પ્રી- હિટિંગ માટે ઓક્સીજન અને એસીટીલીન એમ બે કંટ્રોલ વાલ્વ આપવા મા આવેલા હોય છે અને એક વાલ્વ હાઈ પ્રેશર શુધ્ધ ઓક્સીજન કંટ્રોલ વાલ્વ કટીંગ માટે હોય છે.  જ્યારે વેલ્ડીંગ બ્લો પાઈપમા બે વાલ્વ આપેલ હોય છે.

(2)  કટીંગ બ્લો પાઈપમા કેન્દ્ર મા એક મોટો હોલ હોય છે તથા તેની ફરતે નાના નાના હોલ હોય છે, જ્યારે વેલ્ડીંગ બ્લો પાઈપમા ફ્ક્ત કેન્દ્ર મા એક હોલ હોય છે.

(3)  કટીંગ નોઝલ તેની બોડી થી 90 ને ખુણે વળેલી હોય છે, જ્યારે વેલ્ડીંગ નોઝલ 120 ના ખુણે વળેલ હોય છે.

ગેસ કટીંગ પ્રોસિજર (Gas Cutting Procedure)

(1)  સૌ-પ્રથમ ધાતુની જાડાઈ ને અનુરુપ કટીંગ નોઝલ ને બ્લોપાઈપ સાથે ફીટ કરો.

(2)  સ્પાર્ક-લાઈટરની મદદથી જરૂરી ફ્લેમ બનાવો.

(3)  હવે પ્રી-હિટીંગ માટે ન્યુટ્રલ ફ્લેમ તૈયાર કરો.

(4)  કટીંગ શરુ કરતા પહેલા નોઝલ ને સપાટી થી 90 ના ખુણે રાખો.

(5)  સમયે ફ્લેમનો ઈનર કોન ધાતુની સપટીથી 5mm જેટલો દુર રાખો.

(6)  ધાતુ ને પ્રી-હિટીંગ આપો.

(7)  ધાતુ ગરમ થઈ જાય પછી ઓક્સીજન નો મારો ચલાવવો.

(8)  માર્કીંગ કરેલી લાઈનમા ધીરે ધીરે બ્લો પાઈપ ને આગળ વધારો.

      (9) કટીંગ પુર્ણ થયે ઓક્સીજન અને એસીટીલીન વાલ્વ બંધ કરો.

0 Comments:

Post a Comment