હીટ અને ટેમ્પરેચર ( Heat & Temperature )

(A) હીટ :-

ગરમી એક અદ્રશ્ય શક્તિ છે. ઉદ્યોગનાં વિકાસમાં ગરમી શક્તિને યાંત્રિક શક્તિમાં રૂપાંતર ખુબ ફાયદાકારક છે. ગરમી અલગ-અલગ તાપમાન ધરાવતી બે બોડીમાં શક્તિનાં રૂપમાં વહી શકવા સક્ષમ હોય છે. હીટ એનર્જીમાં વધારો થાય છે.

-     યુનિટ ઓફ હીટ : ગરમી માપવાનો એકમ કેલરી છે.

-     બ્રિટીશ થર્મલ યુનિટ : ગરમી F.P.S. (ફૂટ, પાઉંન્ડ, સેકન્ડ) માં પણ માપી શકાય છે.

-     સેન્ટીગ્રેડ હીટ યુનિટ : ગરમીને બીજી રીતથી પણ માપી શકાય છે. એક ગ્રામ પાણીને તેના ઉષ્ણતામાનથી એક ડીગ્રી સેન્ટીગ્રેડ ડીગ્રી સુધી વધારવા માટે જોઈતી ગરમીને C.H.U.  કહેવામાં આવે છે.

 

(B) ટેમ્પરેચર :-

- પદાર્થનાં ઠંડાપણું અને ગરમીપણાની સ્થિતિને ઉષ્ણતામાનમાં નિર્દેશ કરવામાં આવે છે.

- ઉષ્ણતામાન માપવા માટેના સાધનને થર્મોમીટર કહેવામાં આવે છે. થર્મોમીટરનાં સ્કેલ નીચે પ્રમાણે છે.

                 - સેન્ટીગ્રેડ સ્કેલ

                 - ફેરનહીટ સ્કેલ

- સેન્ટીગ્રેડ સ્કેલ : સ્કેલમાં નીચેનો સ્થિરબિંદુ 0O C હોય છે. ઉપરનો બિંદુ 100O C હોય છે. સ્કીલને 100 સરખા ભાગોમાં વહેંચવામાં આવે છે.

- ફેરનહીટ સ્કેલ : સ્કેલમાં નીચેનો સ્થિરબિંદુ 32O F હોય છે. ઉપરનો બિંદુ 2120 F હોય છે. દરેક ભાગની કિંમત 100 F હોય છે. સેન્ટીગ્રેડ સ્કેલના ભાગ ફેરનહીટ સ્કેલનાં 180 ભાગની બરાબર હોય છે.

0 Comments:

Post a Comment