આર્ક વેલ્ડીંગમા ઈલેક્ટ્રીસીટીનો ઉપયોગ થાય છે. આ તમામ પ્રક્રિયામા જરૂરી ગરમી ઈલેક્ટ્રીસીટીના મધ્યમ થી મેળવવામા આવે છે. જ્યારે ઈલેક્ટ્રીક કરન્ટ ને કોઈ માધ્યમ માથી પસાર કરવામા આવે છે. ત્યારે ગરમી ઉત્પન્ન થાય છે. તેની મદદ થી મુખ્ય ધાતુ અને વેલ્ડની ધાતુને પીગાળવામા આવે છે. આ ઊત્પન્ન થતી ગરમીનુ પ્રમાણ નિચેની બાબતો પર આધાર રાખે છે.
(1) માધ્યમમા થી પસર કરવામા આવતી કરંટની માત્રા પર.
(2) તે માધ્યમમા થી કરંટ પસાર થતા તેનામા આવતા બદલવાની માત્રા પર
(3) તે માધ્યમ દ્વારા પેદા થતો કરંટ
આ ત્રણેય બાબાતોને એકબીજા સાથે યોગ્ય રીતે સાંક્ળી અને યૌગ્ય કરંટ, અવરોધ, વગેરેનુ સેટીંગ કરી મેળવવામા આવતી ગરમી વડે પેરેંટ (મુખ્ય) મેટલ અને વેલ્ડ મેટલને પિગાળવામા આવે છે. કરંટ, અવરોધ, સમય અને પેદા થતી ગરમી નિચેના સુત્ર (equation) વડે સરળતાથી સમજી શકાય છે.
H = I2RT
જ્યા; H = ગરમી, જૂલમા
I = કરંટ, એમ્પિયરમા
R = અવરોધ, ઓહ્મમા
T = સમય
આર્ક વેલ્ડીંગનો સિધ્ધાંત (principal of arc welding)
”જ્યારે કરંટને એક વાહકથી બીજા વાહક વચ્ચે રહેલા હવાના ગેપ માથી પસાર કરવામા આવે ત્યારે સ્પાર્ક પેદા થાય છે. આ સ્પાર્ક ખુબ જ ઉંચુ તાપમાન (3600 c.) ધરાવતો હોય છે. આટલુ ઉંચુ તાપમાન બે ધાતુ ને પીગાળવા માટે પુરતુ હોય છે અને આ રીતે હોમોજીનીયસ (કાયમી) વેલ્ડ તૈયાર થાય છે.”
ઈલેક્ટ્રીક વેલ્ડીંગના પ્રકાર (Types of electric welding)
(1) ઈલેક્ટ્રીક વેલ્ડીંગ (દબાણ આપીને)
(2) ઈલેક્ટ્રીક રઝીસ્ટંસ વેલ્ડીંગ(દબાણ આપયા વગર)
આર્ક વેલ્ડીંગના પ્રકારો (type of arc welding)
(1) કાર્બન આર્ક વેલ્ડીંગ (carbon arc welding)
(2) મેટલ આર્ક વેલ્ડીંગ (metal arc welding)
(3) મેટલ ઈનર્ટ ગેસ આર્ક વેલ્ડીંગ (metal inert gas arc welding,MIG)
આ એક આધુનિક પ્રક્રિયા છે. જે નોન ફેરસ મેટલ તથા તેના એલોયના વેલ્ડીંગ માટે થાય છે. તેમા ઈનર્ટ ગેસનો ઉપયોગ થાય છે. તથા તેમા ઈલેક્ટ્રિક ગનનો પણ ઉપયોગ થાય છે. આ પ્રક્રિયામા ઈલેક્ટ્રોડ વાપરાતો જાય છે. આ પ્રક્રિયા ઈનર્ટ ગેસના વાતાવરણમા થતી હોય તેને MIG કહેવાય છે.
(4) ટંગસ્ટન ઈનર્ટ ગેસ આર્ક વેલ્ડીંગ (tungsten inert ges arc welding, TIG)
આ પ્રક્રિયામા ટંગસ્ટન ઈલેક્ટ્રોડ અને વેલ્ડીંગ જોબની વચ્ચે આર્ક પેદા થાય છે. આ પ્રક્રિયામા ટંગસ્ટન વપરાઈ જતો નથી. આ પ્રક્રીયા આર્ગન અથવા હિલિયમ જેવા ગેસની હાજરીમા કરવામા આવે છે. આ પ્રક્રિયા મા ઘણીવાર વધારાની પુરક ધાતુ તરીકે ફિલર મેટલનો પણ ઉપયોગ થાય છે.
(5) સ્ટડ વેલ્ડીંગ (stud welding)
0 Comments:
Post a Comment