આર્ક વેલ્ડીંગ ના સાધનો ( Arc Welding Tools )

આર્ક વેલ્ડીંગમા નીચે મુજબના ટુલ્સ તથા એસેસરીઝનો ઉપયોગ કરવામા આવે છે. આનો બીજો ફાયદો આપણી સલામતી માટેનો પણ છે.

 

* સલામતીના સાધનો                                                  

1. વેલ્ડીંગ હેંડ સ્કીન (Welding Hand Screen)

      આર્ક વેલ્ડીંગ દરમ્યાન ઉદ્બભવતા આર્ક રેડીએશનથી આઁખને તથા ચહેરાને બચાવવા માટે હેન્ડ સ્કીનનો ઉપયોગ થાય છે. તેમા એક ફિલ્ટર ગ્લાસ અને તેને રક્ષણ આપવા માટે એક સાદો ગ્લાસ ફીટ કરવામા  આવે છે.

      ફીલ્ટર ગ્લાસ નોન રીફલેકટીવ નોન ફ્લેમેબલ ઇંયુલટેડ અને ડલ કલરવાળા હળવા મટીરીયલથી બનાવાય છે.

      તેની મદદથી વેલ્ડીંગ પ્રક્રિયાને સરળતાથી જોઇ શકાય છે.

 

2. વેલ્ડીંગ  હેલ્મેટ (Welding Helmet )

     

સ્ક્રીન હેલ્મેટ માથે પહેરી શકાય છે. જેથી બંને હાથ છુટા રહીને કામ કરી શકે છે. તેમા પણ એક ફીલ્ટર તથા એક સાદો ગ્લાસ લગાવવામા આવે છે.

 


3. ચીપીંગ ગોગલ્સ (Chiping Goggles)

- ચીપીંગ દરમ્યાન ઉડતી પોપડીઓથી આંખનુ રક્ષણ કરવા માટે ઉપયોગી છે. તેની બેક લાઇટની એક ફ્રેમમા સાદો કાચ ફીટ કરીને બનાવવામા આવે છે. તેની સાથે એક ઇલાસ્ટીક્ની દોરી આપવામા આવે છે. જે ઓપરેટરના માથા ફરતે વિટાળી દેવાથી ગોગલ્સ ફિક્સ રહે છે.

 - તેમા સાદો કાચ ફીટ કરવામા આવે છે. જેની મદદથી સફાઇનુ કામ સરળતાથી જોઇ શકાય છે.

4. એપ્રોન (Apron)

- શરીરનુ રક્ષણ કરવા માટે એપ્રોન વપરાય છે. વેલ્ડીંગ દરમ્યાન ઉડતા તણખાઓથી છાતી તથા બીજા અંગોનુ રક્ષણ કરવા માટે ઉપયોગી થાય છે. 

- માથાના તથા વાળના રક્ષણ માટે ખાસ પ્રકારની ટોપી તથા પગના રક્ષણ માટે સેફટીશુઝ વપરાય છે.

5. હેન્ડ ગ્લોઝ (Hand Gloves)

હેન્ડ ગ્લોઝનો ઉપયોગ હાથનુ ઈલેક્ટ્રીક શોકથી, આર્ક રેડીએશનથી, ગરમીથી અને ઉડતા તણખાથી રક્ષણ કરવા માટે ઉપયોગી થાય છે.



* ટુલ્સ :

- આર્ક વેલ્ડીંગમા વપરાતા ટુલ્સ નીચે મુજબના છે.

1) ટોંગ (Tong)
        

વેલ્ડ કરેલી ધાતુને પકડવા તથા હેમરીંગ દરમ્યાન જોબને પકડવા ટોંગ ઉપયોગી થાય છે.



2) ઈલેક્ટ્રીક હોલ્ડર (Electric Holder)

      à ઈલેક્ટ્રીક હોલ્ડર ઈલેક્ટ્રોડને પકડવા માટે ઉપયોગી થાય છે.

      à ઈલેક્ટ્રીકસીટીના સારા વહન માટે તેને કોપર અથવા તેની મિશ્ર ધાતુમાથી બનાવામા આવે છે.

      à આંશીક કે પુર્ણ અવાહક હોલ્ડરને વિવિધ સાઈઝ જેવી કે 200, 300, 500 Amp માં બનાવામા આવે છે.

3) અર્થ ક્લેમ્પ (Earth Clamp)

       à વિધ્યુતના બે છેડા પૈકી રીટર્નનો છેડો વર્ક ટેબલ કે જોબની સાથે જોડવા અર્થ ક્લેમ્પ ઉપયોગી થાય છે.

      à તેને કોપર અથવા કોપરની મિશ્ર ધાતુમાથી બનાવવામા આવે છે.      à તે 200, 300, 500 Amp બનાવવામા આવે છે.


4) વેલ્ડીંગ ટેબલ (Welding Table)

 

      à વેલ્ડીંગ દરમ્યાન જોબના ટુકડાને આધાર આપવા તથા એસેમ્બલ કરવા માટે વેલ્ડીંગ ટેબલનો ઉપયોગ થાય છે.

  

5) ચીપીંગ હેમર (Chipping Hammer)


      à જોબ ઠંડો પડી ગયા બાદ વેલ્ડ થયેલા લાઈન પરથી સ્લેંગને દુર કરવા માટે ચીપીંગ હેમરનો ઉપયોગ થાય છે. તેને મીડીયમ કાર્બન સ્ટીલમાંથી બનાવવામા થાય છે.

 

 

 

6) વાયર બ્રશ (Wire Brush)

       à વેલ્ડીંગ પહેલા જોબની સરફેસ સાફ કરવા માટે તથા વેલ્ડીંગ પછી વેલ્ડ પરથી સ્લેગ દુર કરવા વાયર બ્રશનો ઉપયોગી થાય છે.



0 Comments:

Post a Comment