ઈલેક્ટ્રીસીટીના સંદર્ભમાં એવી જાણ છે કે આખી થીયરી ત્રણ અવયવો વોલ્ટેજ, કરંટ (i) તથા અવરોધ (R) ની મદદથી ચલાવમાં આવે છે.
à ઇલેકટ્રીસીટી એક એવી અદ્શ્ય શકિત છે. જેની મદદથી લાઇટ, પંખા, ઈલેક્ટ્રીક મોટર તથા આર્ક વેલ્ડીંગ મશીન
ચલાવી શકાય છે.
વિધુત પ્રવાહ (Electric Current)
à ઇલેકટ્રોનીક ગતીને કરન્ટ કહેવામાં આવે છે.
à તેને આઇ વડે દર્શાવાય છે.
à તેને એમ્પીયરમાં માપવામાં આવે છે.
à તેને માપવા માટેના સાધનને એમ્પીયર મીટર કે એમીટર કહે છે.
à આ વિધુત પ્રવાહના બે પ્રકાર છે.
A/C D/C
(1) ઓલ્ટરનેટીંગ કરંટ (Alternating Current)A/C
à એક સેકન્ડ (sec) માં કોઇ ચોકકસ સંખ્યામાં કરંટ તેની માત્રા બદલે અને દિશા બદલે તેવા કરંટને A/C કહેવાય
à આપણા દેશમાં આ સંખ્યા 50 ની છે.
à આ બદલાવાના દરને ફ્રીકવન્સી (આવૃતી) કહેવાય છે.
à તેની હર્ટઝ (hertz) / Hz વડે દર્શાવાય
(2) ડાઈરેકટ કરંટ (Direct Current D/C )
à એવો ઈલેક્ટ્રીક કરંટ કે જે એક ચોકકસ દિશામાં જ વહેતો હોય તેને ડી/સી કહેવાય
à તેમા ઇલેકટ્રોનનો પ્રવાહ નેગેટીવ થી પોઝીટીવ તરફનો હોય છે.
વિધુત દબાણ (Electric Pressure)
à તેને વોલ્ટેજ અથવા ઇલેકટ્રોમોટીવ ફોર્સ કહેવાય જે વિધુત પ્રવાહને વહેવા માટે જરૂરી દબાણ પુરૂ પાડે
à તેને વોલ્ટેજ (VOLT, V) માં માપવામા આવે છે.
à તેને માપવા માટે નાં સાધનનુ નામ વોલ્ટમીટર છે.
વિધુત અવરોધ (Electric Resisttance)
à પદાર્થનો એવો ગુણધર્મ છે કે જેના કારણે તે પોતાનામાથી વહેતા વિધુત પ્રવાહનો સામનો કરે.
à તેને માપવાનો એકમ ઓહમ (ohm) છે.
à તેને Ω વડે દર્શાવાય છે.
à તેને માપવા માટેના સાધનનું નામ ઓહમ મીટર / મેગર છે.
à કોઇપણ પદાર્થમાં રહેલ અવરોધ આધાર નિચેના પૈકી કોઇ પણ પર રહે છે.
- વાહકની પ્રક્રુતિ - વાહકની લંબાઇ
- વાહકનો આડછેડ - વાહકનુ તાપમાન
* વાહક (Conductor)
à એવો પદાર્થ કે જેમાંથી ઈલેક્ટ્રીક કરંટ પસાર થાય તેને વાહક કહે છે.
જેમ કે કોપર, Al, સ્ટીલ વગેરે........
* અવાહક (Insulator)
à એવો પદાર્થ કે જેમાંથી ઈલેક્ટ્રીક કરંટ પસાર ન થાય.
જેમ કે કાચ, લાકડુ, પ્લાસ્ટીક વગેરે....
* ઈલેક્ટ્રીક સરકીટ (Electric Circuit)
à ઈલેક્ટ્રીક કરંટ પોતાના વહેણ દરમ્યાન જે રસ્તે આગળ વધે તેને સરકીટ કહેવાય.
à દરેક ઈલેક્ટ્રીક સરકીટ માં I, V અને R હોય છે.
à તેના પ્રકાર નીચે પ્રમાણે છે
à આ સરકીટમાં રહેલા અવરોધો એક પછી એક એમ એકબીજાની સાથે જોડવામાં આવે છે. જે એક શ્રેણી ની રચના કરતા હોય તેને શ્રેણી જોડાણ કહે છે.
à તેમાં કરંટને વહેવાનો રસ્તો એક જ છે.
à આ સરકીટ માં રહેલા અવરોધો બાજુ બાજુએથી
એકબીજા સાથે જોડી અને મુખ્ય સ્ત્રોત સાથે જોડવામાં આવે છે.
à આ પ્રકારની સરકીટમાં કરંટ એક કરતા વધુ રસ્તે
આગળ વધે છે.
* ઓહમનો નિયમ (Ohm’s Rule)
à ઇ.સ 1827 માં જ્યોર્જ એસ ઓહમ નામના ગણીત કારે શોધેલ નિયમને ઓહમનો નિયમ કહે છે. જે નીચે પ્રમાણે છે.
à “એક બંધ વીજ પરીપથમાં, અચળ તાપમાને, કરંટ એ વોલ્ટેજના સમપ્રમાણમાં અને રઝીસ્ટન્સના વ્યસ્ત પ્રમાણમાં હોય છે.”
à આ ત્રણે વચ્ચેનો સબંધ નીચેના સુત્ર પરથી જાણી શકાય
I=V/R ; V=IR, R=VI
જ્યાં I= કરંટ V= વોલ્ટેજ R= અવરોધ
0 Comments:
Post a Comment