એજ પ્રીપેરેશન અને સરફેસ ક્લીનીંગ ( Edge Preparation & Surface Cleaning )

                         અમુક પ્રકારના જોઈન્ટસનો આકાર અને પ્રકાર તેની કરકસરતા પર ખુબ અસર કરતા હોય છે. કરકસરને ધ્યાને લેતા વેલ્ડીંગ જોઈન્ટસ તૈયાર કરતા પહેલા તેનો ઉપયોગ ક્યાં અને કેવી રીતે કરવાનો છે તે મુજબ એજ તૈયાર કરવામા આવે છે. સારી મજબુતાઈ મેળવવા માટે વેલ્ડીંગ કરતા પહેલા તેની એજ તૈયાર કરવામાં આવે છે. એજ તૈયાર કરતી વખતે નીચેના મુદા ધ્યાનમાં લેવા જરૂરી છે.


- જોડવામાં આવતી ધાતુનો પ્રકાર જેમ કે M.S., S.S., કોપર વગેરે

- વેલ્ડીંગની કરકસર

- વેલ્ડીંગ પ્રક્રિયા જેમ કે TIG, MIG, SMAW વગેરે.

- જોડવામાં આવતી ધાતુની જાડાઈ.

- સૌથી કરકસર યુક્ત જોઈન્ટ હોય તો તે બટૃ જોઈન્ટ છે. વેલ્ડમાં ચેમ્ફરીંગ કરવાની આવશ્યક્તા રહેતી નથી. અને તે સૌથી સારી મજબુતાઈ આપે છે. જ્યારે જોડવાના થતા ભાગો ખુબ જાડાઈ ધરાવતા હોય ત્યારે તેને વેલ્ડીંગ માટે અનુકુળ બનાવવા તથા મજબુતાઈ મેળવવા માટે તેની એજ લેવલ કરાવવામાં આવે છે. કરકસર મેળવવા માટે ન્યુનતમ રૂટ ઓપનીંગ અને ગૃવ એંગલ ધરાવતો લેવલ બટૃ પસંદ કરવામાં આવે છે કે જેમાં ભરવામાં આવતી વેલ્ડ મેટલ ઓછા મા ઓછી હોય છે. જ્યારે ચેમ્ફરીંગ operation (ઓપરેશન) મોંઘુ અને મુશ્કેલ પડતુ હોય ત્યારે વેલ્ડ મેટલને હજુ પણ ઘટાડવા માટે 'J' કે 'U' બટૃ જોઈન્ટનો ઉપયોગ કરવામાં આવે છે.

        વેલ્ડ દરમ્યાન નીગ અને કેકસમરનો ઉપયોગ કરી તેના કલેમ્પ દ્વ્રારા જો વેલ્ડ થતી પ્લેટને પકડવા માં આવી હોય તો વેલ્ડમાં રૂટ ગેપ આપવામાં આવે છે. જેથી વેલ્ડીંગ બાદ વેલ્ડના શ્રીંકેજના કારણે બંને પ્લેટ એકબીજાના રૂટ ગેપમાં ખેંચાઈ અને સંદ થઈ શકે. જેથી ડેસ્ટોર્શન ને વારી શકાય અને પેનેટ્રેશન વધે.


* એજ પ્રીપરેશનની રીતો (Edge Preparation methods)

નીચે જણાવેલ કોઈપણ એક રીતે જોડવામાં આવતી ધારોને તૈયાર કરી શકાય.

- ફ્લેમ સેટીંગ - મશીન અથવા હેલ્ડ ગ્રાઈન્ડીંગ

- મશીન ટુલ કટીંગ - ફાઈલીંગ, ચિપિંગ




0 Comments:

Post a Comment