આર્ક અને ગેસ વેલ્ડીંગનાં શબ્દો અને વ્યાખ્યાઓની સમજ :
(1) રૂટ ગેપ : જોડવામાં આવતા બે ભાગ વચ્ચેના અંતરને રૂટ ગેપ તરીકે ઓળખવામાં આવે છે.
(2) પેરેન્ટ મેટલ : જોડવામાં આવતું મટીરીયલ કે ભાગોને પેરેન્ટ કહેવાય છે.
(3) પેનીટ્રેશન : પેરેન્ટ મેટલમાં ફ્યુઝન ઝોનની ઊંડાઈને પેનીટ્રેશન કહેવાય છે.
(4) હીટ અફેકટેડ ઝોન : વેલ્ડની નજીક રહેલ જેટલી મેટલના ગુણધર્મો વેલ્ડીંગ હીટનાં કારણે બદલાય છે.
(5) રૂટ : જોડવામાં આવતા બે ભાગ વચ્ચેના ઓછામાં ઓછા અંતરને રૂટ કહેવામાં આવે છે.
(6) રૂટ ફેસ : રૂટ પાસે તીક્ષ્ણ ધારોને નિવારવા માટે જોડાતી બે ફેસની રૂટ એજનાં ફ્યુઝન પામતા ક્ષેત્રને
ઘસીને સ્કેવર બનાવવાની ક્રિયાને રૂટ ફેસ કહેવાય છે.
(7) રૂટ રન : જોઈન્ટનાં રૂટમાં વેલ્ડ કરી જમા કરવામાં આવતી પ્રથમ લાઈનને રૂટ રન કહે છે.
(8) રન : વેલ્ડીંગનાં એક પસાર થતા સ્ટ્રોકમાં જમા થતી ધાતુને રન કહેવામાં આવે છે.
(9) રેનફોર્સમેન્ટ : પેરેન્ટ મેટલની સપાટી પર જમા થતી ધાતુને અથવા બંને ‘રો’ ને જોડતી લાઈન પર વધારાની
ધાતુને રેનફોર્સમેન્ટ કહે છે.
(10) રો : વેલ્ડ ફેસ બેઝ મેટલને જે જગ્યાએ અડકે તેને ‘રો’ કહેવામાં આવે છે.
(11) વેલ્ડ જંકશન : ફ્યુઝન થ્રેડ / અને હીટ અફેકટેડ ક્ષેત્ર વચ્ચેની સીમાને વેલ્ડ જંકશન કહેવાય છે.
(12) ફ્યુઝન ઝોન : જે ઊંડાઈ સુધી મુખ્ય ધાતુને પીગાળવામાં આવે છે તેને ફ્યુઝન ઝોન કહેવામાં આવે છે.
0 Comments:
Post a Comment