વિકૃતિ (ડીસ્ટોર્શન) : મેટલ ગરમ થતા ખુલે અને ઠંડી થતા સંકોચાઈ છે, ફુલાવું અને સંકોચનની ક્રિયાથી પદાર્થ પોતાનો મૂળ આકાર છોડી દે છે તેને ડીસ્ટોર્શન કહે છે. વેલ્ડીંગ દરમ્યાન વેલ્ડની ગુણવતા તથા તેના આકારમાં ખુબજ ચોક્સ્સાઈ રાખવી હોય ત્યારે વેલ્ડીંગ દરમ્યાન જોબમાં આવતી વિકૃતિનું નિયંત્રણ ખુબ જ જરૂરી બની જાય છે.
આર્ક વેલ્ડીંગમાં, જોઈન્ટના જુદા-જુદા ભાગોનું તાપમાન જુદુ –જુદુ હોય છે. આ ભાગમા થતું પ્રસરણ તેમના તાપમાનના આધારે જુદુ – જુદુ હોય છે. એવી જ રીતે, વેલ્ડીંગ કર્યા પછી, જોઈન્ટના જુદા-જુદા ભાગો પણ જુદી-જુદી રીતે સંકોચાઈ અને પ્રસરણે છે. પરંતુ સોલીડ બોડીમાં તે જુદી રીતે પ્રસરી કે સંકુચિત થઈ શકતું નથી તેથી જ વેલ્ડીંગમાં ડીસ્ટોર્શન ઉત્પન્ન થાય છે.
વિકૃતિના પ્રકારો : વિકૃતિના ત્રણ પ્રકાર છે.
1.
રૈખિક વિકૃતિ
( Longitidinal Distortion ) : લંબાઈ માં વધુ વેલ્ડીંગ કરવાથી જોબની લંબાઈમાં થતા વધારાને રૈખિક વિકૃતિ કહે છે.
2.
ત્રાસી વિકૃતિ ( Transverse Distortion ) :
પહોળાઈમાં વધુ વેલ્ડીંગ કરવાથી જોબની પહોળાઈમાં થતા વધારાને ત્રાસી વિકૃતિ કહે છે.
3.
કોણીય વિકૃતિ ( Angular Distortion ) : એંગલમાં વેલ્ડીંગ કરવાથી જોબના એંગલમાં થતા ફેરફારને કોણીય વિકૃતિ કહે છે.
વિકૃતિનું નિયંત્રણ : વિકૃતિ અટકાવવા અને નિયંત્રણ કરવા નીચેની રીતોનો ઉપયોગ કરવામાં આવે છે.
- વધારે પડતું વેલ્ડીંગ અટકાવીને અથવા ઓછુ વેલ્ડીંગ ભરીને
- યોગ્ય એજ પ્રીપેરેશન અને ફીટ ઉપનો ઉપયોગ કરીને યોગ્ય એજ પ્રીપેરેશનથી અસરકારક શ્રીન્કેજ દબાણ ને ઓછુ કરવાનું શક્ય છે આનાથી વેલ્ડના રૂટમાં ઓછામાં ઓછા વેલ્ડ મેટલ સાથે વેલ્દના રૂટ પર યોગ્ય ફ્યુઝનની ખાતરી કરી શકાય છે.
- ઓછા પાસ નો ઉપયોગ કરવાથી
વધારે મોટા ડાયામીટર વાળા ઈલેક્ટ્રોડના ઉપયોગથી ઓછા પાસ કરીને રૈખિક દિશામાં વિકૃતિ
-ફીલેટ વેલ્ડમાં અંદર સુથી વેલ્ડ કરીને
ડીપ ફીલેટની રીતનો ઉપયોગ કરીને ન્યુટ્રલ એક્ષિસ ની બંને ત્યાં સુધી નજીકમાં વેલ્ડ રાખવો જોઈએ આના કારણે પ્લેટોને બહાર ખેચાવાના બળને ઓછું થાય છે.
- અંતરાલ વેલ્ડનો ઉપયોગ કરીને
સતત વેલ્ડની જગ્યા નજીક-નજીકના અંતરે વેલ્ડ કરીને વેલનો જથ્થો ઓછો કરી શકાય છે. આનો ઉપયોગ ફક્ત ફીલેટ વેલ્ડની સાથે થઈ શકે છે
- બેક સ્ટેપ વેલ્ડીંગ કરીને
સામાન્ય રીતે વેલ્ડીંગ કરવાની દિશા ડાબી બાજુથી જમણી બાજુ હોય છે. પરંતુ આ રીતમાં દરેક બીડ જમણી બાજુ થી ડાબી બાજુ ડીપોઝીટ કરવામાં આવે છે આમાં દરેક વેલ્ડના લોકીંગ કારણે પ્લેટ દરેક બીડ સાથે બહુ જ ઓછી ડીગ્રી પ્રસરે છે
- સ્કીપ વેલ્ડીંગનો ઉપયોગ કરીને
આ રીતમાં એકજ વખતમાં વેલ્ડમાં 70mm કરતા વધુ વેલ્ડ કરવામાં આવતું નથી. એક સરખા ગરમીને વહેચાણીને કારણે વેલ્ડીંગ સ્ટ્રેસ અને વાકા થવાની ક્રિયાને ઘટાડે છે.
2)
વિકૃતિ ઘટાડવા માટે શ્રીન્કેજ બળ ઉત્પન્ન કરવાની રીતો
- જોડાવાના ભાગોને તેમની સ્થિતિથી બહાર રાખીને
પ્લેટોને વિરુદ્ધ દિશામાં પ્રિસેટ કરીને વિકૃતિ ઓછી કરવામાં આવે છે. તેનાથી વેલ્ડ તેને જોઈતા આકારમાં ખેછી લેવામાં આવે છે. જયારે વેલ્ડ સંકોચાઈ ત્યારે વર્ટીકલ પ્લેટને તેની સાચી દિશામાં ખેચી લાવે છે.
- જોડાવાના ભાગો વચ્ચે શ્રીન્કેજ માટે જગ્યા આપીને
વેલ્ડીંગ કરતા પહેલા ભાગોને યોગ્ય અંતરે રાખવું જરૂરી છે. આના કારણે વેલ્ડીંગનો શ્રીન્કેજ બળ ભાગોને ખેંચીને સાચી સ્થિતિમાં લઇ આવે છે.
- પ્રી બેન્ડીંગ કરીને
અમુક કિસ્સાઓમાં જોબને પ્રી બેન્ડીંગ કરીને શ્રીન્કેજ ઉત્પન્ન કરવામાં આવે છે.
3)
એક શ્રીન્કેજ બળ થી બીજા શ્રીન્કેજ બળને બેલેન્સ કરવાની રીતો
- યોગ્ય વેલ્ડીંગ ક્રમ વાપરીને
- પીનીંગ
વેલ્ડીંગ ડીપોઝીટ કર્યા પછી વેલ્ડને હલકા હાથે હેમરીંગ કરવામાં આવે છે. બીડને પીનીંગ કરવાથી તે ખરેખર ખેચાયને સામનો કરે છે. વેલ્ડ જેમ ઠંડો પડે છે ત્યારે વધુ ખેચવાનું વલણ ઘટાડે છે.
- પ્રીહિટીંગ કેટલીક ધાતુને ઠંડી સ્થીતિમાં વેલ્ડીંગ કરવામાં આવે તો તેમાં તિરાડ પડવાની સંભાવના છે, પરંતુ તેને વેલ્ડીંગ કરતા પહેલા પ્રીહિંગ કરવામાં આવે છે તો યોગ્ય ગુણવત્તા વાળો જોબ મળે છે.
- ટેક વેલ્ડીંગ
એક સરખા રૂટ ગેપ અને યોગ્ય અલાઈમેન્ટ મેળવવા માટે પ્લેટને વેલ્ડીંગ પહેલા ટુકા અંતરે વેલ્ડીંગ કરવામાં આવે છે. તેને ટેક વેલ્ડીંગ કહે છે. જયારે પ્લેટને ફિક્ષર દ્રારા પકડવી અશક્ય હોય ત્યારે ટેક વેલ્ડ કરવામાં આવે છે.