ગેસ વેલ્ડીંગ ની રીતો ( Gas Welding Techniques )

                           વેલ્ડીંગ કઈ દીશામાં ચાલુ કરી કઈ દિશામાં પૂર્ણ કરવામાં આવે છે તે મુજબ વેલ્ડીંગ ટેકનીક નક્કી થાય છે. ઉપરાંત વેલ્ડીંગ ને આગળ વધવાની દિશા, ટોર્ચનો અને વેલ્ડીંગ રોડનો ઢાળ ખુબ અગત્યનો ભાગ ભજવે છે. તે મુજબ વેલ્ડીંગ ટેકનીક નીચે જણાવ્યા મુજબ છે.

* રાઈટ વર્ડ વેલ્ડીંગ ટેકનીક ( Right Ward Welding Technique) :

ખાસ કરીને પધ્ધતિ ઓક્સિ એસીટીલીનગેસ વેલ્ડીંગ માટે વપરાય છે. જેમાં વેલ્ડ થતા જોબની ડાબી બાજુ ની ધારથી વેલ્ડીંગ શરુ થાય છે અને જમણી બાજુ તરફ આગળ વધે છે. પધ્ધતિ એક અન્ય લેફ્ટ વર્ડ ટેકનીક પછી વિકસાવવામાં આવેલી. પધ્ધતિ, 5 mm કરતા ઉપરની જાડાઈ ની સ્ટીલ પ્લેટ વેલ્ડીંગ ના ઉત્પાદન કાર્ય માટે વપરાય છે. તેની મદદ થી આર્થિક સસ્તો અને સારી ગુણવતા વાળો વેલ્ડ તૈયાર કરી શકાય છે.

à પધ્ધતિ ને બેકવર્ડ અથવા બેક હેન્ડ ટેકનીક વડે પણ ઓળખવામાં આવે છે.

       વેલ્ડીંગ કાર્ય જોબ ની ડાબી બાજુ ધાર થી શરુ કરી જમણી બાજુ આગળ વધે છે. પધ્ધતિ માં બ્લો પાઈપ ને વેલ્ડ લાઈનના 40°-50° ખુણે રાખવામાં આવે છે.જયારે ફિલર રોડ ને વેલ્ડ લાઈનના 30°-40°ના ખુણે રચાય છે. ફિલર રોડ વેલ્ડીંગ બ્લો પાઈપ ની દિશા ને અનુસરે છે. વેલ્ડીંગ ફ્લેમ જમા થતી ધાતુ ની દિશામાં સેટ કરાય છે.

        ફિલર રોડ ને આગળ વધારવાની સાથે પ્રીભ્રમિત આથવા વર્તુળાકાર આંકડી જેમ ગતી આપવામાં આવે છેબ્લો પાઈપ  એક સીધી લાઈન માં જમણી બાજુ સ્થિરતા પૂર્વક આગળ વધે છે ટેકનીક વડે ફ્યુજન માટે વધુ ગરમી પેદા થાય છેજે જાડી પ્લેટ ના વેલ્ડીંગ માટે કરકસરયુક્ત બને છે.

à એજ પ્રીપેરેસનEdge Preparation ) : પધ્ધતિ બટ્ટ જોઈન્ટ માટે નીચે મુજબ એજ તૈયાર કરાય છે.

5 થી 8 mm માટે, સ્કવેર બટ્ટ જોઈન્ટ 3 થી 4 mm ના રુટ ગેપ સાથે.

8 થી 16 mm માટે ,સિંગલ વી’ 60° બટ્ટ જોઈન્ટ 3 થી 4 mm ના ગેપ સાથે.

16 mm થી ઉપર માટે ડબલ વી’60° બટ્ટ જોઈન્ટ 3 થી 4 mm ના ગેપ સાથે. 

à ઉપયોગ ( Application ) : પધ્ધતિ નો ઉપયોગ 5 mm કરતા વધુ જાડાઈ ના સ્ટીલ ના વેલ્ડીંગ માટે તથા સ્ટીલ પાઈપ ના LINDE વેલ્ડીંગ માટે કરવામાં આવે છે.

à ફાયદા ( Advantages :   પધ્ધતિમાં ઓછો બેવેલ એંગલ,ઓછા ફિલર રોડ ના વપરાસ ,વધુ જડો વી. ના કારણે ઝડપથી વેલ્ડ તૈયાર થતો હોય તેનો ખર્ચ ઓછો આવે.

પીગળતી ધાતુ નુ કદ ઓછુ હોવાથી તેમાં વિસ્તેન અને સંકોચન ઓછુ આવે છે આથી પધ્ધતિમાં ડીસ્ટોરસન પર   નિયંત્રણ સફળ બને છે.

ફ્લેમ ની દિશા જમા થતી ધાતુ ની તરફ હોય છે આથી તેને ધીમે ધીમે અને સમાન માત્રામાં ઠંડી કરી શકાય છે. વેલ્ડીંગ દરમ્યાન ફ્લેમ ની દિશા જમા થતી ધાતુની દિશામા જ હોય ઉતમ પ્રકારની એનેલીંગ ક્રિયા મેળવી શકાય છે.

પીગળતી ધાતુ ના પૂલ સારી રીતે જોઈ સકતા હોય વેલ્ડ પર સારું નિયંત્રણ રાખી સારું પેનીટ્રેસન મેળવી શકાય છે.ફ્લેમ નુ રીડ્યુંસિંગ ક્ષેત્ર સતત આવરિત હોવાથી પીગળેલ ધાતુ માં ઓક્સિડેશન ની અસર નિવારી શકાય છે.


* લેફ્ટ વર્ડ વેલ્ડીંગ ટેકનીકLeft Ward Welding Technique ) :

    પધ્ધતિ બહોળા પ્રમાણ માં વપરાતી ઓક્સિ એસીટીલીન ગેસ વેલ્ડ પધ્ધતિ છે. પધ્ધતિ માં વેલ્ડીંગ જોબ ની જમણી બાજુની ધાર થી વેલ્ડીંગ શરુ થાય છે અને ડાબી બાજુ આગળ વધે છે.

        આ પધ્ધતિ ને ફોરવર્ડ અથવા ફોરહેન્ડ ટેકનીક વડે પણ ઓળખવામાં આવે છે.

        વેલ્ડીંગ પધ્ધતિના કિસ્સા માં વેલ્ડીંગ પ્રક્રિયા જોબ ની જમણી બાજુ ની ધાર થી શરુ કરી ડાબી બાજુ આગળ વધારવામાં આવે છેબ્લો પાઈપ ને વેલ્ડ લાઈન ના  60°-70° ના ખુણે રાખવામાં આવે છેજયારે ફિલર રોડ ને વેલ્ડ લાઈનના 30° - 40° ના ખુણે રખાય છે. વેલ્ડીંગ બ્લો પાઈપ વેલ્ડીંગ રોડ ને અનુસરે છેવેલ્ડીંગ ફ્લેમ ની દિશા જમા થતી ધાતુ થી દુર ની દિશા તરફ રાખવામાં આવે છે.

         વેલ્ડીંગ દરમ્યાન બ્લો પાઈપ ને વર્તુળાકાર આથવા સાઈડ થી સાઈડ માં ગતી અપાય છે જેથી કરી વેલ્ડ ની દરેક બાજુ સમાંન ફ્યુજન મેળવી શકાય. ફિલર રોડ ને પીગળેલ ધાતુ ના પુલમાં એક પીસ્ટન માફક ગતી અપાય છે. ફ્લેમ ની ગરમી થી ફિલર રોડ પીગળીને ઉડી નથી જતો.

જો ફ્લેમ ની ગરમી ફિલર રોડ નેજ પીગળેલ પૂલ માં પીગળી નાખે તો મોલ્ટન પૂલ નુ તાપમાંન ઘટી જશે અને સારું ફ્યુજન મેળવી શકશે નહી.

* એજ પ્રિપેરેશનEdge Preparation ) :  પધ્ધતિ માં બટ્ટ જોઈન્ટ માટે નીચે મુજબ એજ તૈયાર કરાય છે.

·         1.5 mm માટે, ફ્લેન્જડ બટ્ટ જોઈન્ટ , ગેપ વગર.

·         1.5 થી 2.0 mm માટે, ફ્લેન્જડ બટ્ટ જોઈન્ટ 1.5 mm ના ગેપ સાથે.

·         2.0 થી 3.0 mmમાટે , સ્કવેર બટ્ટ જોઈન્ટ 1.5 mm ના ગેપ સાથે.

·         3.0 થી 5.0mm માટે , સિંગલ વી’ 80° બટ્ટ જોઈન્ટ 1.5 થી 2.0mm ના ગેપ સાથે.


ઉપયોગApplication ) :  પધ્ધતિનો ઉપયોગ 5 mm સુધીની જાડાઈ ના માઈલ્ડ સ્ટીલ ના વેલ્ડીંગ માટે તથા તમામ ફેરસ અને નોનફેરસ મેટલના વેલ્ડીંગ માટે કરવામાં આવે છે.



0 Comments:

Post a Comment