(1) વેલ્ડીંગ બ્લોપાઈપ વિશે સમજુતી :
વેલ્ડીંગ બ્લોપાઈપ એક એવી ડીવાઈસ છે જે ગેસ ફલોનું નિયત્રંણ કરે છે અને મિશ્રણ કરે છે. બ્લોપાઈપને છેડે નોઝલ પકડાયેલી રહે છે. ગેસ રેગ્યુલેટરમાંથી પસાર થતા ઓછા દબાણવાળો ગેસ તેમાંથી સપ્લાય થાય છે. વેલ્ડીંગ બ્લોપાઈપને વેલ્ડીંગ ટોર્ચના નામે પણ ઓળખાય છે. બ્લોપાઈપના પાછળના ભાગે બે કંટ્રોલ વાલ્વની રચના આપેલી હોય છે. વાલ્વમાંથી પસાર થઈ બન્ને ગેસ ધાતુની ટ્યુબમાંથી પસાર થાય છે અને આગળ ટીપના છેડે મિશ્રણ થઈ બહાર આવે છે અને સ્પાર્ક લાઈટર દવારા ફ્લેમ મળવવામાં આવે છે.
બ્લોપાઈપના મુખ્ય બે પ્રકાર છે. (1) હાઈ પ્રેસર બ્લો પાઈપ (2) લો-પ્રેસર બ્લો પાઈપ
(2) વેલ્ડીંગ ટોર્ચ માટેની કાળજી :
દરેક ટોર્ચની સાથે વેલ્ડીંગ ટીપને જોડવાની વ્યવ્સ્થા હોય છે. બ્લોપાઈપ ઉપર ઓઈલ કે ગ્રીસ લાગવા જોઈએ નહી. મિક્સર સીટ અશુદ્ધિઓથી દુર રાખવી.ટોર્ચના વાલ્વને ટાઈટ કરવા રેન્ચ નો ઉપયોગ કરવો નહી. નોઝલના હોલને ટીપ ક્લીનર વડે જ સાફ કરવા. વેલ્ડીંગ ટોર્ચનો કાળજી પૂર્વક ઉપયોગ કરવો. ટોર્ચના હેન્ડલને વાઈસમાં પકડાવવી નહી.
(3) કટીંગ બ્લો પાઈપની સમજુતી :
ઓક્સિ-એસીટીલીન કટીંગ રીત એ રાસાયણિક પ્રક્રિયા છે. તેના વડે માંઈલ્ડ સ્ટીલને કાપી શકાય છે. ઓક્સિડેશન ક્રિયા દ્વારા પીગળીને કટીંગ ક્રિયા પૂર્ણ કરવામાં આવે છે. આ કટીંગ ક્રિયામાં કટીંગ બ્લોપાઈપનો ઉપયોગ કરવામાં આવે છે. તેને કટીંગ ટોર્ચ પણ કહેવામાં આવે છે. કટીંગ ટીપ ના કેન્દ્રમાં એક ઓરીફીસ આપવામાં આવે છે. જેની ફરતે પાંચ નાના હોલ હોય છે. કેન્દ્રમાં રહેલી ઓરીફીસ માંથી કટીંગ ઓક્સીજનનો ફ્લો થાય છે. નાના હોલ પ્રિ-હિટિંગ ફ્લેમ માંટે વપરાય છે. અલગ-અલગ જાડાઈ ની ધાતુને કાપવા માટે અલગ-અલગ સાઈઝની કટીંગ ટીપ વાપરવામાં આવે છે.
(4) કટીંગ બ્લોપાઈપ અને વેલ્ડીંગ બ્લોપાઈપ વચ્ચેનો તફાવત :
- કટીંગ બ્લોપાઈપ માં પ્રિ-હિટિંગ જ્યોતને કંટ્રોલ કરવા માટે ઓક્સીજન અને એસીટીલીન ગેસ માટેના બે કન્ટ્રોલ વાલ્વ હોય છે અને એક હાઈપ્રેસર ઓક્સીજનના કન્ટ્રોલ માટે એક લીવર ટાઈપ કન્ટ્રોલ વાલ્વ હોય છે.
- વેલ્ડીંગ બ્લોપાઈપમાં પ્રિ-હિટિંગ ફ્લેમને કન્ટ્રોલ કરવા માટે ફક્ત બેજ કન્ટ્રોલ વાલ્વ હોય છે.
- કટીંગ બ્લોપાઈપમાં વચ્ચે એક કટીંગ ઓક્સીજન ગેસ માટે હોલ હોય છે. ફરતે ગોળાઈમાં આવેલા હોલ પ્રિ-હિટિંગ માટે હોય છે.
- વેલ્ડીંગ બ્લોપાઈપની નોઝલમાં પ્રિ-હિટિંગ ફ્લેમ માટે ફક્ત એક હોલ કેન્દ્રમાં હોય છે.
- કટીંગ નોઝલ નો ખૂણો તેની બોડી સાથે 90 ડીગ્રી ના ખૂણે હોય છે.
- વેલ્ડીંગ નોઝલનો ખૂણો તેની બોડી સાથે 120 ડીગ્રી ના ખૂણે હોય છે.
- કટીંગ નોઝલની સાઈઝ કટીંગ ઓક્સીજનની ઓરીફીસના વ્યાસ ઉપરથી નક્કી કરવામાં આવે છે.
- વેલ્ડીંગ નોઝલની સાઈઝ નોઝલમાંથી આવતા ઓક્સિ-એસીટીલીન મિક્સીંગ ગેસના cu.m/h ના આધારે નક્કી કરવામાં આવે છે.
0 Comments:
Post a Comment