ગેસ વેલ્ડીંગ અને ગેસ કટીંગ માટે ઓક્સીજન અને એસીટીલીન ગેસનો ઉપયોગ કરવામાં આવે છે. આ ગેસ ને સ્ટોર કરવા માટે જે નળાકાર સ્ટીલના વાસણનો ઉપયોગ કરવામાં આવે છે તે ગેસ સીલીન્ડર છે. આ ગેસ હાય પ્રેસર ગેસ હોવાથી તેને સાવચેતી પૂર્વક તેમાં ભરવામાં આવે છે. તેમાં પુષ્કળ માત્રા માં ગેસ સ્ટોર થાય છે. જેનો ઉપયોગ મોટા મોટા ઉદ્યોગોમાં કરવામાં આવે છે.
ગેસ સીલીન્ડરમાં ક્યાં પ્રકારનો ગેસ ભરવામાં આવે છે તે પ્રમાણે તેને ઓળખવામાં આવે છે. તેને એક બીજા થી અલગ કરવાં માટે તેની બોડી પર અલગ અલગ કલર કરવામાં આવે છે. જેનો ચાર્ટ નીચે મુજબ છે:
ગેસ સીલીન્ડર નુ નામ | કલર | વાલ્વ ના આંટા |
ઓક્સીજન | કાળો | રાઈટ હેન્ડ |
એસીટીલીન | મરૂન | લેફ્ટ હેન્ડ |
કોલ | લાલ(કોલ ગેસ લખેલ) | લેફ્ટ હેન્ડ |
હાઈડ્રોજન | લાલ | લેફ્ટ હેન્ડ |
નાઈટ્રોજન | ગ્રે(બ્લેક નેક સાથે) | રાઈટ હેન્ડ |
એર(હવા) | ગ્રે | રાઈટ હેન્ડ |
પ્રોપેન | લાલ (પ્રોપેન લખેલ) | લેફ્ટ હેન્ડ |
આર્ગન | ભૂરો | રાઈટ હેન્ડ |
કાર્બન ડાયોકસાઇડ | કાળો (સફેદ નેક સાથે) | રાઈટ હેન્ડ |
* ઓક્સીજન ગેસ સીલીન્ડર:
ઓક્સીજન ગેસ ને સ્ટોર કરવા માટે આ સીલીન્ડરનો ઉપયોગ થાય છે. તે જોઈન્ટ વગરનુ નળાકાર વાસણ છે. તેમાં સલામતી પૂર્વક ગેસ સ્ટોર કરાય છે. તેનું મહતમ દબાણ 150Kg/cm2 હોય છે. તેનો ઉપયોગ ગેસ વેલ્ડીંગ અને કટીંગ માટે થાય છે.
તેને ચેડા વગરના સ્ટીલનુ ડ્રોઈંગ (ખેચાણ) કરીને બનાવાય છે. ત્યાર બાદ તેને પાણીના 225 Kg/cm2 જેટલા દબાણે ટેસ્ટ કરવામાં આવે છે. તેના મથાળે હાઈ પ્રેસર વાલ્વ બેસાડવામા આવે છે. જેને સારી ગુણવતા વાળા બ્રીન્ઝનુ ફોર્જીંગ કરીને બનાવાય છે. સીલીન્ડર વાલ્વમાં પ્રેસર સેફ્ટી ડીવાઈસ આપવામાં આવે છે જે એક પ્રેસર ડિસ્ક ધરાવે છે.
સીલીન્ડરનો અંદરનો ગેસ સીલીન્ડરની બોડીની ક્ષમતા કરતા વધી જાય અને સીલીન્ડરને તોડી નાખે એ પહેલા વાલ્વની પ્રેસર ડિસ્ક ફાટી જાય છે અને ગેસ પ્રેસર ઘટી જાય છે. સીલીન્ડર વાલ્વના આઉટ લેટના સોકેટ ના ફીટીંગમાં પ્રમાણિત રાઈટ હેન્ડ થ્રેડ આપેલ હોય છે. તેની સાથે તમામ પ્રેસર રેગ્યુલેટરને ફીટ કરવામાં આવે છે. આ વાલ્વને ખોલવા અને બંધ કરવાં માટે એક સ્ટીલનો સ્પીન્ડલ આપવામાં આવે છે. વાલ્વની હેર ફેર દરમ્યાન તેને થતું નુકસાન અટકાવવા માટે તેના પર એક આંટાવાળી સ્ટીલની કેપ બેસાડાય છે.
ઓક્સીજન સીલીન્ડરની બોડીનો રંગ કાળો હોય છે. તેની સંગ્રહ ક્ષમતા 3.5 m3 થી 8.5 m3 જેટલી હોય છે. સામાન્ય રીતે 7 m3 ની ક્ષમતા વાળો ઓક્સીજન ગેસ સીલીન્ડર વપરાય છે.
* ઓક્સીજન ગેસ સીલીન્ડર:
ઓક્સીજન ગેસ સીલીન્ડરમાં ગેસ ભરવાની ક્રિયા ને ‘ચાર્જીંગ’ કહે છે. ઓક્સીજન ગેસ ને 120-150 KG/Cm2 દબાણે સીલીન્ડરમાં ભરવામાં આવે છે. આ સીલીન્ડરને નિયમિત રીતે સમયાંતરે ચેક કરતા રહેવા. તેને કાર્ય દરમ્યાન હેન્ડલીંગ કરવાથી ઉભા થતા સ્ટ્રેસને દુર કરવાં માટે તેનું એનીલીંગ કરવામાં આવે છે. સમયાંતરે તેને કોસ્ટીક સોડાના દ્રાવણ થી સાફ કરવામાં આવે છે.

* ઓક્સીજન ગેસનુ ચાર્જીંગ :

0 Comments:
Post a Comment