વેલ્ડીંગ મશીન વેલ્ડીંગ કરવા માટે જોઈતા કરંટ આપવા માટે બનાવેલ હોય છે. મેઈન વિદ્યુત સપ્લાયમાં વધારે વોલ્ટેજ અને ઓછો કરંટ હોય છે. પરંતુ આર્ક વેલ્ડીંગ ક્રિયા માટે વધારે કરંટ અને ઓછા વોલ્ટેજની જરૂર હોય છે.
o આર્ક વેલ્ડીંગ મશીનની જરૂરીયાત :
Ø આર્ક વેલ્ડીંગ કરવા માટે A.C. અથવા D.C. વેલ્ડીંગ સપ્લાય આપવા માટે
Ø આર્ક સ્ટ્રાઈક કરવા માટે વધારે વોલ્ટેજ ( O.C.V. – ઓપન સર્કિટ વોલ્ટેજ ) અને આર્ક જાળવવા માટે
( A.C. – આર્ક વોલ્ટેજ ) નીચા વોલ્ટેજ આપવા માટે
Ø મેઈન સપ્લાય ( A.C. ) ના વધારે વોલ્ટેજને આર્ક વેલ્ડીંગ કરવા માટે લો વોલ્ટેજ અને વધારે કરંટ
( A.C. અથવા D.C. ) આપવા માટે
Ø આર્ક વોલ્ટેજ અને વેલ્ડીંગ કરંટ વચ્ચે સંબંધો સ્થાપિત કરવા માટે
Ø આર્ક વેલ્ડીંગ કરતી વખતે જોઈતું કરંટ એડજસ્ટ અને નિયંત્રિત કરવા માટે
Ø ઈલેક્ટ્રોડની દરેક સાઈઝથી વેલ્ડ કરવા માટે
Ø ધાતુ ફેરસ અથવા નોન-ફેરસ, પાતળી અથવા જાડી પ્લેટો વેલ્ડ કરવા માટે.
o આર્ક વેલ્ડીંગ મશીનનું વર્ગીકરણ :
Ø 1) ઓલ્ટરનેટીંગ કરંટ વેલ્ડીંગ મશીન (A.C. વેલ્ડીંગ મશીન) :
-
ટ્રાન્સફોર્મર સેટ
Ø 2) સરળ પ્રવાહ વેલ્ડીંગ મશીન (D.C. વેલ્ડીંગ મશીન) :
-
મોટર જનરેટર સેટ
-
એંજિન જનરેટર સેટ
0 Comments:
Post a Comment