A) કોલ્શિયમ કાર્બાઈડ
કેલ્શિયમ કાર્બાઈડ એક ઘટ્ટ ભૂરા રંગનો રાસાયણ મીશ્રિત પથ્થર છે. જેનો ઉપયોગ અસિટિલીન ઉત્પન્ન કરવા માટે થાય છે.
B) કેલ્શિયમ કાર્બાઈડ ઉત્પાદન
સ્મેલ્ટિંગ કોક અને લાઈમના સરખા પ્રમાણથી વિધુત ફરનેશમાં કેલ્શિયમ કાર્બાઈડ ઉત્પન્ન કરવામાં આવે છે. એક મેટ્રીક ટન કેલ્શિયમ કાર્બાઈડ ઉત્પન્ન કરવા માટે950 kg ચૂનો 600 થી 610 kg કોક અને એન્થ્રેસાઈટ અને 40 થી 70 kg કાર્બન ઈલેક્ટ્રોડ મટીરીયલની જરૂર હોય છે.
એક કિલો ગ્રામ શુદ્ધ રાસાયણિક કેલ્શિયમ કાર્બાઈડ ઉત્પન્ન કરવા માટે 0.875 kg કેલ્શિયમ અને 0.562 કાર્બનની જરૂર હોય છે. ફરનેસમાં કાર્બન આર્કની (36000 C) તીવ્ર ગરમીથી ચુના અને કોક પ્રવાહીમાં ફેરવાઈ જાય છે તેને કેલ્શિયમ કાર્બાઈડ કહવામાં આવે છે.
કાર્બન મોનોક્સાઈડ છૂટો પડીને ફરનેસના ઉપરના ભાગે બળે છે પીગળેલ કાર્બાઈડને ફરનેસમાથી બહાર કાઢી લેવામાં આવે છે અને ઇનગોટસના રૂપે ઢાળવામાં આવે છે. ઇનગોટસને ચોક્કસ જુદી જુદી સાઈઝમાં ટુકડા કરીને એયર ટાઈટ સ્ટીલ ડ્રમમાં પેક કરવામાં આવે છે.
B) કેલ્શિયમ કાર્બાઈડના ગુણધમો
ઘટ્ટ ભૂરા રંગનો રાસાયણ મિશ્રણ છે. તે બ્રિટલ હોય છે. તેની ધનતા 2.22 થી 2.26 g/cc હોય છે. તે સરળતાથી વાતાવરણમાંથી ભેજ ચૂસી શકે છે અને ધીમે ધીમે સ્લેક્ડ ચુનમાં ફેરવાઇ જાય છે. તે કેરોસીનમાં ઓગળતો નથી. જો તે પાણીના સંસર્ગમાં આવે ત્યારે તે એસીટીલીન ગેસ ઉત્પન્ન કરે છે. એસીટીલીન જનરેટર માટે જુદી-જુદી પ્રકારના ગ્રેડ/આકારના કેલ્શિયમ કાર્બાઈડ માળી આવે છે. તેમને નીચે જણાવેલ સંજ્ઞાથી ઓળખવામાં આવે છે.
ઉપર જણાવેલ માપો સ્ક્રીનીગ કરીને દર્શાવેલ છે.દાં.ત. lumpમાપ 90X50 તેનો અર્થ એવો થાય છે કે કોઈપણ ટુકડો 90mm થી વધુ અને 50mm થી નાનો હોવું જોઈએ નહીં.
C) કેલ્શિયમ કાર્બાઈડ ના સ્ટ્રોરેજ અને હેન્ડલીગ માટેની સાવચેતીઓ
તેને ફક્ત માન્ય કરેલી જગ્યામાં જ રાખી શકાય છે. સ્ટોરેજ કરવાની જગ્યામાં પાણીની લાઈન અથવા વધુ ઉષ્ણતામાન હોવું જોઈએ નહિ. તેને Co2 પૂર્ણ રીતે એર ટાઈટ વાસણમાં જ મૂકવો જોઈએ. જો કાર્બાઈડ રાખવાની જ્ગ્યા પર આગ ફાટી નીકળે તો તેને અગ્નિશામક અથવા સૂકી રેતી વડે ઓલવવું જોઈએ, પાણીથી નહિ. એસીટીલીન જનરેટર સિવાય બહાર કાર્બાઈડને પાણી અથવા ભેજના સંપર્કમાં આવવું દેવું જોઈએ નહિ. કાર્બાઈડના વાસણ પાસે કોઈ પણ પ્રકારની બળતી વસ્તુ અથવા બીજો કોઈ તણખા જેવી વસ્તુ રાખવી જોઈએ નહિ. કાર્બાઈડ ડ્રમને એવા સાધનથી ખોલવા જોઈએ કે જેનાથી તણખા ઉત્પન્ન થાય નહિ. તેના માટે બ્રાસની ચીઝલ અને હેમરનો ઉપયોગ કરવો જોઈએ.
0 Comments:
Post a Comment