વેલ્ડીંગ પોલારીટી ( Welding Polarity )

 પોલારીટી વેલ્ડીંગ પરિપથમાં કરંટ વહેવાની દિશા દર્શાવે છે.

  •  D.C. કરંટ હંમેશા પારંપરિક થીયરી પ્રમાણે પોઝીટીવ ટર્મિનલ થી નેગેટીવ ટર્મિનલ તરફ વહે છે.
  •  ઈલેક્ટ્રીકલ થીયરી પ્રમાણે નેગેટીવ છેડાથી પોઝીટીવ છેડા તરફ વહે છે.
  •  ઈલેક્ટ્રોન હંમેશા નેગેટીવ છેડાથી પોઝીટીવ છેડા તરફ વહે છે.
  •  AC પાવર તેના પોલ વારંવાર બદલતો હોવાથી તેમાં આપણે પોલારીટીનો ઉપયોગ કરી શકતા નથી.
  •  વેલ્ડીંગમાં પોલારીટીની મહતા : DC વેલ્ડીંગ પોઝીટીવ છેડા 2/3 થી અને નેગેટીવ 1/3 છેડાથી ગરમી છુટી પડે છેઈલેક્ટ્રોડ અને બેઈઝ મેટલમાં ગરમીની આવી અસમાન વહેંચણીથીસફળતાપૂર્વક વેલ્ડીંગ માટે પોલારીટી એક અગત્યનો ભાગ ભજવે છે.

 

પોલારીટીનાં પ્રકાર અને ઉપયોગો :


સ્ટ્રેઈટ પોલારીટી અથવા નેગેટીવ ઈલેક્ટ્રોડ

રીવર્સ પોલારીટી અથવા પોઝીટીવ ઈલેક્ટ્રોડ

 

સ્ટ્રેઈટ પોલારીટી :


  • સ્ટ્રેઈટ પોલારીટીમાં ઈલેક્ટ્રોડને પાવર સ્ત્રોતનાં નેગેટીવ છેડા સાથે અને જોબને પોઝીટીવ છેડા સાથે જોડવામાં આવે છે
  • તેનો ઉપયોગ ઓછા કોટિંગવાળા અને મધ્યમ કોટિંગવાળા ઈલેક્ટ્રોડ માટે અને જાડા આડછેદમાં ડાઉન પોઝીશનમાં વધુ ફ્યુઝન અને પેનીટ્રેશન મેળવવા માટે થાય છે.

 

રીવર્સ પોલારીટી :


  • રીવર્સ પોલારીટીમાં ઈલેક્ટ્રોડને પાવર સ્ત્રોતનાં પોઝીટીવ છેડા અને જોબને નેગેટીવ છેડા સાથે જોડવામાં આવે છે
  • તેનો ઉપયોગ નોન ફેરસ મેટલને વેલ્ડીંગ કરવા માટેકાસ્ટ આર્યનને વેલ્ડીંગ કરવા માટેસ્થિતિ પ્રમાણેની વેલ્ડીંગ માટેવધુ અને અત્યંત વધારે કોટિંગવાળા ઈલેક્ટ્રોડથી વેલ્ડીંગ કરવામાં શીટ મેટલ વેલ્ડીંગ કરવા માટે કરવામાં આવે છે.

0 Comments:

Post a Comment