ઓક્સિ એસીટીલીન કટીંગની રીત થી માઈલ્ડ સ્ટીલને કાપવાની રીત સૌથી સામાન્ય છે. ઓક્સિ એસીટીલીન કટીંગની રીત એક રસાયણિક પ્રક્રિયા છે તેના વડે માઈલ્ડ સ્ટીલને કાપી શકાય છે. માઈલ્ડ સ્ટીલ ના કટીંગ માટે ઓક્સિ એસીટિલીન ક્રિયાનો ઉપયોગ થાય છે. નોન ફેરસ મેટલ અને મિશ્રા ધાતુ માટે આ પધ્ધતિનો ઉપયોગ થતો નથી. ઓક્સિ એસીટીલીન કટીંગ ટોર્ચ વડે એક નાની ગેપ અને નજીકના મેટલને થોડા અસર સાથે કટીંગ (ઓક્સિડેશન) ક્રિયા પૂર્ણ થાય છે.
ગેસ કટીંગનો સિધ્ધાંત :
જે ફેરસ મેટલ ને કાપવાની હોય તેને લાલ ચોળ સ્થિતિ સુધી ગરમ કરવામાં આવે છે. આ તાપમાન ને કિન્ડલિંગ તાપમાન કહે છે. આ તાપમાન મેળવે એટ્લે તરત જ વધારે દબાણપૂર્વક ઓક્સીજન જેટ તેની ઉપર છોડવામાં આવતા લોખડ અને સ્ટીલ ધાતુ નો આયર્ન ઓકસાઇડ બને છે. આ ઓકસાઇડ મૂળ ધાતુ કરતાં નીચા તાપમાને પીગળીને કટ ના ખાંચા માથી ઓક્સીજન ના દબાણ વડે બહાર નીકળે છે અને લોહ મેટલ નું કટીંગ થાય છે. પ્રવાહી ઓકસાઇડ બહાર નીકળતી વખતે ખાંચા પાસેની ઠંડી ધાતુ ને ગરમ કરે છે. અને કટીંગ પ્રક્રિયા સતત થાય છે.
ટુકમાં ઓક્સિ એસીટીલીન ગેસ કટીંગમાં કાપવાની ધાતુને લાલ અથવા પ્રીહિટીંગ (900° C) સુધી ગરમ કરવાંમાં આવે છે. ત્યાર બાદ ઉચ્ચ દબાણ વાળી શુધ્દ્દ ઓક્સીજનની ધાર મેટલ પર નાખવામાં આવે છે જે ઓકસાઈડ થાય છે અને મેટલને કાપે છે. નોઝલ અને પ્લેટ વચ્ચે 5 થી 6 mm અંતર રાખવામા આવે છે.
0 Comments:
Post a Comment