વેલ્ડીંગ જોઈન્ટ ( Welding Joint)

* બેસિક વેલ્ડીંગ જોઈન્ટ (Basic welding Joints) :‌‌

                                         વિવિધ સ્વરૂપે રહેલ ધાતુને જોડવા માટે મુખ્ય પાંચ પ્રકારનાં વેલ્ડીંગ જોઈન્ટનો ઉપયોગ કરવામાં આવે છે.
   આર્ક અથવા ગેસ વેલ્ડીંગના આ મુખ્ય વેલ્ડીંગ જોઈન્ટસના પ્રકાર નીચે પ્રમાણે છે.
1) એજ જોઈન્ટ (Edge Joint) :
                                             જે પ્લેટ કે શીટની જાડાઈ 1.2 mm કરતા ઓછી હોય તેનું વેલ્ડીંગ કરવા માટે આ જોઈન્ટ વપરાય છે. આ જોઈન્ટમાં ફિલર મેટલ વપરાતી નથી. અથવા બહુ ઓછા પ્રમાણમાં વપરાય છે. પ્લેટની ધારોને ઘસીને સામે સામે ગોઠવીને તેનું વેલ્ડીંગ કરવામાં આવે છે.

2) લેપ જોઈન્ટ (Lap Jonit) :
                                         આ પ્રકારના જોઈન્ટમાં બે પીસને એક્બીજા પર ગોઠવીને વેલ્ડીંગ કરવામાં આવે છે.      તેના પ્રકાર નીચે મુજબ છે.
    ¡) સિંગલ ફિલેટ લેપ જોઈન્ટ (single fillet lap joint) 
    ¡¡) ડબલ ફિલેટ લેપ જોઈન્ટ (double fillet lap joint) 

3) કોર્નર જોઈન્ટ (Corner Joint) :
                                                  જયારે બંન્ને પીસને એક બીજાને આશરે કાટખુણે રાખીને વેલ્ડીંગ કરવામાં આવે છે ત્યારે કોર્નર જોઈન્ટ બને છે. 

    આ જોઈન્ટ ત્રણ પ્રકાર ના હોય છે:
    ¡) ફ્લશ કોર્નર જોઈન્ટ (flush corner joint)
    ¡¡) હાફ  ઓપન કોર્નર જોઈન્ટ (half open corner joint)
    ¡¡¡) ફુલ ઓપન કોર્નર જોઈન્ટ (full open corner)

4) 'ટી' જોઈન્ટ (‘T’ Joint) :
                                           બે પીસને એક બીજાને કાટખુણે ‘T’ આકારમા ગોઠવી વેલ્ડીંગ કરીને બનાવાતા જોઈન્ટ ને 'ટી' જોઈન્ટ કહેવાય છે. 
તેના મુખ્ય પાંચ પ્રકાર નીચે મુજબ છે:

    ¡) સ્કવેર/પ્લેન ટી જોઈન્ટ (square/plain ‘T’ jonit)
    ¡¡) સિંગલ બેવેલ 'ટી' જોઈન્ટ (single bevel ‘T’ joint)
    ¡¡¡) ડબલ બેવેલ 'ટી' જોઈન્ટ (double bevel ‘T’ joint)
    ¡v) સીંગલ 'j' ટી-જોઈન્ટ (single 'j' t- joint)
    v) ડબલ 'j' ટી-જોઈન્ટ (double 'j' t- joint)

5) બટ્ટ જોઈન્ટ (Butt joint) :
                                            એક જ સમતલમાં રહેલા બંને પીસની એક બીજાને સામ-સામે ગોઠવી વેલ્ડીંગ કરવાથી બટ્ટ જોઈન્ટ બને છે. 

આ જોઈન્ટ બનાવતી વખતે એજ તૈયાર કરવાની જરૂર નીચેના કારણે પડે છે:
-> ઓક્સાઈડ, કાટ, રંગ વગેરે દુર કરી આખા જોઈન્ટમાં એકસરખું ક્યુમન મેળવવા
-> નાના ગેપવાળા જોઈન્ટમાં સફળતાપુર્વક વેલ્ડીંગ કરવા માટે 
-> એમને V અથવા U આકારમાં તૈયાર કરી વધુમાં વધુ પેનેટ્રેશન મેળવવા 

આ જોઈન્ટ નીચે મુજબના હોય છે:
    a) સ્કવેર એજ (square edge)
    b) સિંગલ 'વી' બટ્ટ જોઈન્ટ (single V butt jonit)
    c) સીંગલ 'યુ' બટ્ટ જોઈન્ટ (single U butt jonit)
    d) સીંગલ 'જે' બટ્ટ જોઈન્ટ (single J butt jonit)
    e) ડબલ 'વી' બટ્ટ જોઈન્ટ (double V butt jonit)
    f) ડબલ 'યુ' બટ્ટ જોઈન્ટ (double U butt jonit)

0 Comments:

Post a Comment