એક સરખી ઉભરેલી સપાટી, સરખા ખાડા, સરખી બીડ પહોળાઈ સારું પેનીટ્રેશન અને બહારની ખામીઓની ગેરહાજરી તેના દેખાવ પરથી એક સારો વેલ્ડ જુદો પાડી શકાય છે.
ખામીઓના પ્રકાર : તેને બે વિભાગમાં વહેચી શકાય છે.
1) બાહ્ય ખામી
2) અંદરની ખામી
1) બાહ્ય ખામીઓ
- અન્ડર કટ ( Undercut ) : વેલ્ડના એક દમ છેડે મેટલમાં બનતો ખાડો
- વેલ્ડીંગ ગતિ વધારે હોવાથી
- સતત વેલ્ડીંગને કારણે જોબ વધારે ગરમ થવાથી
ઉપાય : યોગ્ય કરંટની, યોગ્ય વેલ્ડીંગ સ્પીડની અને યોગ્ય આર્ક લેન્થના સાચા ઉપયોગની ખાતરી કરો
- ઓવર લેપ ( Overlap ) : ઓવરલેપ એ ફીટ અપ ની ખામી છે .બે પ્લેટ જ્યારે એક બીજા ને સમાંતર ટેક વેલ્ડ ન થાય
- સ્પેટર્સ ( Spaters ) : આર્ક વેલ્ડીંગ કરતી વખતે ઈલેક્ટ્રોડ ના ફેકાયેલા નાના –નાના ટુકડાઓ વેલ્ડ મેટલ અથવા પેરેન્ટ મેટલની સપાટી સાથે ચોટી જાય છે તેને સ્પેટર્સ કહેવાય છે.
- ખોટી પોલારીટી, લાંબી આર્ક, આર્ક બ્લો
ઉપાય : યોગ્ય કરંટ વાપરીને, સાચી પોલારીટી વાપરીને યોગ્ય લંબાઈ ની આર્ક વાપરીને.
- ક્રેક ( Crack ) : વેલ્ડ મેટલ અથવા પેરેન્ટ મેટલની સપાટીની સપાટી પર દેખાતી વાળ જેવી જુદી પડતી રેખા
કારણો : ઝડપી રીતે ઠંડુ પડવાના કારણે, વેલ્ડીંગની ખોટી રીત,
- વધુ પડતો કરંટ વાપરવાથી ખોટા ઈલેક્ટ્રોડ ની પસંદગી
ઉપાય : પ્રી હિટીંગની જરૂરિયાતવાળા ધાતુનું પ્રીહીટીગ કરો,
- ધીમે ધીમે ઠંડો કરો લો હાઈડ્રોજનવાળા ઈલેક્ટ્રોડ વાપરો.
2) અંદરની ખામીઓ
- અપૂરતું પેનીટ્રેશન : વેલ્ડ મેટલ જોઈન્ટનાં રૂટ સુધી પહોચી ના શકવાની ખામીને અપૂરતું પેનીટ્રેશન કહેવાય છે.
- અપૂરતી રૂટ ગેપ હોવાને કારણે
- કી હોલનો ઉપયોગ ન કરવાને કારણે
ઉપાય : રૂટ ગેપ અને બીવેલ એંગલ યોગ્ય રાખો, સારી વેલ્ડીંગ સ્પીડ રાખો
- કી હોલ ને સતત જાળવી રાખો.
- સ્લેગ ઇન્ક્લુઝન : વેલ્ડ કરતી વખતે વેલ્ડમાં સ્લેગ ભરાય જાય ત્યારે આ ખામી ઉદ્ભવે છે.
- અયોગ્ય વેલ્ડીંગ ટેકનીક,
- વધુ પડતો કરંટના કારણે,
- અયોગ્ય એજ પ્રીપેરેશન ને કારણે
ઉપાય : મલ્ટી રન વેલ્ડીંગમાં દરેક રણ બરાબર સાફ કરો,
- યોગ્ય વેલ્ડીંગ ટેકનીક વાપરો, યોગ્ય કરંટ સેટ કરો.
0 Comments:
Post a Comment