ડી.સી. આર્ક વેલ્ડીંગ દરમ્યાન આર્ક તેના યોગ્ય રસ્તા પર ચાલે ત્યારે જ સફળ આર્ક વેલ્ડીંગ થાય છે.પરંતુ ઘણીવાર આ આર્ક ચુંબકીય અડચણો પેદા થવાને કારણે તેની દિશા ચુકી જાય છે અને તેનો રસ્તો બદલાય જાય છે. આમ ચુંબકીય અડચણો થવાને કારણે જો આર્ક તેનો યોગ્ય રસ્તાથી વિચલિત થઈ જાય તો તેને આર્ક બ્લો થયો તેમ કહેવાય છે.
* આર્ક બ્લો ના કારણો ( Causes of Arc Blow ) :
જયારે ઈલેક્ટ્રોડ માંથી કરંટ પસાર થાય છે ત્યારે આ ઈલેકટ્રોડ ને ફરતે વિદ્યુત ચુંબકીય ક્ષેત્ર રચાય છે આવી જ રીતે આવું એક્ ચુંબકીય ક્ષેત્ર જે ધાતુ નુ વેલ્ડ થવાનું હોય તે બેઝ મેટલ ફરતે રચાય છે આ બંને ચુંબકીય ફીલ્ડ વચ્ચેની આંતરિક ક્રિયા થી જોઈન્ટ ની એક્ બાજુ ફોરવર્ડ કે બેક વર્ડ દિશા માં આર્ક ફંટાય જાય છે આ ઘટના આર્ક બ્લો કહેવાય છે.
આર્ક બ્લો ના કારણે નીચે મુજબ ની અસરો જોવા મળે છે.
·
વેલ્ડ મેટલનું ઓછુ ડીપોઝીસન અને વધુ સ્પેટર
·
નબળો વેલ્ડ બનવો
·
વેલ્ડ જોઈન્ટ માં જરૂરી જગ્યાએ વેલ્ડ જમા કરવા માં મુશ્કેલી
·
નબળું ફ્યુઝન અને પેનીટ્રેસન
આર્ક બ્લો ના નિયંત્રણ ની રીતો ( Method of Controlling Arc Blow):
·
વેલ્ડીંગ પ્રક્રિયા અર્થ કનેક્શન થી દુર કરવી
·
ટુંકી આર્ક લંબાઈ સાથે ઈલેક્ટ્રોડ ના એંગલ ની યોગ્ય ગોઠવણ
·
વર્ક પીસ પર અર્થ કનેકસન ની પોજીશન માં ફેર ફર કરવો
·
ગ્રુવ જોઈન્ટ ની બરાબર ઉપર મેગ્નેટિક બ્રીજ રાખવો
·
વેલ્ડીંગ ટેબલ પર વર્ક પીસ ની સ્થિતિ બદલવી
·
વર્ક પીસ ફરતે વેલ્ડીંગ ટેબલને થોડીક વર વિટાળવો
·
ભારે,મજબુત વેલ્ડીંગ ટ્રેકિંગ તરફ અથવા અગાઉ તૈયાર કરેલ વેલ્ડ તરફ વેલ્ડીંગ કરવું
·
પ્લેટ્સ નુ રન ઓન અને રનઓફ કરવું
ઉપરના પૈકી કોઇપણ એક્ રીત આર્ક બ્લો ને નિયંત્રિત ન કરી સકે તો વેલ્ડ સપ્લાય એ.સી. કરી નાખો.
0 Comments:
Post a Comment