ટીગ વેલ્ડીંગમાં ટ્રાન્સફોર્મર, રેકટીફાયર, મોટર જનરેટર સેટ પાવર સોર્સ તરીકે ઉપયોગ કરવામાં આવે છે.
ટીગ પાવર સોર્સ નીચે મુજબ છે.
ટીગ કંટ્રોલ આઉટ ફીટ
AC અને DC ટીગ વેલ્ડીંગ સીસ્ટમ
AC / DC ટીગ વેલ્ડીંગ સીસ્ટમ
આ આઉટ ફીટ AC / DC કે DC પ્રકારનો હોય છે.
એલ્યુમિનિયમ અને મેગ્નેશિયમના વેલ્ડીંગ માટે AC / DC આઉટપુટનો ઉપયોગ કરવામાં આવે છે. તેને AC પાવર સોર્સ સાથે જોડીને એટલે કે વેલ્ડીંગ ટ્રાન્સફોર્મર સાથે કનેક્ટ કરીને ઉપયોગમાં લેવામાં આવે છે ફેરસ અને નોનફેરસ તેમજ તેના એલોયના વેલ્ડીંગ માટે DC આઉટફીટનો ઉપયોગ કરવામાં આવે છે DC આઉટપુટ મેળવવા માટે પાવર સોર્સ રેકટીફાયર જોડવામાં આવે છે કંટ્રોલ યુનિટની રચનામાં નીચે પ્રમાણેના યુનિટ હોય છે.
(1)કંટ્રોલ યુનિટ (2) વેલ્ડીંગ ટોર્ચ (3)
એસેસરીઝ
AC અથવા DC ટીગ વેલ્ડીંગ સીસ્ટમ : આ સિસ્ટમમા કંટ્રોલ આઉટપુટ અને અનુરૂપ એક પાવર સોર્સ હોય છે. તે આવા ફેબ્રીકેટરો માટે છે. જેને TIG સાધનોની સાથે પોતાનો સ્વતંત્ર પાવર સોર્સ હોય છે. AC/DC પ્રકાર કંટ્રોલ આઉટફિટ અને યોગ્ય રેટીંગનું વેલ્ડીંગ ટ્રાન્સફોર્મર હોય છે જેને એલ્યુમિનિયમ અને મેગ્નેશીયમનાં વેલ્ડીંગ માટે ઉપયોગ કરી શકાય છે DC ટીગ સીસ્ટમમાં DC પ્રકારનું કંટ્રોલ આઉટપુટ અને યોગ્ય રેક્ટીફાયર હોય છે જેનો ઉપયોગ કરી ફેરસ મેટલ અને નોન ફેરસ મેટલના વેલ્ડીંગ માટે કરી શકાય છે.
AC/DC સંયુક્ત ટીગ વેલ્ડીંગ સીસ્ટમ : આ સીસ્ટમમા AC/DC બને પ્રકારની સીસ્ટમ હોય છે તેથી તેને AC થી DC બદલવું સરળ બને છે આમાં AC ટીગ સીસ્ટમ અને તે જ યુનિટમાં લગાવેલ હોય છે. આ સેટ નીચે મુજબ લાક્ષણીકતા ધરાવે છે
1) હાઈ-ફ્રિકવન્સી યુનિટ ડી.સી. પ્રેસર યુનિટ એક સાથે જ હોય છે
2) સંપુર્ણ વેલ્ડીંગ અને વેલ્ડ સેફ્ટી માટે ઈલેકટ્રો-મેગ્નેટીક સોલેનોઈડ વાલ્વ મારફત ગેસનાં પ્રી-ફ્લો અને પોસ્ટ ફ્લોની વ્યવસ્થા કરેલ હોય છે.
3) ટોર્ચનું પોઝીટીવ રક્ષણ આપવા માટે પ્રેસર સ્વીચ આપવામાં આવે છે.
4) એક્સીઅલ ફેનથી ઠંડા થતાં રેડીયેટર સાથેની વાયરની સરક્યુલેટીંગ સીસ્ટમ તેનાં વોટર કુલ્ડ મોડલમાં આપવામાં આવે છે.
હાઈ-ફ્રિકવન્સી પ્રેસર યુનિટ
ટીગ વેલ્ડીંગ સેટમાં હાઈ-ફ્રિકવન્સી યુનિટ મહત્વનું છે આ યુનિટ વડે હાઈ-ફ્રિકવન્સી અને હાઈ વોલટેજને વેલ્ડીંગ કરંટ પર મુકવામાં આવે છે જેનાં કારણે આર્ગન હિલીયમ અને તેનાં મિક્ષણવાળા ગેસોનું આયોનાઈઝેશન થાય છે. આયોનાઈઝેશન થતા ઈલેકટ્રોન છુટા પડીને જોબ અને ઈલેકટ્રોડ વચ્ચે સુવાહક પાથ બનાવે છે. જેના કારણે જોબને ટચ કર્યા વગર જ આર્ક ઉત્પન્ન થાય છે. ઈલેકટ્રોડ જોબને ટચ ન થાય તો ઈલેકટ્રોડ ધસાતો નથી અને જોબ ઈલેકટ્રોનની ધાતુમાં ટંગસ્ટન ઓગળતો નથી DC ટીગ વેલ્ડીંગમાં આર્ક ઉત્પન્ન થયા બાદ હાઈ-ફ્રિકવન્સી યુનીટને કટ (બંધ) કરવામાં આવે છે AC ટીગ વેલડીંગમાં આર્કને સ્થિર રાખવા માટે ચાલુ રાખવામાં આવે છે.
એ.સી. ટીગ વેલ્ડીંગમાં વધારે કેપેસીટીવાળું ફિલ્ટર કેપેસીટરને આઉટપુટ સરકીટ સાથે જોડવામાં આવે છે તેને ડીસી પ્રેસર કહે છે તેનાથી આર્કની સ્થિરતામાં વધારો થાય છે રેકટીફાયરમાંથી મળતા ડી.સી. આઉટપુટમાંથી કમ્પોનન્ટ દૂર કરવા માટે કેપેસીટરોને તેની સીરીઝમાં જોડવામાં આવે છે. કેપીસીટરોની કિંમત વધારે હોય છે. કેપેસીટર ડી.સી. કરંટમાંથી એ.સી. કમ્પોનન્ટનું ફિલ્ટરીંગ કરે છે. તેથી આ કેપેસીટર સમુહને સામાન્ય રીતે ફિલ્ટર કેપેસીટર અથવા ડી.સી. પ્રેસર કહે છે. આર્ક રેકટીફીકેશન એ મૂળ ધાતુનો મુખ્ય ગુણધર્મ છે. તેથી તેને ઈન્ટરનલ રેકટીફીકેશન કહે છે. રેકટીફીકેશન ઉપર નીચેનાં પરિબળો આધારભૂત છે.
(1) ટંગસ્ટન ઈલેક્ટ્રોડનું તાપમાન
(2) જોબનું તાપમાન
(3) જોબની સપાટીની સ્થિતિ (4) શીલ્ડીંગ ગેસ / ફલો રેટ
હાઈ ફ્રિકવન્સી યુનિટના ફાયદા
રેડીઓ ફ્રિકવન્સી વાળા હાઈ વોલ્ટેજનો સરેરાસ પાવર ઓછો હોય છે. તેથી કરંટ લાગવાનો ભય રહેતો નથી . તે હીટ ઈનપુટ અને વેલ્ડીંગ કરંટને અસર કરતી નથી.
હાઈ ફ્રિકવન્સીનાં હાઈ વોલ્ટેજ પ્રવેશી શીલ્ડીંગ ગેસના અણુઓને અથડાવીને ગેસનું સંપૂર્ણ આયોનાઈજેશન કરે છે. તેનાથી બનતા ફ્રિ ઈલેક્ટ્રોન અને જોબ વચ્ચે સુવાહક પાથ બને છે . એટલે કે આર્ક સરળતાથી આર્ક ઉત્પન્ન કરવા માટે હાઈ ફ્રિકવન્સી ઈન્જેકશન સીસ્ટમ જરૂરી છે. એ.સી. ટીગ વેલ્ડીંગ આર્ક સારી રીતે શરૂ કરવા અને સ્મુધ અને સ્તિથિ જાળવી રાખવા આર્ક સ્તિથિ રાખવા માટે ઈન્જેકશન સીસ્ટમ જરૂરી છે.