સબમર્જડ આર્ક વેલ્ડીંગ એ ફેબ્રીકેટીંગ અને વેલ્ડીંગ વર્કમાં વધારે પ્રમાણમાં ઉપયોગ થતી મશીન ઓપરેટેડ પ્રક્રીયા છે. તેનો ઉપયોગ પ્રેસર વેસલ્સના રોલ, પુલ માટેના બોક્સ, જહાજના પેનલ, પાઈપના ઉત્પાદનમા તેમજ લાંબા સીધા જોઈન્ટ બનાવવા ઉપયોગી છે.
સિધ્ધાંત :- આ પધ્ધતિમા લેસર વાયરના ઈલેક્ટ્રોડ અને પેરેન્ટ ધાતુની વચ્ચે આર્કને મેઇન્ટેન કરવામાં આવે છે. જ્યારે ઈલેક્ટ્રોડ પીગળે છે ત્યારે ઈલેક્ટ્રોડને સર્વો કંટ્રોલ મોટર વડે આર્કમાં ફીડ કરવામાં આવે છે. ઈલેક્ટ્રોડ અને ડ્રાઇવ એસેમ્બલીને મીકેનાઇઝ ટાવર સીસ્ટમ વડે જોઈન્ટની લાઇનમા ખસેડવામા આવે છે. ગ્રેન્યુલર ફ્લક્ષની અસર નીચે આર્ક ઓપરેટ થાય છે. એટલે કે સબમર્જડ આર્ક થાય છે.
ફાયદા :- 1. વેલ્ડીંગની ગુણવતા સારી
2. ડીપોજીસેન દર અને સ્પીડ વધારે
3. સ્મુધ અને એક સરખુ ફીનીશીંગ
4. ધુમાડો ખુબજ ઓછા પ્રમાણમાં ઉત્તપન્ના થાય છે.
5. સ્પેટર ઉત્પન્ન થતા નથી.
* ગેરફાયદા – ફક્ત ફ્લેટ કે હોરીઝોંન્ટલ સ્થિતિમા જ કરી શકાય છે.
* સબમર્જડ આર્ક વેલ્ડીંગમા વેલ્ડ થઈ શકતી ધાતુઓ : લો કાર્બન સ્ટીલ, મીડીયમ કાર્બન સ્ટીલ, લો એલોય સ્ટીલ, હાઈ સ્ટ્રેન્થ સ્ટીલ ક્વેન્ચ અને ટેમ્પર સ્ટીલ વેલ્ડ કરી શકાય છે.
* સબમર્જડ આર્ક વેલ્ડીંગમા એજની તૈયારીઓ :
- 1.6 થી 12 mm સુધીની જાડાઈની ધાતુ માટે એજ પ્રીપેરેશન જરુરી નથી.
- મ્લ્ટીપાસ ટેક્નીક્નો ઉપયોગ કરવામા આવે તો વધારેમા વધારે જાડાઈ સુધી કરી શકાય છે.
- 16 mm કરતા વધારે જાડાઈ માટે ઓપન રૂટ અને બેકીંગ બાર સાથે પ્લેટને બેવેલ કરવુ પડે છે.
* સબમર્જડ આર્ક વેલ્ડીંગના પ્રકાર – મુખ્ય બે પ્રકાર છે.
1. ઓટોમેટીક સબમર્જડ આર્ક વેલ્ડીંગ
2. સેમી ઓટોમેટીક સબમર્જડ આર્ક વેલ્ડીંગ
* ઓટોમેટીક સબમર્જડ આર્ક વેલ્ડીંગ :- આ પ્રકારમા આર્ક વોલ્ટેજ, આર્કની લંબાઈ, ફીડ, ઈલેક્ટ્રોડ ફીડને ઓટોમેટીક કંટ્રોલ કરે છે.
* સેમી ઓટોમેટીક સબમર્જડ આર્ક વેલ્ડીંગ :- આર્કની લંબાઈ, ફ્લક્ષ ફીડીંગ, ઈલેક્ટ્રોડ ફીડ ઓટોમેટીક હોય છે. પરંતુ ટ્રેવેલની સ્પીડ ઓપેરેટર વડે કંટ્રોલીંગ કરવામા આવે છે.
* સબમર્જડ આર્ક વેલ્ડીંગના ભાગ અને કાર્ય :
- વેલ્ડીંગ હેડના કોન્ટેકટ ટયુબથી જોબ સુધી ઈલેક્ટ્રોડને ફીડ કરવા માટે વાયર ફીડર હોય છે.
- કોન્ટેકટ ટયુબના ઈલેક્ટ્રોડને વેલ્ડીંગ સપ્લાય કરવા માટે એક વેલ્ડીંગ પાવર સોર્સ હોય છે.
- આર્કની ઉપર અને તેના ઉપર ફ્લક્ષને પકડવા અને ફીડ કરવા માટેની એટેચમેન્ટ હોય છે.
- જોઈન્ટ આગળ ખસેડવા માટે એટેચમેન્ટ હોય છે.
* ફ્લક્ષ (FLUX) : સબમર્જડ આર્ક વેલ્ડીંગમા વપરાતા ફ્લક્ષ, ગ્રેન્યુલર ફ્યુઝીબલ મીનરલ હોય છે. વેલ્ડીંગ દરમ્યાન ગેસ ઓછામા ઓછો ઉત્પન્ન કરવામા સક્ષમ હોય છે. ઠંડીની સ્થિતિમા ફલક્સ અવાહક હોય છે. પરંતુ મોલ્ટન અવસ્થામા ઉચ્ચ પ્રમાણમા વાહક હોય છે. ફ્લક્ષ વેલ્ડને વાતાવરણની અશુધ્ધિઓથી રક્ષણ અને ઉડા પેનીટ્રેશનમા મદદરૂપ થાય છે.
0 Comments:
Post a Comment