GTAW નો સિધ્ધાંત :- ગેસ ટંગસ્ટન આર્ક વેલ્ડીંગ એ એક આર્ક વેલ્ડીંગ પ્રક્રીયા છે. તેમા વેલ્ડને વાતાવરણથી રક્ષણ આપવા માટે ઇનર્ટ ગેસનો ઉપયોગ કરવામા આવે છે. આ ક્રિયામાં ગરમી ટંગસ્ટન ઈલેક્ટ્રોડ અને બેઝ મેટલની વચ્ચે સ્ટ્રાઈક કરીને ઉત્પન્ન કરવામા આવે છે. ગ્રુવને ભરવા માટે વધારાના ફિલર મેટલનો ઉપયોગ કરવામા આવે છે.
* GTAW મા ઉપયોગી સાધનો :-
(1) વેલ્ડીંગ ટોર્ચ, ટંગસ્ટન ઈલેક્ટ્રોડ, ફિલર રોડ
(2) પાવર સોર્સ, હાઈ ફ્રીકવંસી યુનિટ, કેબલ.
(3) ઇનર્ટ ગેસ સીલીન્ડર, પ્રેસર રેગ્યુલેટર, ફલોરમીટર
(4) કુલીંગ વોટર સપ્લાય સાધનો
(5) સલામતી માટેનાં સાધનો
(6) જીગ્સ અને ફિકસચર્સ
* વેલ્ડીંગ ટોર્ચ :- ઉપયોગ પ્રમાણે વિવિધ પ્રકારની વોટર ફુલ્ડ અને એર કુલ્ડ વેલ્ડીંગ ટોર્ચ મળે છે. એર કુલ્ડ ટોર્ચ 200 એમ્પીયર અથવા તેથી ઓછા એમ્પીયરની હોય છે. જ્યારે વોટર કુલ્ડ નોઝલ 300 એમ્પીયર કેપેસીટીની હોય છે. નોઝલ સીરામીક મટીરીયલની સરળતાથી બદલી શકાય તેવી બનાવેલી હોય છે. ટોર્ચમા ઈલેક્ટ્રોડ લગાવેલ હોય છે. તેની લંબાઈ 175 mm અને 0.5 થી 6 mm વ્યાસનો હોય છે. વ્યાસમા વધારો થતા તેની કરંટ કેપીસીટીમાં વધારો થાય છે. શુધ્ધ ટંગસ્ટનનો ઉપયોગ ઈલેક્ટ્રોડ માટે થાય છે. તેમજ તેમાં 1થી 2% થોરીયમ અને 05 % ઝીરકોનિયમ યુકત ઈલેક્ટ્રોડનો ઉપયોગ થાય છે.
* પાવર સોર્સ :-
આ પ્રકિયા માટે એ.સી અથવા ડી.સી. પાવર સોર્સ વપરાય છે. ડી.સી. પાવર સોર્સમાં સ્ટ્રેઇટ પોલારીટી (DCSP) અને રીવર્સ પોલારીટી (DCRP) બંને વાપરી શકાય છે. સ્ટ્રેઇટ પોલારીટી 2/3 જેટલી ઉષ્માશકિત જોબ પાસે જમા થાય છે. જ્યારે રીવર્સ પોલારીટીમાં આ પ્રમાણ 1/3 જેટલી ઉષ્માશકિત જોબને આપે છે. બાકીની ઉષ્માશકિત ટંગસ્ટન ટીપ ઉપર રહે છે. જ્યારે સ્ટ્રેઇટ પોલારીટી વાપરવામાં આવે છે. ટંગસ્ટન ટીપથી વધારે ઈલેક્ટ્રોડ જોબ તરફ વહન પામે છે. એટલે ઈલેક્ટ્રોડ નેગેટીવ હોય છે. તેથી સ્ટ્રેઇટ પોલારીટી માટેની ટોર્ચમાં પાતળા ઈલેક્ટ્રોડ જાડી સાઈઝનાં વપરાય છે.
ટંગસ્ટન ઈલેક્ટ્રોડને બેઈઝ મેટલ સાથે ટચ કર્યા વગર જ આર્ક ઉત્પન્ન કરવા માટે એવી જ રીતે ટંગસ્ટનનાં ટુકડાઓને ઇન્કલ્યુશન થતાં અટકાવવા માટે એકમ મદદ કરે છે. જેને હાઈ ફ્રીકવન્સી યુનિટ કહે છે. તે મેટલનાં ઓક્સાઇડને સરળતાથી તોડી શકે છે. તેનાંથી આર્ક વધારે સ્ટેબલ મળે છે. વેલ્ડીંગ ઈલેક્ટ્રોડ નું આયુષ્ય વધે છે. ઈલેક્ટ્રોડનાં એક જ વ્યાસ માટે કરન્ટની અલગ અલગ રેન્જનો ઉપયોગ કરી શકાય છે.
* ઇનર્ટ ગેસ સીલીન્ડર અને રેગ્યુલેટર :-
ઇનર્ટ ગેસ સીલીન્ડર અને રેગ્યુલેટરનો ઉપયોગ મોલ્ટન મેટલને વાતાવરણથી અશુધ્ધિઓથી રક્ષણ આપવા માટે ઇનર્ટ ગેસ સપ્લાય કરવા માટે અને રેગ્યુલેટરનો ઉપયોગ ઇનર્ટ ગેસનાં સપ્લાય કરતી વખતે તેનાં પ્રેસર અને ફલોને રેગ્યુલેટર કરવા માટે થાય છે. આ આર્ગન (ઇનર્ટ ગેસ) સીલીન્ડરને ઓળખવા માટે તેને બ્લ્યુ કલરથી રંગવામાં આવે છે.
* કુલીંગ વોટર સપ્લાય :- આ એકમને ટોચને ઠંડી રાખવા માટે વપરાય છે. હોસ પાઈપ વડે ટોર્ચ સુધી પાણી સપ્લાય કરવામાં આવે છે.
વેલ્ડીંગની રીત :-
(1) વેલ્ડીંગ માટે જરૂરી મટીરીયલ તૈયાર કરો.
(2) યોગ્ય ઇંસ્યુલેશન સાથે ટાઇટ રીતે વેલ્ડીંગ કેબલ લગાવો.
(3) રેગ્યુલેટર આર્ગન સીલીન્ડર લગાવો.
(4) ટંગસ્ટન ઈલેક્ટ્રોડને ટોર્ચમાં લગાવો.
(5) સેફટી માટેના બોયલર શૂટ, શુઝ, સેફટી ગોગલ્સ, લેધર કેપ, લેધર એપ્રોન અને હેન્ડ ગ્લોઝ પહેરો.
(6) આર્ગન સીલીન્ડર ખોલો અને સેટ કરો.
(7) કરંટ સેટ કરો અને વોટરનો પાણીનો નળ ખોલો.
(8) વેલ્ડીંગ મશીનની સ્વીચ ઓન કરો.
(9) ઈલેક્ટ્રોડને ટચ કર્યા વગર જ ટોર્ચ ઉપરનાં બટન અથવા ફુટ સ્વીચને દબાવો.
(10) આર્ક ઉત્પન્ન કરો. આર્કની ગરમીનો ઉપયોગ કરી મોલ્ટન પડલ બનાવો. અને ફિલર રોડ ફયુઝ કરી
ફિલર મટીરીયલ ઉમેરો.
(11) વેલ્ડીંગ જોઈન્ટ પાસે વેલ્ડ બીડ તૈયાર કરો.
(12) વેલ્ડીંગ જોઈન્ટ પાસે વેલ્ડ બીડ તૈયાર કરો.
(13) વેલ્ડીંગ કર્યા બાદ, પાવર સપ્લાય બંધ કરો.
(14) ઇનર્ટ ગેસ સીલીન્ડર બંધ કરો. તેમાં રહેલા ગેસને દુર કરો.
(15) વોટર ટેપ બંધ કરો. પાણીનો સપ્લાય બંધ કરો.
(16) તમામ સાધનો સાફ કરો. યોગ્ય સ્થાને ગોઠવો.
GTAW ના ઉપયોગ :
- એલ્યુમિનિયમ અને તેની મિશ્રધાતુઓ - સિલીકોન કોપર
- સ્ટેનલેસ સ્ટીલ - ડી.ઓક્સાઇડ કોપર
- બ્રાસ એલોય - લો એલોય સ્ટીલ
- સિલ્વર - કાસ્ટ આયર્ન
- નિકલ - ટાઇટેનીયમ
0 Comments:
Post a Comment