1. ફ્લક્ષ કોર આર્ક વેલ્ડીંગ :- ફ્લક્ષ કોર આર્ક વેલ્ડીંગ એવી આર્ક વેલ્ડીંગ ક્રિયા છે કે જેમાં વેલ્ડીંગ કરવા માટે જોઇતી ગરમી ફ્લક્ષ કોર ટ્યુબલર કંઝ્યુમેબલ ઈલેક્ટ્રોડ વાયર અને જોબ વચ્ચે ઉત્પન્ન કરવામાં આવે છે.
આ ક્રિયાના ખાસ બે પ્રકાર છે. એક તેના નામથી શિલ્ડેડ પ્રકારની અને ગેસ શિલ્ડેડ પ્રકારની જેમાં શીલ્ડીંગ માટે વધારાની ગેસની જરુર પડે છે.
સાધનો :- GMAW અને FCAW માં સાધનોમાં ખાસ તફાવત તેમની વેલ્ડીંગ ટોર્ચ અને ફીડ રોલરની રચના માં હોય છે.
FCAW માં મેટલ ટ્રાન્સફર :- FCAW માં મેટલ ટ્રાન્સફર GMAW ક્રિયાથી જુદી રીતથી થાય છે. FCAW ક્રિયામાં મેટલ ટ્રાન્સફર બે જુદી જુદી રીતથી થાય છે.
ફ્લક્ષ કોર વાયરનું વર્ગીકરણ :- ફ્લક્ષ ધરાવતા ટ્યુબ્લર વાયરમાં સ્લેગ ફ્લક્ષનો મુખ્ય કાર્ય વેલ્ડીંગ પર રક્ષણ આપતો સ્લેગ આપવાનો, વેલ્ડ પૂલમાં જોઇતા એલાઇગ એલીમેંટ અને ડીઓક્સિજ્નેટર ઉમેરવાનું, આર્કને સ્થિરતા આપવાનું અને એના સિવાય આર્ક અને વેલ્ડ પૂલને જરૂરી શિલ્ડિંગ માધ્યમ આપવાનું છે.
ડિપોજીશન રેટ અને કાર્ય દક્ષતા : દરેક એકમ સમયમા ડિપોજીટ થયેલ મેટલના વજનને ડિપોજીશન દર કહેવામા આવે છે અસરકારક રીતે ડિપોજીટ થયેલ મેટલનો વજન અને વપરાશ થયેલ વાયરના વજનના રેશ્યોને કાર્યદક્ષતા કહેવામા આવે છે. સામાન્ય રીતે GMAW વેલ્ડીંગમા ડિપોજીશન કાર્યદક્ષતા 93% થી 97% અને FCAW મા 80% થી 86% હોય છે.
GMA નેરો ગેપ વેલ્ડીંગ :- સમાંતર સાઈડવાળા બટ જોઈન્ટ માટે ત્તૈયાર કરેલ જાડી પ્લેટોને પૂર્ણ રીતે વેલ્ડીંગ કરવાની ટેકનીકએ નેરો ગેપ વેલ્ડીંગ છે. એના પરીણામ સ્વરૂપ, નેરો ગેપ વેલ્ડીંગમા વેલ્ડના કદને એકદમ ઓછુ કરવામા આવે છે. નેરોગેપ વેલ્ડીંગ એકજ બાજુ સમાંતર બટ જોઈન્ટ માટે હોય છે અને બીજી બાજુની સાઈડને પુરતુ પેનીટ્રેશન મેળવવા માટેની ઘણી બધી રીતનો ઉપયોગા કરવામા આવે છે.
0 Comments:
Post a Comment