ટંગસ્ટન ઈલેક્ટ્રોડ: વેલ્ડીંગ પ્રક્રિયાના અનુરૂપ કરંટના પ્રકાર મુજબ ઈલેક્ટ્રોડનો ઉપયોગ, ઈલેક્ટ્રોડની સાઈઝ, પ્રમાણે ટંગસ્ટન ઈલેક્ટ્રોડ વાપરવો જરૂરી છે. લો વેલ્ડીંગ કરંટમાં કાર્બન ઈલેક્ટ્રોડનો ઉપયોગ કરવામાં આવે છે. કાર્બન ઈલેક્ટ્રોડથી સરળતાથી આર્ક સ્ટ્રાઈકિંગ સ્થિર આર્ક મળે છે. કાર્બન ઈલેક્ટ્રોડનો વપરાશ સૌથી વધારે થાય છે અને તે ઝડપથી તૂટી જાય છે. જે કાર્બન ઈલેક્ટ્રોડનો ગેરફાયદો છે. ટંગસ્ટન અને થોરીએટેડ ટંગસ્ટન ઈલેક્ટ્રોડ અવપરાશી પ્રકારના હોય છે. તેમનો મેલ્ટીંગ પોઇન્ટ 6098ºF (3370 ºC) જેટલો ઉંચો હોય છે. ટંગસ્ટન ઈલેક્ટ્રોડ 0.5 mm થી 200 mmની લંબાઈનાં મળે છે. ઈલેક્ટ્રોડની બહારની બાજુ ફીનીસ કરેલી હોય છે.
થોરીએટેડ ટંગસ્ટન ઈલેક્ટ્રોડ સ્ટ્રેઈટ પોલારીટી ડી.સી. કરંટ વેલ્ડીંગ માટે વપરાય છે. આ ઈલેક્ટ્રોડ સામાન્ય ટંગસ્ટન ઈલેક્ટ્રોડ કરતા મોંઘા હોય છે. જયારે લો રેટ કન્ઝમ્પશન (વપરાશ) ના લીધે તે આર્થિક રીતે સસ્તા પડે છે. આ ઈલેક્ટ્રોડ કરતા કામ દરમ્યાન મોલ્ટન પૂલને સ્પર્શી શક્તા નથી. લો કરંટ અસ્થિરતા આપે છે. ટંગસ્ટન ઈલેક્ટ્રોડની કરંટ કેપેસીટી નીચેની બાબતો પર આધારિત છે.
(1) શીલ્ડીંગ ગેસનો પ્રકાર
(2) કોલેટથી બહાર ઈલેક્ટ્રોડની સાઈઝ
(3) ઈલેક્ટ્રોડ હોલ્ડીંગનું કુલીંગ
(4) વેલ્ડ પોજીશન
(5) કરંટ પોલારીટી
ટંગસ્ટન ઈલેક્ટ્રોડના પ્રકાર
· શુધ્ધ ટંગસ્ટન
· ટંગસ્ટન સાથે 1% થોરીયમ ડાયોકસાઈડ
· ટંગસ્ટન સાથે 2% થોરીયમ ડાયોક્સાઈડ
શુધ્ધ ટંગસ્ટન ઓછો ખર્ચાળ હોય છે. મોટા ભાગના દરેક વેલ્ડીંગ કામમાં ઉપયોગ થાય છે. પરંતુ તે ઝડપથી વપરાય છે.
ઝીર્કોમીયમ ડાયોક્સાઈડ ધરાવતો ઈલેક્ટ્રોડ વડે સારી રીતે આર્ક સ્ટ્રાઈક થાય છે અને વધારે સ્થિર આર્ક મળે છે વેલ્ડીંગ ખરાબી ઘટે છે. 1% ટંગસ્ટન થોરીયેટેડ ઈલેક્ટ્રોડનું આયુષ્ય થોરીયેટેડ ઈલેક્ટ્રોડ કરતા વધારે હોય છે. થોરીયમ ઓક્સાઈડની પટ્ટીઓ શુધ્ધ ટંગસ્ટન ઈલેક્ટ્રોડ પણ મળે છે.
કલર કોડ :
ઈલેક્ટ્રોડના પ્રકાર મુજબ તેની ઓળખ માટે તેને કલર કોડ આપેલા છે.
(1) લીલો કલર – શુધ્ધ ટંગસ્ટન ઈલેક્ટ્રોડ, 3% થોરીયમ ઈલેક્ટ્રોડ,જાંબુડી
(2) સફેદ કલર – ઝીર્કોનીયમ ઈલેક્ટ્રોડ, 4% થોરીયમ ઈલેક્ટ્રોડ, નારંગી
(3) પીળો કલર – 1% થોરીયેટેડ ઈલેક્ટ્રોડ
(4) લાલ કલર – 2% થોરીયેટેડ ઈલેક્ટ્રોડ
(5) 2% થોરીયેટેડ ઈલેક્ટ્રોડનો સૌથી વધારે ઉપયોગ થાય છે.
ટંગસ્ટન ઈલેક્ટ્રોડ પોઇન્ટ:
ટંગસ્ટન ઈલેક્ટ્રોડ આર્ક સ્થાપિત કરે છે. ઈલેક્ટ્રોડ ટીપ આ સ્થિતિમાં રાખવી વેલ્ડ પરિણામ સારું મળે છે. ડી.સી. વેલ્ડીંગ માટે પોઇન્ટ ઈલેક્ટ્રોડ જયારે એ. સી. વેલ્ડીંગ માટે ગોળાકાર ઈલેક્ટ્રોડ વપરાય છે. ટંગસ્ટન ઈલેક્ટ્રોડને નોઝલથી આશરે 3 mm જેટલો બહાર રાખવામાં આવે છે. જેથી ઈનર્ટ ગેસનાં કોન્ટેકમાં આવતો નથી.
ટંગસ્ટન ઈલેક્ટ્રોડ માટે સુચના:
(1) ટંગસ્ટન ઈલેક્ટ્રોડ સાફ અને સીધો હોવો જોઈએ.
(2) ઈલેક્ટ્રોડ પોઇન્ટ યોગ્ય સ્થિતિમાં હોવો જોઈએ.
(3) એ. સી. વેલ્ડીંગ માટે ગોળાકાર અને ડી. સી. વેલ્ડીંગ માટે પોઇન્ટ ઈલેક્ટ્રોડ વાપરવો જોઈએ.
(4) ઈલેક્ટ્રોડને ગેસ કંપની બહાર આશરે 3 mm જેટલો જ રાખવો જોઈએ.
(5) સ્ટીલ વેલ્ડીંગ રોડ કોટેડ હોવા જોઈએ નહી. કોપર કોટીંગથી સ્પેટરીગ થાય છે અને ટંગસ્ટન ઈલેક્ટ્રોડ ખરાબ થઈ જાય છે.
(6) ગેસ જોડાણ ટાઈપ રાખવો જોઈએ. ગેસ લીકેજ હોવાથી હવા ગેસ લાઈનમાં દાખલ થાય છે. અને વેલ્ડ ખામીયુક્ત બને છે. તેમજ ગેસ લીકેજ થવાથી આર્થિક નુકસાની પણ થાય છે.
(7) ટંગસ્ટન ઈલેક્ટ્રોડ યોગ્ય સાઈઝનો જ વપરાવો જોઈએ. જો ઈલેક્ટ્રોડ વધારે મોટી સાઈઝનો હશે તો ટંગસ્ટનનો છેડો ઈલેક્ટ્રોડ કરતા વધારે લાંબો પીગળેલા બોલ જેવો થાય છે. અને બોલ વેલ્ડમાં પડે છે. જો જરૂર કરતા વધારે નાનો હશે તો ઈલેક્ટ્રોડ કોટેડની અંદર પીગળી જશે અને તે કોલેટ અથવા ચક્રને નુકશાન પહોચાડશે. જો ઈલેક્ટ્રોડ વધારે લાંબો હોય તો આ આર્ક ઈલેક્ટ્રોડની એક જ બાજુથી બીજી બાજુ ભટકશે.
0 Comments:
Post a Comment