# લેસર વેલ્ડીંગ :-
લેસરનો અર્થ લાઇટ એમ્પ્લીફીકેશન બાય ધ સ્ટીમ્યુલેટેડ ઇમીશન ઓફ રેડીએશન થાય છે. લેસર બીમ વેલ્ડીંગ ખુબજ કાર્યક્ષમ, મજબુત, મોનોક્રોમેટીક છે, જેમા બધા જ વેવ ફેઝમા છે. આ લેસરબીમના મુખ્ય ત્રણ પ્રકાર છે. (1) ઘન લેસર (2) ગેસ લેસર (3) સેમીકંડક્ટર લેસર. આ લેસરના સ્ત્રોતના આધારે તેના પ્રકાર પડે છે. સોલીડ સ્ટેટ લેસર, રૂબી, સફાયર જેવા ક્રીષ્ટલનો ઉપયોગ કરીને તૈયાર કરવામાં આવે છે.
# પ્રીન્સીપાલ એન્ડ મીકેનીઝમ ઓફ લેસર ઓપરેશન :-
પ્રકાશના કીરણો બીજા ઉત્તેજીતે અણુઓ સાથે અથડાય છે. આમ સ્તત થવાના કારણે પ્રકાશનુ એમ્પ્લીફીકેશન થાય છે. તેની કુલ શ્ક્તિ એક નાના છીદ્રમાથી લેસરબીમ દાગીના પર પડવા દેવામાં આવે છે. જ્યારે ઓપ્ટીકલ શ્ક્તિનું ઉષ્મા શક્તિમા રૂપાંતર થાય છે. તેનાથી દાગીનાનુ તાપમાન વધતા દાગીનો પીગળવા માટે સક્ષમ બને છે. આ પ્રકીયામા કુલીંગ સીસ્ટમની પણ જરૂર પડે છે, જે વાયુ કે પ્રવાહી સ્વરૂપ હોય શકે. રૂબે લેસર માટે પમ્પીંગ યુનીટ તરીકે ફ્લેશ લેમ્પ અને મીડીયમ રૂબીનો ઉપયોગ થાય છે.
# એપ્લીકેશન ઓફ લેશરબીમ વેલ્ડીંગ :-
à ઉચ્ચ ગલનબીંદુવાળી અને હાર્ડ ધાતુનુ લેસરબીમ વેલ્ડીંગ કરવા
à માઇક્રો સાઈઝમા મપાતી મેટલ ફીલ્મોનુ લેસરબીમ વેલ્ડીંગ કરવા
à એરક્રાફ્ટૅ અને સ્પેસ ઉદ્યોગમા
à બે અસમાન ધાતુઓને લેસરબીમ વેલ્ડીંગ કરી જોડાણ કરવા.
à લેસરબીમ વેલ્ડીંગ સાધનો વડે ધાતુનુ કટીંગ કરવા.
# લેસરબીમ વેલ્ડીંગના ફાયદા :-
à મોટા ભાગની ધાતુઓનુ વેલ્ડીંગ કરી શકાય
à પારદર્શક કાચ અને પ્લાસ્ટિક હાઉસીંગની અંદર વેલ્ડીંગ કરી શકાય.
à જે વિસ્તારમા સરળતાથી પોંહચી ન શકાય તેવી જ્ગ્યાએ વેલ્ડીંગ કરી શકાય.
à આ પ્રકીયા ખુલ્લા વાતાવરણમાં કરી શકાય છે.
à ઈલેક્ટ્રોડ વપરતો નથી.એટલે તેના લીધે થતી ખામીઓ અને ઉચ્ચ વીજપ્રવાહની અસર થતી નથી.
# લીમીટેશન ઓફ લેસરબીમ વેલ્ડીંગ :-
à આ પ્રકીયા ધીમી છે.
à આ પ્રક્રીયાનો ઉપયોગ 1.5 એમ.એમ. સુધીની જાડાઈ પુરતોજ કરી શકાય છે.
à મેગ્નેશીયમ જેવી ધાતુઓને લેસરબીમ વેલ્ડીંગથી બાષ્પીભવન થાય છે અને વેલ્ડમાં છીદ્રાળુતાની ખામે રહી જાય છે.
0 Comments:
Post a Comment