પ્લાઝમા અટલે આયોનાઝડ ગેસ (એવી આર્ક કે જે ઈલેક્ટ્રોન આપે છે કે ગુમાવે છે) ઈલેક્ટ્રોન આર્ક ઘન અને ગેસ બન્નેને આયોનાઈઝડ કરવામા સક્ષમ હોય છે. આ ગેસ આર્ગન, હિલીયમ અથવા નાઈટ્રોજન જેવી ઈનર્ટગેસ ગેસ હોય છે.
કાર્ય સિધ્ધાંત :
ગેસ માથી વિજપ્રવાહ પસાર કરીને ગેસનુ આયોનાએઈઝેશન કરાવામા આવે છે. જેથી ઈલેક્ટ્રોન, આયન અને ખુબજ ઉત્તેજિત પરામાણૂઓનુ મિશ્રણ બને છે. આમ, 55000°C તાપમાન સુધીની આર્ક ઉત્પન્ન કરી શકય છે પરંતુ વેલ્ડીંગ માટે આ તપમાનને 20000°c સુધી મર્યાદીત રાખાવામા આવે છે. આર્કને નાના વ્યાસ વાળી વોટર કુલ્ડ નોઝલ માથી પસાર કરી તેના દબાણ, તપમાનમા સુધારો કરવામા આવે છે. જેથી આર્કની સ્થિરતા, આકાર અને ઉષ્મા વહનની લાક્ષણિક્તામા પણ સુધારો થાય છે.
પ્લાઝમા આર્ક વેલ્ડીંગ ક્રિયાના પ્રકાર
(1) ટ્રાન્સફર્ડ આર્ક પ્રોસેસ (2) નોન ટ્રાન્સફર્ડ આર્ક પ્રોસેસ
નોન ટ્રાન્સફર્ડ આર્ક પ્રોસેસમા ઈલેક્ટ્રોડ અને નોઝલની વચ્ચે આર્ક ઉત્પન્ન થાય છે. આ પ્રક્રિયાનુ નિયંત્રણ સહેલાઈથી કરી શકાય છે.
ટ્રાન્સફર્ડ આર્ક પ્રોસેસમા પ્લાઝમા આર્ક ઈલેક્ટ્રોડ અને વર્કપીસની વચ્ચે ઉત્પન્ન થાય છે. આ ક્રીયામા લીમીટીંગ રેઝીસ્ટરનો ઉપયોગ કરી પ્લાઝમા આર્ક ઉત્પાન્ન થાય છે આ રેઝીસ્ટર નોઝલ અને ઈલેક્ટ્રોડ વચ્ચે વધુ માત્રામા ઈલેક્ટ્રીક કરંટ પસાર કરે છે.
સાધનો (Equipment) :
1. હાઈ ફ્રીક્વન્સી જનરેટર અને કરંટ લિમીટીંગ રેઝીસ્ટન્સ.
2. પ્લાઝમા ટોર્ચ
3. વોલ્ટેજ કંટ્રોલર
4. કરંટ અને ગેસ ડીલે કંટ્રોલ
5. ફિક્ચર્સ
ફાયદા (Advantages) :
1. આર્ક વધારે સ્થીર હોય છે.
2. એક સરખો વેલ્ડ
3. સ્ટીલના અડધા ઈંચ જાડાઈના વેલ્ડીંગ થઈ શકે છે.
4. ઉચી ઝડપે રેડીયો ગ્રાફિક ગુણવતાવાળો વેલ્ડ મળે છે.
5. કોપર એલોય, ટીટેનિયમ એલોય, નિકલ અને કોબાલ્ટ એલોયનુ વેલ્ડ થઈ શકે છે.
ગેર ફાયદા (Disadvantage) :
1. અલ્ટ્રાવયોલેટ અને ઈંફ્રારેડ રેડીયેશન ઉત્પન્ન થતુ હોવાથી સેફ્ટીના સાધનો જરૂરી છે.
2. ઈયર પ્લગ પહેરવા જરૂરી છે.
3. ઈનર્ટ ગેસ વધુ વપરાય છે.
4. ઈલેક્ટ્રીકલ જોખમો વધુ છે.
5. કુશળ ઓપરેટર જરૂરી છે.
ઉપયોગો (Application) :
1. ક્રાયોજેનિક તથા એરોસ્પેસ ઈન્ડસ્ટ્રીઝમા
2. ટ્યુબ મીલ માટે
3. ન્યુક્લિયર સબમરીનની પાઈપ સીસ્ટમ માટે
4. સ્ટેઈનલેસ સ્ટીલની ટ્યુબને વેલ્ડ કરવા
0 Comments:
Post a Comment