ઇલેક્ટ્રોન બીમ વેલ્ડીંગ ( ELECTRON BEAM WELDING)

 # ઇલેક્ટ્રોન બીમ વેલ્ડીંગ ( ELECTRON BEAM WELDING) :-

                ઇલેક્ટ્રોન બીમ વેલ્ડીંગમાં ઉંચા વેગના ઇલેક્ટ્રોનનો ઉપયોગ કરવામાં આવે છે. જ્યારે ધાતુના ટુકડામાં ઇલેક્ટ્રોનનું શોષણ થાય છે. ત્યારે તેની ગતીશક્તિનું ઉષ્મા શક્તિમા રૂપાંતર થાય છે. વેલ્ડીંગ પ્રક્રિયા શૂન્યવકાસ વાળી ચેમ્બરમાં કરવામાં આવે છે. બીમની તીવ્રતાને લીધે ઉષ્મા ઇનપુટ ઓછું રહે છે. એટલે વેલ્ડીંગની વિક્રુતી અને સંકોચન એમ બન્ને ઘટ્ટે છે.

      


# પ્રીંસીપલ (કાર્ય સિધ્ધાંત) ઓફ ઇલેક્ટ્રોન બીમ વેલ્ડીંગ :-


                        રેડીયન્ટ શક્તિનો ઉપયોગ કરીને ધાતુનુ ગલનબિંદુ અતી વેગવાળા ઈલેક્ટ્રોડને કેન્દ્રીત કરી ઉતપન્ન થતી ગરમીથી કરીને વેલ્ડીંગ કરવાના કાર્ય સિધ્ધાંત પર કાર્ય કરે છે. એલેક્ટ્રોઅન બીમની દીશા બદલવાની શક્યતાને નીવારવા માટે દાગીનાને ડી-મેગ્નેટાઇઝ કરવામાં આવે છે.ધાતુને જરૂરીયાત પ્રમાણે પ્રી-હિટીંગ કરવામાં આવે છે. પ્રકીયાના પેરામીટર સેટ કર્યા પછી વેલ્ડીંગ કરવામાં આવે છે.


               વેક્યુમ ચેમ્બર ઉપરના ભાગમાં આપેલ ટંગસ્ટન ફીલામેન્ટ કેથોડ તરીકે કાર્ય કરે છે. ફીલામેન્ટમાથી વિજપ્રવાહ પસાર કરીને 2000 સેલ્સીયસ જેટલુ તાપમાન ઉતપન્ન કરવામા આવે છે.તે ઇલેક્ટ્રોનનું ઇત્સર્જન કરે છે. ઉચ્ચ વેગવાળા ઇલેક્ટ્રોન જ્યારે પાર્ટસની સપાટે સાથે અથડાય છે ત્યારે તેને ગતી  શક્તિનું ઉષ્મા શક્તિમા રૂપાંતર થાય છે એટલે ધાતુ પીગળે છે અને તેનો જોઈન્ટ તૈયાર થાય છે.

 


 

# એડવાંટેજ (ફાયદા) ઓફ ઇલેક્ટ્રોન બીમ વેલ્ડીંગ:-


    à  ઇલેક્ટ્રોનબીમ વેલ્ડીંગની સારી ગુણવત્તા મળે છે.

è ઉષ્મા પ્રભાવિત ક્ષેત્ર સાકડું હોય છે.

è ઇનપુટ પાવર ઓછો જરૂરી હોય છે.

è અલગ-અલગ ધાતુને જોડી શકાય છે.

è પ્રકીયા જડપી છે અને તેમા ફિલર ધાતુની જરૂરીયાત નથી. 

 

# ડીસએડવાંટેજ (ગેરફાયદા) ઓફ ઇલેક્ટ્રોન બીમ વેલ્ડીંગ:-

 

    à સાધનનો ખર્ચ વધારે છે.

    à એક્સ રે થી થતા નુકશાનથી સાવધાની રાખવી પડે છે.

    à વેક્યુમ ઉતપન્ન કરવામાં વધારે સમય લાગે છે.

    à વેક્યુમ સીલ કરવાની જરૂર રહે છે.

    à ઇલેક્ટ્રોન બીમ અને કીરણોથી શરીરને સુરક્ષીત કરવું પડે છે.

    à સાધનો ભારે હોવાથી સહેલાયથી હેરે-ફેર કરી શકાતા નથી.


# એપ્લીકેશન (ઉપયોગ)ઓફ ઇલેક્ટ્રોન બીમ વેલ્ડીંગ:-

  

    à અસમાન ધાતુઓનુ વેલ્ડીંગ કરવા.

    à અન્ય પ્રકીયાથી સાંધા બનાવવા મુશ્કેલ હોય તેવા પાર્ટસને જોડવા 

    à કેમ, ગીયર, ક્લસ્ટર અને ડ્રીપન શાફ્ટની એસેમ્બલી કરવા

    à પ્રેશર વેસલનું વેલ્ડીંગ કરવા  

    à પાતળા ફિલ્મ મટીરીયલ 100 એમ.એમ. જાડા મટીરીયલ સાથે જોડવા.

 

  

0 Comments:

Post a Comment