WPS એ એક દસ્તાવેજ છે જે વેલ્ડ કરવા માટે તમામ આવશ્યક લક્ષાનીક્તાઓની સૂચી આપે છે WPS માટે ક્વોલીફાઈડ હેતુ માટે ટેસ્ટ કુપન એ WPS માં જણાવેલા સૂચવેલ તમામ પરિમાણો અનુસરતા વેલ્ડ છે જ્યારે સુસંગત PQR દ્વારા સમર્થિત હોય ત્યારે જ WPS માન્ય છે.
WPSમાં સૂચવેલ લક્ક્ષનિક્તઓ બીજી રીતે ચલ રાસીઓ તરીકે ઓળખાય છે આ સૂચવે છે કે આ લક્ક્ષનિક્તઓમાં બદલી અથવા ફેરફાર થઈ સકે છે જ્યારે આ ચલરાસીઓ બદલાય છે આપણી પાસે નવું WPS છે વેલ્ડ ની મીકેનીકલ ગુણવતાની અસર જ્યારે કોઈ ચોકસ ચલરસી મહત્વની ચલરસી કહેવાય છે વેલ્ડ ની મીકેનીકલ ગુણવતા પર અસર કરતી નથી એ સામાન્ય રીતે બિનજરૂરી ચલરસીઓ તરીકે ઓળખાય છે જો કે ચોકસ સ્થિતિ માં અમુક ચલરસીઓ વેલ્ડ ની મીકેનીકલ ગુણવતા ને અસર કરી સકે છે એવી ચલરસીઓ ને પુરક મહત્વની ચલરસીઓ કહે છે.
વેલ્ડીંગ પ્રક્રિયાઓ ઓપરેટરની વેલ્ડીંગ પ્રક્રિયા સ્પષ્ટિકરણ અને લાયકાત ની ત્યારી માટેના નિયમો ASME કોડનું સેકશન 9માં સ્પષ્ટ કરેલ છે.
આ કોડ બધા મેનયુલ અને મશીન વેલ્ડીંગ પ્રક્રિયાઓ માટેના નિયમો સ્પષ્ટ કરે છે
મટીરીયલ
પ્રેસર વેસલ ઉત્પાદન માટે ઉપયોગી બધા મટીરીયલ જુદા જુદા નંબર હેઠળ ગ્રુપ પાડેલ છે
ટેબલ ‘P’ નંબર ગ્રુપ
P1 થી P11 સ્ટીલ અને સ્ટીલ એલાય
P21 થી P30 એલયુમીનીયમ અને એલયુમીનીયમ એલાય
P31 થી P35 કોપર અને કોપર એલાય
P43 થી P47 નિકલ અને નિકલ એલાય
P51 થી P52 ટીટેનિયમ અને ટીટેનિયમ એલાય
ફિલર ધાતુઓ
ફિલરધાતુઓ ને ‘F’ અને ‘A’ બંને નંબરમાં ગ્રુપ પાડેલ છે
‘F’ નંબર
‘F’ નંબર ગ્રુપનો હેતુ વેલ્ડીંગ પ્રક્રિયાઓ અને કામગીરી લાયકાતોની સંખ્યા ઘટવાનો છે (ટેબલ 2)
ટેબલ ‘F’ નંબર ગ્રુપ
F1 થી F6 સ્ટીલ અને સ્ટીલ એલોય
F21 થી F24 એલ્યુમિનિયમ અને એલ્યુમિનિયમ એલોય
F31 થી F37 કોપર અને કોપર એલોય
F41 થી F45 નિકલ અને નિકલ એલોય
F51 ટીટેનિયમ અને ટીટેનિયમ એલોય
F61 ઝીકોર્નીયમ અને ઝીકોર્નીયમ એલોય
F71 થી F72 હાર્ડ વેલ્ડ મેટલ ઓવરવેલ હાર્ડ ફેસીંગ
‘A’ નંબર
ફિલર મેટલનું ‘A’ નંબરનું વર્ગીકરણ વેલ્ડ મેટલ કેમિકલ વિશ્લેષણ પર છે જ્યારે ‘F’ નંબર વર્ગીકરણ ઉપયોગીતા અથવા ઓપરેશન લાક્ષણીકતા પર છે.
ટેબલ 3
‘A’ નંબર ગ્રુપ
A1 માઈલ્ડ સ્ટીલ
A2 કાર્બન મોલીબ્ડેનમ
A3 થી A5 ક્રોમ મોલીબ્ડેનમ
A6 ક્રોમ માટેન્સાઈટીક
A7 ક્રોમ ફેરીટીક
A8 થી A9 ક્રોમ નિકલ
A10 નિકલ4%
A11 મેગેનીઝ મોલીબ્ડેનમ
A12 નિકલક્રોમ મોલીબ્ડેનમ
કોડ નિયત કરે છે કે વેલ્ડીંગ પ્રક્રિયા ની બધી વિગતો વેલ્ડીંગ પ્રક્રિયા સ્પષ્ટીકરણ (WPS) માં યાદી કરેલી જોઈએ આ દરેક વેલ્ડીંગ પ્રક્રિયા સ્પષ્ટીકરણ ટેસ્ટ કુપનોના વેલ્ડીંગ વડે ક્વોલીફાઇડ હોવા જોઈએ અને આ કુપનોમાંથી કાપેલ સ્પેસીમેનો ના મીકેનીકલ ટેસ્ટીંગ આ કોડ વડે થયેલ હોવા જરૂરી છે આ કુપનો માટેના વેલ્ડીંગના ડેટા અને આ ટેસ્ટ ના પરીણમો એક ડોકયુમેન્ટ કરેલ હશે જેને પ્રક્રિયા યોગ્યતા રેકોર્ડ (PQR) તરીકે ઓળખાય છે.
0 Comments:
Post a Comment