ગેસ વેલ્ડીંગ પ્રક્રિયામાં ફ્યુઅલ (બળતણ) ગેસના દહનથી ગરમી મેળવવામાં આવે છે. ફ્યુઅલ ગેસનુ દહન સપોર્ટર મદદગારી હાજરી થાય છે. ફ્યુઅલ ગેસ તરીકે નીચે મુજબના ગેસનો ઉપયોગ થાય છે.
(1) એસીટીલીન (Acetilene)
- ઓક્સિજ્નના (O2) સપોર્ટ સાથે આ ગેસનુ દહન થતા ઓક્સિ એસીટીલીન ફલેમનુ નિર્માણ થાય છે.
· તેનુ તાપમાન અન્ય ગેસની સરખામણીમાં વધુ મેળવી શકાય છે. તેની ગરમીની તીવ્રતા પણ વધુ હોય મોટા ભાગની ગેસ વેલ્ડીંગ પ્રક્રિયામાં ઉપયોગી છે.
· તાપમાન 3100˚ c થી 3300˚ c
· ફેરસ તથા નોનફેરસનુ વેલ્ડીંગ થઈ શકે છે.
· બ્રેજીંગ, બ્રોન્ઝ વેલ્ડીંગ, મેટલ સ્પ્રઈંગ, હાર્ડ કેસિંગ માટે ઉપયોગી છે.
(2) હાઈડ્રોજ્ન (Hydrogne, H2)
· ઓક્સીજન સાથે દહન થતા ઓક્સિજ્ન – હાઈડ્રોજ્ન ફ્લેમનુ નિર્માણ કરે
· તાપમાન 2400˚ c થી 2700˚ c
· બ્રેજીંગ, સોલ્ડરીંગ, Under water cutting (પાણી નીચે કટીંગ) માટે થાય છે.
· વેલ્ડ સપાટી પર ઓકસાઈડ જમા થતો નથી.
(3) કોલ ગેસ (COAL GAS)
Ø ઓક્સીજન સાથે દહન થતા ઓક્સિ-કોલ ગેસ ફ્લેમ નુ નિર્માણ થાય છે.
Ø તાપમાન 1800 C થી 2200 C હોય છે.
Ø સિલ્વર સોલ્ડરીંગ પાણી નીચે ગેસ કટીંગ થઈ શકે.
(4) લીક્વિડ પેટ્રોલીયમ ગેસ ( Liquid Petroleum Gas LPG )
- ઓક્સીજન સાથે દહન થતા ઓકિસ-લિક્વિડ ગેસ ફલેમ નિર્માણ થાય છે.
- તાપમન 2700o C થી 2800˚ C હોય છે.