વાયર ફીડ મીકેનીઝમ ઈલેક્ટ્રોડ વાયરને ઓટોમેટીકલી વાયર સ્પુલથી ગન સુધી લય જાય છે.
અને વાયર ફીંડીગ સ્પીડને એડજસ્ટ કરીને આર્ક કંટ્રોલ કરવામાં આવે છે. વોટર કુલ્ડ પ્રકારની ટોર્ચના
કિસ્સામાં, તે વિશેષમાં ગેસ ફલો અને પાણીના ફલોને પણ કંટ્રોલ કરે છે.વાયર ફીડરને પાવર સપ્લાય
મશીન પર લગાડવામાં આવે છે. અથવા તો તેને વેલ્ડીંગ મશીનથી જુદું રાખી શકાય છે. અને વધુ ક્ષેત્રમાં
વેલ્ડીંગ કરાવા માટે બીજી કોઈ પણ જગ્યા રાખી શકાય છે. (આકૃતિ-1)
વાયર ફીડ સીસ્ટમ – મુશ્કેલીઓ :-
વાયરનું અયોગ્ય રીતે ફીડીંગ / અસતત ફીડીંગ :-
બે ડ્રાઈવ રોલ સાથે વાયર ડ્રાઈવ યુનિટ અને ડ્રાઈવ રોલના જુદા-જુદા એડજસ્ટમેન્ટ દર્શાવેલા છે. લોઅર ડ્રાઈવ રોલને બોલ્ટ /નટના એડજસ્ટમેન્ટથી અંદર કે બહારની બાજુ એડજસ્ટ કરી શકાય છે. ઉપરની બાજુ આપેલ પ્રેસર એડજસ્ટીંગ વિંગ નટ વડે પ્રેસર રોલને ઉપર કે નીચે કરીને એડજસ્ટ કરી શકાય છે.
રોલને એવી રીતે એડજસ્ટ કરવામાં આવે છે કે એક એલાઈન્મેન્ટ મેળવી શકાય. ત્યાર પછી પ્રેસર રોલ પરથી મળતા પ્રેસરથી વાયર એક સરખો વાયર ફીડીંગ મેળવી શકાય છે.
ફીડ વાયરનું કીકીગ અને ફોલ્ડીંગ:-
ડ્રાઈવ રોલ અને વાયર ગાઈડ ટ્યુબ:-
આ પણ એટલું જ અગત્યનું છે. જયારે મેઈન ફીડર સ્પુલમાંથી વયાર્ત ડ્રાઈવ
રોલમાંથી ફીડ વાયર આગળ આવે છે. ત્યારે બેન્ડ થવો જોઈએ નહિ. ફીડર એસેમ્બલીમાં આપેલ ગાઈડ
ટ્યુબને એવી રીતે એલાઈન કરવા જોઈએ કે જેથી રોલમાં જયારે વાયર પસાર થાય ત્યારે તે એક સ્પર્શક
તરીકે પસાર થાય. ડ્રાઈવ હાઉસીંગને ઉપર કે નીચે કરી એડજસ્ટ કરી યોગ્ય એલાઈનમેન્ટ મેળવવામાં
આવે છે.(આકૃતિ-2)
GMAW માટે ઈલેક્ટ્રોડ વાયર – વપરાશી વાયર :-
મેટલો ટ્રાન્સફરના ગુણધર્મો અને દેખાવ વાયરના ડાયામીટર અને મશીન સેટીંગ જેમ કે
આર્ક વોલ્ટેજ, કરંટ અને રસાયણિક ગુણધર્મો પર આધાર રાખે છે.
મશીન સેટીંગ :-
વેલ્ડીંગ કરવા માટે ઉપયોગમાં લીધેલ વાયરનો ડાયામીટર અને કરંટથી મેટલ ટ્રાન્સફરનો
પ્રકાર નક્કી કરવામાં આવે છે. માઈલ્ડ સ્ટીલ, એલોય સ્ટીલ અને સ્ટેનલેસ સ્ટીલને વેલ્ડીંગ કરવા માટેના ડાયામીટર, વોલ્ટેજ અને કરંટ નીચે જણાવેલ કોઠામાં આપેલ છે.
રાસાયણિક ગુણધર્મો :-
ફિલર વાયરનું રસાયણિક બંધારણ ખુબજ અગત્યની ભૂમિકા ભજવે છે. મુખ્ય બંધારણ
સિવાય માઈલ્ડ સ્ટીલ વેલ્ડીંગના કિસ્સામાં, સીલીકોન, મેગેનીઝ જેવા ડીઓક્સિડાઈઝર હોય છે જેના કારણે
સ્ટીલમાં કાર્બનનું ઓક્સિડેશન થવાના કારણે આવતી પોરોસીટીને ઓછી કરે છે. ખાસ બંધારણ વાળા
માઈલ્ડ સ્ટીલ ફિલર વાયર નીચે કોઠામાં જણાવેલ છે. કાર્બન સ્ટીલ ફેબ્રિકેશન માટે વાધારે પડતા ER70S- 6 નો વધારે ઉપયોગ કરવામાં આવે છે.