(GMAW/CO2 વેલ્ડીંગ સલામતીઓ) :
- અપુરતું આખનું રક્ષણ નુકશાની આપે છે. જયારે લાંબા સમય સુઘી વેલ્ડીંગ કરવાનું હોય ત્યારે આર્ક હેલ્મેટની અંદર a#12 શેડ વાળા લેન્સ ગોગલ્સ સાથે પહેરવા જોઈએ. GMAW માં નોન ફેરસ વેલ્ડીંગ માટે A#11 લેન્સ એન નોન ફેરસ માટે a#12 લેન્સની ભલામણ કરવામાં આવેલ છે. બઘી જ વેલ્ડીંગ ક્રિયાઓ બુથમાં અથવા પડદાથી રક્ષણ આપતા ક્ષેત્ર કરવી જોઈએ. વેલ્ડીંગ ક્ષેઞમાં કામ કરતા બીજાઓને આર્ક ફલેસથી રક્ષણ આપવા માટે આ કરવું જરુરી છે.
- યોગ્ય કપડા પહેરવા જોઈએ. શરીરના બઘા જ ભાગોને રેડિએશન અથવા ગરમ જોબથી રક્ષણ આપવા માટે આ બઘુ કરવું જોઈએ.
- દાઝવાથી રક્ષણ મેળવવા માટે ચામડાના કપડા સૌથી સારી રીતે રક્ષણ આપે છે.
- હવા-ઉજાસ સારી રીતે હોવા જોઈએ. વેલ્ડીંગ ક્ષેત્રના વાતાવરણને સાફ રાખવા માટે યોગ્ય વેન્ટીલેશન અથવા ફિલ્ટરીંગ સાઘનોની જરુર હોય છે. GMAW વેલ્ડીંગ કરતી વખતે CO2 શીંલ્ડીંગ ગેસ વાપરતી વખતે કાર્બન મોનોકસાઈડ ઉત્પન્ન થાય છે. તેથી એવી સલાહ આપવામાં આવે છે. વેલ્ડીંગ સારા હવા ઉજાસ વાળી જગ્યામાં કરવું જોઈએ.
- GMAW કરતી વખતે ઓઝોન ગેસ ઉત્પન્ન થાય છે અને ઓઝોન એ ખુબ જ ઝેરી ગેસ છે. કલોરીનેટેડ હાઈડ્રોકાર્બન પ્રવાહી વડે કવર કરેલા મેટલમાં ઝેર ઉત્પન્ન થાય છે અને વેલ્ડીંગ કરતી વખતે ફોસજેની ઝેરી ઉત્પન્ન થાય છે.
- આર્ક કેબ્લોને નુકશાન થતા અટકાવવું જોઈએ. ઇન્સ્યુલેશન વગરના ઈલેક્ટ્રોડ હોલ્ડરને ખુલ્લા હાથે અથવા ભીના ગ્લોવ્ઝ સાથે પકડવા જોઈએ નહી. તેના કારણે આંચકો લાગી શકે છે. ભીના અથવા ભેજ વાળા ક્ષેઞમાં વેલ્ડીંગ કરવાની ભલામણ કરવામાં આવતી નથી. શીલ્ડીંગ ગેસ સિલીન્ડરોને કાળજીપુવઁક ખસેડવા જોઈએ.
0 Comments:
Post a Comment