SMAW ની સરખામણીમાં GMAW વેલ્ડીંગનાં ફાયદાઓ, ગેરફાયદાઓ અને ઉપયોગો

 

* CO2 વેલ્ડીંગના ફાયદાઓ :

-      સ્ટબ વ્યય થતો હોવાથી અને ઓછું એજ પ્રીપરેશન કરવાથી વેલ્ડીંગ સસ્તુ પડે છે.

-      ઉંડા પેનીટ્રેશન વાળા જોઈન્ટ બનાવી શકાય છે.

-      પાતળા અને જાડા મટીરીયલયને પણ વેલ્ડ કરી શકાય છે.

-      આનો ઉપયોગ કાર્બન સ્ટીલ, એલોય સ્ટીલ, સ્ટેનલેસ સ્ટીલ, કોપર અને તેના એલોય, એલ્યુમિનિયમ અને તેના એલોયને વેલ્ડીંગને કરવા માટે થાય છે. બઘી વેલ્ડીંગ પોજીસનમાં વેલ્ડીંગ કરી શકાય છે.

-      ડીપોઝીશન રેટ વઘારે હોય છે.

-      કોઈ પણ ફલસનો ઉપયોગ થતો નથી. તેથી દરેક રન પછી સ્લેગ દુર કરવાની જરુર રહેતી નથી.

-      એકસ-રે ગુણવતા વાળા વેલ્ બનાવે છે.

 

* CO2 વેલ્ડીંગના ગેરફાયદાઓ :

-      CO2 વેલ્ડીંગ સાઘનો વઘારે મોધા, વઘારે જટીલ અને ઓછા ચાલે તેવા હોય છે.

-      હવાના કારણે શિલ્ડીંગ ગેસના ફલોમાં રુકાવટ આવે છે.

-      CO2 વેલ્ડીંગ બહારના વેલ્ડીંગ કામ માટે ઉપયોગી થતું નથી.

-      વેલ્ મેટલનો કુલીંગનો દર વઘારે હોય છે.

 

* CO2 વેલ્ડીંગના ઉપયોગો :

-      ક્રિયાનો ઉપયોગ કાર્બન, સિલીકોન, એલોય સ્ટીલ, સ્ટેનલેસ સ્ટીલ, એલ્યુમિનિયમ, કોપર, નિકલ અને તેમના એલોય અને ટિટેનીયમ વિગેરેને વેલ્ડીંગ કરવા માટે થાય છે. ઓછા અને ભારે ફેબ્રીકેશન કામ માટે ઉપયોગી હોય છે.

-      ક્રિયાનો ઉપયોગ પાણીના જહાજ બનાવવા માટે, પ્રેસર વેસલના ફેબ્રીકેશન કામ માટે, ઓટો મોબાઇલ અને એયર ક્રાફટ ઉઘોગમાં થાય છે.



0 Comments:

Post a Comment