સ્ટેનલેસ
સ્ટીલએ આયર્ન
ક્રોમિયમ અને
નિકલ ની
મિશ્રધાતુ છે.
1. પ્રકાર : નીચે
મુજબ ત્રણ
પ્રકાર છે.
1. ફેરીટીક
2.માર્ટેંસાઇટ
3.ઓસ્ટેનિક્
1.1 ફેરીટીક: જેને હાર્ડ અને ચુંબક બનાવી શકતુ નથી.
1.2 માર્ટેન્સાઇટ્: તેને હીટ ટ્રીટમેન્ટ વડે હાર્ડ કરી શકાય છે,અને ચુંબકીય પણ હોય છે.
1.3 ઓસ્ટેનિક : તે બહુ જ ટફ અને ડક્ટાઇલ હોય છે. તે વેલ્ડીંગ માટે સૌથી યોગ્ય છે અને તેને વેલ્ડીંગ કર્યા પછી એનીલિંગ ની જરૂર રહેતી નથી. આપ્રકાર ને 18/8 સ્ટેનલેસ સ્ટીલ પણ કહે છે. જેમા 18% ક્રોમિયમ અને 8% નિકલ અને બીજા ભાગમા આયર્ન હોય છે. આ પ્રકારના સ્ટેનલેસ સ્ટીલમા કાટ ની ક્રિયા અટકાવવા માટે કુલોમ્બિયમ,ટિટેનિયમ,મોલિબ્ડેનમ,ઝિર્કોનિયમ જેવા તત્વો થોડા પ્રમાણમા ઉમેરવામા આવે છે.આવા તત્વોને સ્ટેબિલાઇઝ તત્વો કહે છે.
2. ઉપયોગ : ડેરી,કેમિકલ,ફાર્માસ્યુટીકલ ઈન્ડસ્ટ્રીઝ ના ઇક્વીપમેન્ટ્સના ઉત્પાદનમા,મેઝરીંગ તેમજ કટીંગ ટુલ્સના ઉત્પાદનમા,વાસણો બનાવવા.
3. ગુણધર્મો : ફેરીટીક અને માર્ટેન્સાઇટ પ્રકારના સ્ટીલને વેલ્ડીંગ કરી શકાતુ નથી. તેનુ બ્રેજીંગ કરી શકાય છે. ઓસ્ટેનિક પ્રકારના સ્ટીલને સારી રીતે વેલ્ડ કરી શકાય છે. જેને માટે ઇનર્ટ ગેસ શીલ્ડેડ આર્ક વેલ્ડીંગનો વધારે ઉપયોગ થાય છે.
4. વેલ્ડ ડીકે(વેલ્ડ ક્ષય) : જે સ્ટેનલેસ સ્ટીલમા કાર્બન હોય તેમા વેલ્ડ ક્ષય થાય છે. જે સ્ટેનલેસ સ્ટીલને ટિટેનિયમ અથવા બીજા અન્ય સ્ટેબિલાઇઝ ધાતુ વડે સ્ટેબિલાઇઝ કરેલ હોય અને તેને 5000સે. થી 9000સે. સુધી ગરમ કરવામા આવે તો ક્રોમિયમ દ્વારા તેમા રહેલા કાર્બનનુ શોષણ થાય છે અને ક્રોમિયમ કાર્બાઇડ ગ્રેઇન ની આજુબાજુ અધ:પતન કરે છે. જેથી ક્રોમિયમમા ઘટાડો થાય છે અને કાટપ્રતિરોધકતામાં ઘટાડો થાય છે. જ્યારે તેને બહાર લઇ રાખતા કાટ લાગવાની ક્રિયા શરૂ થઈ જાય છે. આને વેલ્ડ ક્ષય કહે છે.
વેલ્ડ
ક્ષયને વેલ્ડમેંટને
ગરમીની સારવાર
આપી દુર
કરી શકાય
છે. જેમા
વેલ્ડ કરેલા
ભાગને 9500સે.
થી 11000સે.
સુધી ફરીથી
ગરમ કરી
પાણી મા
ઠંડુ કરવામા
આવે છે.
વેલ્ડ ક્ષય
ને બેઝમેટલ
અથવા ફિલરરોડમા
કોલમબિયમ,મોલિબ્ડેનમ,ઝિરકોનિયમ.ટિટેનિયમ
જેવા સ્ટેબિલાઇઝ
તત્વો ઉમેરી
અટકાવી શકાય
છે.
5.સ્ટેનલેસ સ્ટીલનું ગેસ વેલ્ડીંગ : લેફ્ટહેન્ડ વેલ્ડીંગ ટેકનિક એટલે કે વેલ્ડીંગ ક્રિયા જમણી બાજુથી શરૂ કરી ડાબી બાજુ આગળ વધવુ.-બ્લોપાઈપને જોબથી 450 પર પકડવી.
-ફ્લેમના ઇનરકોનની ટીપને મોલ્ટન પડલ થી 1.00 થી 1.5 એમ.એમ. અંદર રાખવી.
-ફિલરરોડને
ફ્લેમના કોનની
નજીકમા પકડી
ઉમેરવો.-કાર્બ્યુરાયઝીંગ ફ્લેમનો ઉપયોગ
કરવો.
- વેલ્ડમેન્ટની
એક જ
બાજુ પર
એક જ
વખતમા વેલ્ડ કરી
પૂર્ણ કરવો,વધુ
પડૅતા વેલ્ડીંગ
પાસ કરવા
જોઇએ નહિ.
- સ્ટેબિલાઇઝ તત્વો ધરાવતા ફિલરરોડનો ઉપયોગ કરવો જોઇએ.
- ફ્લક્ષ સાથે
પાણી ઉમેરી
પેસ્ટ બનાવી
ઉપયોગ મા
લેવુ.
5.1 ફ્લક્ષ : ખાસ પ્રકારના ફ્લક્ષ પાઉડર જે ઝીંક ક્લોરાઈડ અને પોટેશિયમ ડાય ક્રોમેટ ધરાવે છે,ફ્લક્ષ ની પેસ્ટ બનાવી જોબ પર લગાવવામા આવે છે.
5.2 ફિલર રોડ : મોલિબ્ડેનમ,કોલમ્બિયમ,ઝિરકોનિયમ,ટિટેનિયમ
જેવા સ્ટેબિલાઇઝીંગ
તત્વો ધરાવતા
ખાસ પ્રકારે
તૈયાર કરેલા
સ્ટેનલેસ સ્ટીલ
ફિલરરોડ વાપરવા.ઘણી
વખત બેઝ
મેટલ કરતા
ક્રોમિયમનુ પ્રમાણ
1 થી 1.5% વધારે
હોય છે,
જેથી વેલ્ડીંગ
દરમ્યાન બેઝ
મેટલમાથી થતા
ઘટાડાને સરભર
કરી શકાય
છે.
0 Comments:
Post a Comment