GMAW ના પ્રોસેસ પેરામીટર

 * GMAW ના પ્રોસેસ પેરામીટર :

      1. ઈલેક્ટ્રોડ સાઈઝ

      2. વાયર ફીડનો દર(વેલ્ડીંગ કરંટ)

      3. આર્ક વોલ્ટેજ

      4. ‍‍સ્ટીક આઉટ

      5. ઈલેક્ટ્રોડ વેલ્ડીંગ પોજીસન

      6. શિલ્ડીંગ ગેસ



* ઈલેક્ટ્રોડ સાઈઝ :

         વેલ્ કરવાના મેટલની જાડાઈ માટે વાયરની યોગ્ સાઈઝનો ઉપયોગ કરી અને જે સ્થિતિમાં વેલ્ડીંગ કરવાનું હોય તેના આઘારે સારું પરીણામ મેળવી શકાય છે. ઈલેક્ટ્રોડ વાયરનું બંઘારણ વેલ્ કરવાના મટીરીયલની જેમ હોવું જોઈએ. ઈલેક્ટ્રોડ વાયરની મુળ સાઈઝ 0.8 mm, 1.0 mm, 1.2 mm, 1.6 mm અને 2.4 mm હોય છે.

* વેલ્ડીંગ કરંટ :

         વાયર ફીડની સ્પીડ કરંટને કંટ્રોલ કરે છે. દરેક વાયરના ડાયામીટર સાથે જુદા-જુદા કરંટની કિંમતનો ઉપયોગ કરી શકાય છે. જોઇતું પેનીટ્રેશન મેળવવા માટે કરંટની કિંમત વઘારે અને અંડર કટ અટકાવવા માટે બંને ત્યાં સુઘી ઓછી રાખવામાં આવે છે. GMAW વેલ્ડીંગની સફળતાનો આઘાર ઈલેક્ટ્રોડ ટિપ પર કરંટની મહતમ કિંમત પર હોય છે.

* આર્ક વોલ્ટેજ :

         GMAW પ્રોસેસમાં બહુ અગત્યનું પરીબળ છે કારણ કે તેનાથી આર્કની એક્રોસમાં ટ્રાન્સફર થતાં ડ્રોપલેટના દરના આઘારે મેટલ ટ્રાન્સફરનો પ્રકાર શોઘી શકાય છે. ઈલેક્ટ્રોડના બંઘારણ અને સાઈઝ, વેલ્ડીંગ સ્થિતિ, વેલ્ડના પ્રકાર અને બીજી બાબતો પર આઘાર રાખે છે.

 

* આર્ક વોલ્ટેજ સ્પીડ :

         જે દરે આર્ક જોઈન્ટની સાથે રૈખીક દિશામાં આગળ વઘે છે તેને આર્ક વોલ્ટેજ સ્પીડ કહેવામાં આવે છે. જે વેલ્ડીંગની સાઈઝ અને પેનીટ્રેશન પર અસર કરે છે. જો આર્ક વોલ્ટેજની સ્પીડ ઓછી હોય તો વેલ્ પુલ મોટો અને છીછરું બને છે. તેના કારણે પેનીટ્રેશન ધટી જાય છે અને વેલ્ બીડ પાતળી બને છે.



0 Comments:

Post a Comment