ગેસ વેલ્ડીંગ ફિલર રોડ અને ફ્લક્ષ ( Gas Welding Filler Rod & Flux )

 * ફિલર રોડ (Filler rod):

      રોડ ને વેલ્ડીંગ રોડ પણ કહે છે.ફિલર રોડ ફેરસ આથવા નોન ફેરસ ધાતુ ના બનેલા મેટાલિક વાયર હોય છે. તેનો ઉપયોગ જોઈન્ટ આથવા મેટલ ઉપર જરૂરી પ્રમાણ માં મેટલ ડીપોઝીટ કરવાં માટે થાય છે. ગેસ વેલ્ડીંગ દરમ્યાન વેલ્ડીંગ કરવાં માટેના જોબ ની ભાગોની વચ્ચે રહેલા ગેપને ભરવા માટે તેનો ઉપયોગ થાય છે. ફિલર રોડ ગોળાકાર આથવા લંબચોરસ આડ છેદ ના મળે છે.

 * ફિલર રોડ ના પ્રકાર :

  • ફેરસ ફિલર રોડ
  • નોન ફેરસ ફિલર રોડ
  • ફેરસ મેટલ માટે એલોય ટાઈપ ફિલર રોડ
  • નોન ફેરસ મેટલ માટે એલોય ટાઈપ ફિલર રોડ

         સામાન્ય રીતે ફિલર રોડ અલગ- અલગ સાઈઝ ના મળે છે.1.00, 1.6, 2.5 , 3.15 , 4.00 , 5.00 , 6.3 , 8.00, 10.00 , અને 12.5mm + 0.05  ટોલરન્સ માં મળે છે.

 * ફિલર રોડ ના ગુણધર્મો :

(1) વેલ્ડીંગ કરવાની મેટલ મુજબ ક્મ્પોઝીસન ના ફિલર રોડ હોવા જોઈએ.

(2)ન્યુટ્રલ ફ્લેમ વડે જયારે ફિલર રોડ ગરમ કરવામાં આવે છે.ત્યારે એક સરખો મેલ્ટ થવો જોઈએ. તેના વડે સ્પેટર થવા જોઈએ નહી .

(3) તે ધૂળ, કાટ, ગ્રીષ, ઓઈલ, પેઇન્ટ વગેરે થી મુક્ત હોવો જોઈએ.

(4) તેમાં વેલ્ડ ને હાર્ડ બનાવનાર ઘટક હોવા જોઈએ નહી

(5) બેઈઝ મેટલ ની જાડાઈ મુજબ ફિલર રોડ ની જાડાઈ હોવી જોઈએ.

(6) તેમાં વધારાની અસુધ્ધિઓ હોવી જોઈએ નહી.

(7) બાસ્પીભવન (વોલે ટાઈલેશન) વડે વ્યય થતી મેટલ ફિલર રોડ વડે પછી મળવી જોઈએ.

(8) વેલ્ડ થયા બાદ વેલ્ડ ઉપર કાટ ઉત્પન્ન કરે નહી તેવી ધાતુ હોવી જોઈએ.

(9) તેના વડે વેલ્ડ પૂલ તૂટવા કે ડીસ્ટર્બ થવા જોઈએ નહી.

* ફિલર રોડ ના ઉપયોગ ,સાઈઝ ,મેલ્ટિંગ પોઈન્ટ :

ફિલર રોડ ની માહિતી દર્શક ટેબલ:

ક્રમ

ફિલર મેટલ નો પ્રકાર

ફ્લક્ષની જરૂરીયાત

સાઈઝ(mm)

મેલ્ટિંગપોઈન્ટ સે

ઉપયોગ

1

હાઈસીલીકોન કાસ્ટ

આયર્ન ટાઈપ S-C.11

જરૂરી છે.

.5, 6, 8, 10.

147

સરળતાથી મસીનીંગ કરી સકાય

તેવા કાસ્ટ આયર્ન માં ડીપોઝીટ

કરવાં માટે લેથના બીડ, સીલીન્ડર

 બ્લોક ,હાઈગ્રેડ કાસ્ટિંગ ના

 વેલ્ડીંગ માટે

 

 

 

2

સ્ટેનલેસ સ્ટીલ

ડીકે-રેઝીસ્ટન્ટ

ટાઈપ S-

Bo MoNb

જરૂરી છે.

2.5, 3.15, 5,

6.3

1440

18%ક્રોમિયમ અને  8%

નીકલ ધરાવતા કાટ અવરોધક

સ્યીલ ના વેલ્ડીંગ માટે ઓસ્ટેનીક

સ્ટીલની ટ્યુબો,સીટસ,

ટાંકીઓના વેલ્ડીંગ માટે

3

3% નીકલ સ્ટીલ

ટાઈપ S-f54

ખાસ પ્રકાર

ના ફ્લક્ષ

 

1.6, 2.5,

3.15.5

1450

ઘસાયેલી ફ્રેમ શાફ્ટ ,ઘસાયેલ

સાફ્ટ ,ગીયર,વગેરે.રીપેર અને રીક્ન્ડીસ્નીંગ કર્યા પછી

હાર્ડન અને ટેમ્પરીંગ

કરવાનું હોયતેવા ભાગો માટે 

4

ઘસારા અવરોધક

એલોય સ્ટીલ

જરૂરી છે.

5, 6.3

1320

સ્ટીલ ની સપાટી વધારે આંચકા

 અને ઘસારાના કારણે ઘસાય છે.

ત્યાં રેલ્વે આથવા ટ્રામના ઘસાયેલ ક્રોસિંગ તેમજ રેલવેના છેડો ને અને ક્રોસિંગ ટુલ્સ બનાવવા માટે.

5

માઈલ્ડ સ્ટીલ

ટાઈપ S-Fs 1,

S-F S2

જરૂરી નથી

જરૂરી નથી

1.6, 3.15,

,6.3

1419

ટેનસાઈલ સ્ટ્રેન્થ ની જરૂરીયાત

હોય ત્યારે માઈલ્ડ સ્ટીલ અને

રોત આયર્ન ના વેલ્ડીંગ માટે

6

નીકલ બ્રોન્ઝ

ટાઈપ –S-C-9

જરૂરી છે.

3.15, 5,

6.3

910

માઈલ્ડ સ્ટીલ ,મોલીએબલ આયર્ન ,કાસ્ટ આયર્ન ને બ્રેઝ વેલ્ડીંગ માટે.કોપર

 ,ઝીંક,નીકલ,ની મિશ્રધાતુઓ જેમાં

 હોય તેવા ભાગો ના વેલ્ડીંગ માટે.

7

એલ્યુમિનિયમ

ટાઈપ S-C-13

જરૂરી છે.

1.6, 3.15,

5.6.3

600

IB ગ્રેડ ના એલ્યુમિનિયમને વેલ્ડીંગ કરવાં માંટે

8

એલ્યુમિનિયમ

એલોય 5%

સીલીકોન

ટાઈપ S-N-G-21

જરૂરી છે.

1.6, 3.15,

5.6.3

635

સુધ્ધ એલ્યુમિનિયમ ની સીટ,ટ્યુબ અને એક્સટુડેડક્રોસ સેક્સ્નના વેલ્ડીંગ

 માટે તેમજ ,ઝીંક અને મેંગેનીઝ

 વગરના એલ્યુમિનિયમ માટે

9

એલ્યુમિનિયમ

એલોય 10 થી 13%

સીલીકોન

Type:S-N-G2

 

જરૂરી છે.

1.6,

3.15,

5

650

હાઈ સીલીકોન એલ્યુમિનિયમ

એલોય ના વેલ્ડીંગ માટે

એલ્યુમિનિયમ ના બ્રેજીંગ માટે

10

એલ્યુમિનિયમ

એલોય 5%

કોપર

 

જરૂરી છે.

1.6,

3.15,

5, 6.3

640

એલ્યુમિનિયમ કાસ્ટિંગમાટે 5%

 કોપર ધરાવતા એલ્યુમિનિયમ

11

કોપર- સિલ્વર

એલોય

        5,6.3

જરૂરી છે.

1.6,

3.15

1068

કાસ્ટિંગ ના વેલ્ડીંગ માટે કોપર ના

 ફાયર બોક્ષ માટે અને ઈલેક્ટ્રીકલ

 કામ ના વેલ્ડીંગ માટે.

12

સ્ટેલાઇટ ગ્રેડ -1

જરૂરીયાત

હોય તો

1.6,

3.15,

5, 6.3

 

ઘસારા વાળા હાર્ડ ફેસિંગ વાળા

જોબ માટે

13

કોપર ફોસ્ફરસ

બ્રોન્ઝ એલોય

ટાઈપ BA-CuP2

જરૂરીયાત

હોય તો

1.6,

3.15 , 5,

8

 

બ્રાસ,બ્રોન્ઝ,કોપરના

જોબ માં વેલ્ડીંગ કરવાં માટે કોપર

 એલોય માટે,ન્યુટ્રલ ફ્લેમ અને કોપર માટે થોડીક ઓક્સિડાઈઝીંગ ફલેમ

 

 

 

14

સિલ્વર-કોપર-ઝીંક

કેડમિયમ

(43% સિલ્વર)

Type: BA Ag.16

જરૂરી છે.

1.6 ,  3.15,

5, 6.3

 

ઉચ્ચ વિદ્યુત વાહકતા ધરાવતા

વિદ્યુત ના જોબ ને જોડવા માટે

સૌથી યોગ્ય બ્રેજીંગ ક્રિયા માટે.

 

ફિલર રોડ ની ધાતુ માં રહેલા ઘટકો અને તેની અસર :

   ફિલર રો માં સામાન્ય રીતે કબન,મેંગેનીઝ,સલ્ફર ,સીલીકોન,ફોસ્ફરસ, નીકલ ,ક્રોમિયમ ,મોલીબ્લેનમ,વેનેડીયમ,તાંબુ વગેરે હોય છે.તેમની ઉપર થતી અસરો નીચે મજબ છે.

* કાર્બન :

   કાર્બન નુ પ્રમાણ ફિલર રોડ માં 0.3%કરતા ઓછુ હોવું જોઈએ નહી.જો તેના કરતા વધારે હોય તો સ્ટીલ ની વેલ્ડેબીલીટી ઉપર અસર કરે છે. વધારે પ્રમાણ માં કાર્બન પીગળેલી ધાતુ ના મોલ્ટન પૂલ માં પરપોટા બનાવે છે.અને પૂલ માંથી ગેસ બહાર નીકળે છે.તેથી ગ્રેઇન સાઈઝ મોટી બને છે.અને હાર્ડનેસ માં વધારો થાય છે.વેલ્ડ બરડ બને છે.કાસ્ટ આયર્ન 3.5 થી 4% જેટલું કાર્બન ધરાવે છે.માઈલ્ડ સ્ટીલ માં 0.25% જેટલો કાર્બન હોય છે.ટુલ સ્ટીલ માં 1.5% જેટલો કાર્બન હોય છે.

* મેંગેનીઝ :

  સલ્ફર ની અસર ને ઓછી કરવાં માટે મેંગેનીઝ ને ફિલર રોડ માં ઉમેરવા માં આવે છે. કાર્બન વેલ્ડીંગ રોડ માં 1.1% જેટલું ઉમેરી સકાય છે. મેંગેનીઝ નુ વધારે પ્રમાણ હોવાથી વેલ્ડીંગ માં તિરાડ પડે છે.સલ્ફર ના પ્રમાણ કરતા તેનું પ્રમાણ 35% જેટલું વધારે રાખી સકાય છે.તેનાથી સ્ટીલ ની હાર્ડનેસ માં વધારો થાય છે.આયર્ન મેલ્ટિંગ પોઈન્ટ માં ઘટાડો થાય છે.

* સલ્ફર:

      બધાજ પ્રકાર ના સ્ટીલ માં 0.65% જેટલા પ્રમાણ માં સલ્ફર નુ મહતમ પ્રમાણ હોવું જોઈએ.સલ્ફર ઉચ્ચ તાપમાન પર બરડ બને છે.ટે ઓક્સિડેશન બનાવવામાં મદદ કરે છે. મસીનેબીલીટીમાં વધરો કરે છે.સલ્ફર ટેન્સાઈલ સ્ટ્રેન્થ,કટીંગ લીમીટ અને કોરોઝન રેઝીસ્ટન્સ માં ઘટાડો કરે છે.

* સીલીકોન:

      કાર્બન સ્ટીલ માં સીલીકોન નુ પ્રમાણ 0.05% થી 0.30% જેટલું હોય છે.સીલીકોન થી સ્ટીલ હાર્ડ અને મજબુત બને છે.તેની ડક્ટીલીટી ઘટે છે.ટે સારા ડી-ઓક્સિ ડાઈઝીંગ ગુણધર્મ ધરાવતા હોવાથી સ્ટીલ મજબુત બને છે.તે ઓક્સિડેસન ના રેઝીસ્ટન્સ માં વધારો કરે છે. 

* ફોસ્ફરસ:

       સ્ટીલમાં 0.04% થી 0.08% જેટલું ફોસ્ફરસ નુ પ્રમાણ હોય છે. તેનાથી સ્ટ્રેન્થ ,ટફનેશ, ડ્ક્ટીલિટી,માં વધારો થાય છે.ધાતુ ની ડકટીલીટી માં ઘટાડો થાય છે. ફોસ્ફરસ નુ પ્રમાણ વધતા ધાતુ માં બરડપણા માં વધારો થાય છે.

* નીકલ:

    ડકટીલીટી બદલ્યા વગર ટેન્સાઈલસ્ટ્રેન્થ માં વધારો કરે છે.પ્લે કાર્બન  સ્ટીલ માં તેનું પ્રમાણ 0.25% થી 0.30% જેટલું હોય છે. સ્ટેનલેસ સ્ટીલ માં તેનું પ્રમાણ 8% થી 20% ની વચ્ચે બદલાતું રહે છે.

* ક્રોમીયમ :

     કાર્બન સાથે ક્રોમીયમ નુ સંયોજન થવાથી તે ક્રોમીયમ કાર્બાઇડ બને છે. ડકટીલીટી માં ફેરફાર થતો નથી.અને સ્ટીલ હાર્ડ બને છે. તે ઘસારા અને કાટ ના અવરોધ માં વધારો કરે છે.

*મોલીલ્ડેનમ:

    મોલીલ્ડેનમ હાર્ડ નેશ માં વધારો કરે છે.કોટ સ્ટ્રેન્થ ,રેડ હાર્ડનેશ અનેઅને ટફનેશ માં વધારો કરે છે. તે ઘસારા અને કાટ ના અવરોધ માં વધારો કરે છે.

 *વેનેડીયમવેનેડીયમ હાર્ડનેશ માં વધારો કરે છે.

*તાંબુ:

     તાંબુ  હાર્ડનેશ અને મજબુતાઈ માં વધારો કરે છે. કાસ્ટ સ્ટીલ ની ડકટીલીટી ઓછી કરે છે.તેનું પ્રમાણ 0.25% થી 2.50% વચ્ચે હોય છે.

* ફ્લક્ષ :-

      ફ્લક્ષ એફ્યુઝીબલ રાસાયણિક સંયોજન છે.જે સરળતાથી ઓગળી સકે છે.જેને બિનજરૂરી રાસાયણિક ક્રિયાઓ અટકાવવા માટે વેલ્ડીંગ કરતા પહેલા આથવા કરતી વખતે લગાવવામાં આવે છે.જેથી વેલ્ડીંગ ક્રિયા સરળ થાય છે.

* ફ્લક્ષ ના કાર્ય:

- ઓક્સાઈડ ને ઓગળવા માટે અને અસુધ્ધીઓને અને બીજા મટીરીયલ ને જે વેલ્ડીંગ ની ગુણવતા માં અડચણરૂપ બને છે.તેને અટકાવવાનું છે.

- ફ્લક્ષ ફિલર મેટલ ના પ્રવાહ ને જોડવાના મેટલની સાથેલાવવાનું કાર્ય કરે છે.

- ફ્લક્ષ ઓગળવા માટે ઓગળવા માટે અને મેટલ ને વેલ્ડીંગ કરવાં માટે ,સાફ કરવાં માટે ક્લીનીંગ એજન્ટ બને છે.

- ફ્લક્ષ પેસ્ટ, પાવડર અને પ્રવાહીના રૂપમાં મળે છે.

- ફ્લક્ષ ઓક્સાઈડ સાથે રાસાયણિક ક્રિયા કરે છે.અને સ્લેગ બનાવે છે.જે ધાતુના મોલ્ટન પૂલ આથવા પડલ ઉપર તરે છે. તેથી વાતાવરણમાં રહેલ ઓક્સિજન અને બીજા ગેસ ને પીગળેલ ધાતુના પૂલ થી રાખે છે.

     ફ્લક્ષ ને જોબ ની સપાટી ઉપર સીધો લગાવી સકાય છે.આથવા ફિલર રોડ ના ગરમ છેડા ને તેમાં ડુબાડીને તેનો ઉપયોગ કરી સકાય છે.

        વેલ્ડીંગ કર્યા બાદ ,વેલ્ડેડ જોઈન્ટ ઉપર થી સ્લેગ ચીપીંગ કરીને ,ફાઈલિંગ કરીને આથવા ગ્રાઈન્ડીંગ વડે દુર કરી સકાય છે.


-જયારે ફ્લક્ષ કોટિંગ ના સ્વરૂપે ફિલર રોડ ઉપર હોય છે.ત્યારે તેને હમેશ ભેજ અને નુકસાન થી બચાવવો જોઈએ.

-સીલ્ડ ટીન લીડ્સ ફ્લક્ષ લાંબા સમય સુધી રાખી સકાય છે .



    

0 Comments:

Post a Comment