મેનીફોલ્ડ સીસ્ટમ ( Manifold System )

 

- જયારે વર્કશોપમાં સ્થાયી અથવા અસ્થાયી રૂપે ગેસ વેલ્ડીંગ અને કટીંગ ઓપરેશન માટે વધારે ઓક્સીજન અને એસીટીલીન ગેસની જરૂર હોય ત્યારે મેનીફોલ્ડ સીસ્ટમનો ઉપયોગ છે.



મેનીફોલ્ડ સીસ્ટમના બે પ્રકાર છે:

1 પોર્ટેબલ મેનીફોલ્ડ સીસ્ટમ

સ્ટેશનરી મેનીફોલ્ડ સીસ્ટમ


-
પોર્ટેબલ મેનીફોલ્ડ સીસ્ટમ એટલે બે અથવા ત્રણ સીલીન્ડરોનેપિગ ટાઈપનામના સાધનો વડે મેઈન ડીસ્ટ્રીબ્યુશન પાઈપ સાથે જોડવાની રીત, ઓક્સીજન અને એસીટીલીન ગેસ માટે અલગ અલગ વ્યવસ્થા કરવામાં આવે છે. જયારે માંગ વધારે હોય ત્યારે વધારે સીલીન્ડરોને એકબીજા સાથે જોડવામાં આવે છે,         તેને સ્ટેશનરી મેનીફોલ્ડ સીસ્ટમ કહે છે. ઓક્સીજન અને એસીટીલીન માટે સ્વતંત્ર મેનીફોલ્ડ સીસ્ટમ રાખવામાં આવે છે

પ્રકારની સીસ્ટમમાં સીલીન્ડરોના ઉપયોગથી વર્કશોપમાં સીલીન્ડરોના હેરફેરની કીમત ઘટાડી સકાય છે. મેનીફોલ્ડ ને મુખ્ય રેગ્યુલેટર સાથે જોડવામાં આવે છેજે સીલીન્ડર પ્રેસર ને જુદા-જુદા વપરાશની જગ્યા પર વિતરણ પાઈપથી પહુચાડી 15 kg f/cm2 પર માટે નિયંત્રણ કરે છે.વપરાશના પોઈન્ટને ગેસ વેલ્ડીંગ અને કટીંગ ઓપરેશન માટે આઉટલેટ વાલ્વ,સ્ટોપ વાલ્વ અને દરેક પોઈન્ટ પર જુદા-જુદા રેગ્યુલેટર સાથે જોડવામાં આવે છે.

જયારે વધારે પ્રમાણમાં ઓક્સીજનની જરૂર હ્પોય ત્યારે પ્રવાહી ઓક્સીજન સપ્લાય આપવામાં આવે છે અને યોગ્ય અવાહક વાસણમાં કામ કરવાની જગ્યા પર રાખવામાં આવે છે જે વાષ્પીભવન કરી યોગ્ય પ્રેસર પર આપે છે. નિયંત્રણ પધ્ધતિથી મેનીફોલ્ડની જગ્યા પર એસીટીલીન ગેસના પ્રેસરે ઘટાડવામાં આવે છે. મેનીફોલ્ડ સિસ્ટમના દરેક આઉટલેટ છેડા પર ફલેશબેક એરેસ્ટર, સ્ટોપ વાલ્વ અને રેગ્યુલેટર માટે યોગ્ય ફીટીંગ હોય છે.

મેનીફોલ્ડ સીસ્ટમના ફાયદાઓ:

મેનીફોલ્ડ સિસ્ટમથી કામ કરવાની જગ્યા પર સીલીન્ડરના અવર-જવરની સમસ્યાને દુર કરે છે અને તેથી અકસ્માતની શક્યતા ઓછી થાય છે. કામ કરવાની જગ્યામાં વધારો થાય છે. 160 ક્યુબિક મીટરથી વધારે જોડાણ વાળા ઓક્સીજન મેનીફોલ્ડ સીસ્ટમમાં કોપર પાઈપનો ઉપયોગ કરવો જોઈએ. ફ્યુઅલ ગેસ મેનીફોલ્ડમાં, એજ ક્ષમતમાં 50 ક્યુબિક મીટર કરતા વધારે ઉપયોગ કરી શકાય છે.

કેર અને મેઈન્ટેનન્સ:

ઓક્સીજન મેનીફોલ્ડને ફ્યુઅલ ગેસ મેનીફોલ્ડ અથવા કેલ્શિયમ કાર્બાઈડ રાખવાની જગ્યા સાથે રાખવું જોઈએ નહિ.જગ્યા અગ્નિ અવરોધક રચના વાળી હોવી જોઈએ. માન્યતા પ્રાપ્ત ઉત્પાદકનો મેનીફોલ્ડનો ઉપયોગ કરવો જોઈએ. મેનીફોલ્ડ સીસ્ટમમાં સ્ટીલ પાઈપ અને ઓક્સીજન મેનીફોલ્ડમાં કોપર પાઈપનો ઉપયોગ કરવો જોઈએ



0 Comments:

Post a Comment