પાઈપ જોઈન્ટ ના પ્રકારો :-
(1) બટ જોઈન્ટ
(2) ટી જોઈન્ટ
(3) એંગલ જોઈન્ટ (4) લેપ જોઈન્ટ
(5) કમ્પોઝિટ જોઈન્ટ (6) Y જોઈન્ટ (7) એલ્બો જોઈન્ટ
સામાન્ય રીતે પાઈપ અને ટ્યુબ જોઈન્ટ માં બોર અંદર થી વેલ્ડીંગ કરી શકાતુ નથી ,એટ્લે પાઈપ વેલ્ડીંગ શીખવા શરૂ કરતા પહેલા વેલ્ડેર દરેક સ્થિતી એટલે કે,ફ્લેટ,હોરીજોંટલ,વર્ટીકલ અને ઓવરહેડ સ્થિતી માં પારંગત હોવા જોઇએ.આ બધી સ્થિતી ઓ નો ઉપયોગ પાઈપ ને વેલ્ડ કરવા માટે થાય છે.
પાઈપ વેલ્ડીંગ સ્થિતિ ઓ નીચે મુજબ છે.
1G ફ્લેટ સ્થિતિ માં પાઈપ વેલ્ડ(રોલ)
2G હોરીઝોંટલ સ્થિતિ માં પાઈપ વેલ્ડ
5G ફ્લેટ સ્થિતિ માં પાઈપ વેલ્ડ (સ્થિર)
6G ત્રાંસી સ્થિતિ માં પાઈપ વેલ્ડ (સ્થિર)
બટ વેવ્લ્ડિંગ કરતી વખ્તે પાઈપ નીચે જણાવેલ સ્થિતિ માં રહી શકે છે.
રોલ અથવા રોટેટેડ અથવા ફરતુ (1G સ્થિત) ફિક્સ 5G સ્થિતિ
સીમ પાઈપનું બટ જોઈન્ટ : એઇજ પ્રિપરેશન: એઈઝ પ્રોપરશન માટે ફ્લેમ અથવા મશીનીંગ કટ વડે બીવેલ કરીને બનાવવામાં આવે. સમ્પુર્ણ ખુણો 75 ડીગ્રી નો હોય છે રૂટ ફેઇસ 2mm અને 1.5mm રૂટ ગેપ ઓપનીંગ હોય છે. વેલ્ડીંગ શરૂ કરતા પહેલા સપાટી પરના બધી જ અશુધ્ધિઓ કાટ વિગેરે દુર કરવામા આવે છે.
પાઈપ નુ સેટીંગ : એકબીજા સાથે જોડ્વાના પાઇપોને વેલ્ડીંગ માટે એક્યુરેટ કરવામા આવે છે. પાઈપની અંદરની સપાટી બહારની સપાટીની જેમ જ સ્મૂથ રીતે એક બીજા સાથે મળતી હોવી જોઇએ. રૂટ ઓપનીંગ (2.5 mm) રાખવું જોઇએ અને પાઈપના એલાઈનમેન્ટ તપાસવા માટે.
ટેકિંગ : બંને એઇજની વચ્ચે (2.5 mm) નો બેંડ વાયર મુકો. ટેકની લંબાઈ મેટલની જાડાઇ કરતા ત્રણ ગણી હોવી જોઇએ. પહેલા ટેકને રૂટ સાઇડ પર અને બીજા ટેકને પહેલાની વિરૂધ્ધ બાજુ રાખો. ત્રીજા અને ચોથા ટેકને પહેલા અને બિજા ટેક ના 90 ના ખુણે મુકો.
પાઈપ ટી જોઈન્ટ : ટી જોઈન્ટ માટે પરીઘનું અને હેડરનું ડ્રોઈંગ મેથડ થી પહેલા ડેવલોપમેન્ટ કરવુ પડે છે. ટી જોઈન્ટ ને 2G, 5G, 6G પોઝીશન માં જ વેલ્ડીંગ કરી શકાય.એઈજ પ્રિપરેશન માટે ફ્લેમ અથવા મશીનીંગ કટ વડે બીવેલ કરીને બનાવવામાં આવે છે. વેલ્ડીંગ 6 થી 12 વાગ્યાની સ્થિતિમાં વેલ્ડ કરવુ પડે છે.
0 Comments:
Post a Comment