· વેલ્ડેબિલિટીની વ્યખ્યા :
· ASW મુજબની વ્યખ્યા :
“આપેલ ફેબ્રિકેશન કંડિશન મુજબ, યોગ્ય રીતે ડિઝાઇન કરેલા ચોક્કસ સ્ટ્રક્ચર મુજબ કરેલી એવા સંતોષ જનક આપી શકે તે માટે વેલ્ડ કરવાની ધાતુની શક્તિને વેલ્ડેબિલિટી કહે છે.
· ISO ડોક્યુમેન્ટ R185-1967 મુજબની વ્યખ્યા :
”એક ધાત્વિક પદાર્થ ને ત્યારે જ વેલ્ડેબલ માનવામાં આવે છે જ્યારે ક્રિયા અને ઉદ્દેશ્ય માટે વેલ્ડીંગની યોગ્ય રીતે ધાત્વિક એકરૂપતા મેળવી શકાય. બનાવેલ સાંધો તેના સ્થનિક ગુણધર્મોની જરૂરીયાત અને કંસ્ટ્રક્શનનો તે ભાગ બને તે સ્ટ્રક્ચર પર તેની અસર ને સંતોષે ત્યારે આપેલી ડીગ્રી પ્રમણે ધાત્વિક પદાર્થ વેલ્ડેબલ ગણી શકાય”
· વેલ્ડેબિલિટીનો સામાન્ય ખ્યાલ (concept of weldability) :
વેલ્ડેબિલિટીની વ્યાખ્યા એ આંતરિક ગુણધર્મ નથી.
વેલ્ડેબિલિટીને કેટલાય બાહ્ય મુદ્દાઓ પ્રમાણે મેળવી શકાય છે.
· યાદ રાખવા જેવી માહીતી (point to remember) : HAZ (heat affected zone) પુરતો જ વેલ્ડેબિલિટીનો અભ્યાસ મળે છે. તેથી તેનુ પ્રાથમિક કાર્ય વેલ્ડ મેટલ અને HAZ ના ઉત્તમ ગુણધર્મો અને લાક્ષણિકતા મેળવવાનુ છે.
· વેલ્ડેબિલિટી નુ મહત્વ (Importance of Weldebility) :
(1) ક્રેક વિનાના વેલ્ડીંગ ના સાંધાઓ બનાવવા માટે મૂળ ધાતુ અને ઈલેક્ટ્રોડ ની ધાતુ વેલ્ડેબિલિટી અનુસાર મિકેનીક્લી સંતોષ પ્રદ સાંધો આપે છે.
(2) જે ધાતુઓ ની વેલ્ડેબિલિટી સારી હોય તેનો ઉપયોગ કરીને કરવા માં આવેલા વેલ્ડ નુ બ્રિટલ ફ્રેક્ચર થતુ નથી.
(3) સારી વેલ્ડેબિલિટી પ્રિ-હિટીંગ ની જરૂરીયાત ઘટાડે છે.
(4) સારી વેલ્ડેબિલિટી લો-હાઈડ્રોજન ઈલેક્ટ્રોડ નો ઉપયોગ શક્ય બનાવે છે.(5)સારિ વેલ્ડેબિલિટી પોસ્ટ – હિટીંગ નો ખર્ચ ઘટાડે છે.
· વેલ્ડેબિલિટીને અસર કરતા પરીબળો (Factors affecting Weldability) :
વેલ્ડેબિલિટીને અસર કરતા ભૌતિક પરીબળો નીચે મુજબ છે.
(1) કલર (Colour) (2) દળ (Mass) (3) ગલન બિંદુ (Melting point)
(4) ઉષ્મા-વાહકતા (Thermal conductivity)
બધા જ પરિબળોને એક એક કરીને સમજવા જરૂરી છે.
(1) કલર
બધા જ ધાતુઓનો આગવો પોતાનો એક કલર હોય છે. જેથી આપણે ધાતુના કલર પર થી ધાતુને ઓળખી શકિયે છીયે.
ધાતુ નુ નામ | કલર | ધાતુ નુ નામ | કલર | ધાતુ નુ નામ | કલર |
કોપર (copper) | લાલ (red) | બ્રોંઝ (bronze) | ગોલ્ડ (gold) | એસ.એસ. (s.s.) | સીલ્વર (silver) |
બ્રાસ (brass) | પીળો (yellow) | કાસ્ટ આર્યન (c.i) | ભુરો (grey) | એલ્યુમિનિયમ(Al) | સફેદ (white) |
(2) દળ ( Mass )
દળ સીધુ ઘનતા સાથે સંલગ્ન છે. દળ અને ઘનતા દરેક ધાતુઓ માટે અલગ અલગ હોય છે. જેથી કરીને દળની મદદ થી ધાતુઓ વચ્ચે અંતર જાણી શકાય છે. ધાતુની ઘનતા મુજ્બની ઉતરતા ક્રમમા નીચે આપેલ છે.
PLATINUM>GOLD>LEAD>SILVER>COPPER >NICKEL>IRON >TIN > ZINC>ALUMINIUM
(3) ગલનબિંદુ ( Melting Point )
ગલબિંદુ વેલ્ડેબિલિટીને સમજવા માટે સૌથી વધારે જરૂરી ગુણધર્મ. વેલ્ડીંગ કરતી વખતે જ્યારે બે મેટલ નો ગલનબીંદુ
વધારે ઓછુ હોય ત્યારે વેલ્ડીંગ કરવુ અશક્ય અથવા તો અઘરૂ બને છે.
METAL | TIN | LEAD | ZINC | ALUMINIUM | BRONZE | BRASS | SILVER | COPPER | CI |
MELTING POINT(0C) | 232 | 343 | 419 | 621-648 | 882-915 | 926-982 | 960 | 1082 | 1232 |
METAL | MONEL METAL | HCS | MCS | S.S | NICKEL | LCS | WROUGHT IRON | TUNGSTEN |
|
MELTING POINT(0C) | 1343 | 1371 | 1426 | 1426 | 1449 | 1510 | 1593 | 3410 |
|
(4) ઉષ્મા-વાહકતા (Thermal conductivity) ધાતુના એક છેડા થી બીજા છેડા સુધી ઉષ્માને વહન કરવાની ક્ષમતા ને ઉષ્માવાહકતા કહેવામા આવે છે.
0 Comments:
Post a Comment