લેસન નં : ૦૧ સંસ્થા તથા ટ્રેડનો પરિચય MCQ

 

લેસન નં : ૦૧  સંસ્થા તથા ટ્રેડનો પરિચય


૧.      આઈ.ટી.આઈ.ની સ્થાપના કોના દ્વારા કરવામાં આવેલ છે?

(અ) શ્રમ મંત્રાલય                     (બ)   નાણા વિભાગ       

(ક) રમત વિભાગ                       (ડ) વિદેશ મંત્રાલય


૨.      આઈ.ટી.આઈ. માં તાલીમ મેળવી તાલીમાર્થી કેવા પ્રકારના કારીગર બને છે?

(અ) કુશળ        (બ) અર્ધ કુશળ          (ક) બિન કુશળ             (ડ) એક પણ નહિ


૩.      એપ્રેન્ટીશ એક્ટ પ્રમાણે ચાલતા ઔદ્યોગિક એકમોમાં તાલીમ લઈને કેવા કારીગર બને છે?

(અ) કુશળ         (બ) અર્ધ કુશળ              (ક) બિન કુશળ         (ડ) એક પણ નહિ


૪.      ઔદ્યોગિક તાલીમ સંસ્થામાં ક્યાં ક્ષેત્રના(પ્રકાર) વ્યવસાય ચાલે છે?

                (અ) મીકેનીકલ         (બ) ઇલેક્ટ્રિકલ               (ક) ઓટોમોબાઇલ         (ડ) બધાજ


૫.      વેલ્ડર  ટ્રેડનો તાલીમ સમયગાળો કેટલા વર્ષનો છે?

            (અ) એક                (બ)  બે                      (ક) ત્રણ                   (ડ) ચાર


૬.      ગુજરાતમાં ક્યાં પેટર્નના વ્યવસાય ચાલે છે?

            (અ) એન.સી.વી.ટી.     (બ) જી.સી.વી.ટી.            (ક) અ અને બ બંને        (ડ) કોઈ  નહિ


૭.      તાલીમાર્થીને માસિક પ્રોગ્રેસીવ હાજરી કેટલા ટકા હોવા જરૂરી છે?

             (અ) ૭૦               (બ) 50                      (ક) ૪૦                     (ડ)  ૮૦


૮.      વર્કશોપમાં બોઈલર શૂટ તથા સેફટી સૂઝ પહેરવા જરૂરી છે.

        (અ) સાચું              (બ) ખોટું                   (ક) નક્કી કરી સકાય નહિ   (ડ) એક પણ નહિ


૯.      કોઈ પણ કામગીરી બાબતે તાલીમાર્થી સૌપ્રથમ સીધો સંપર્ક કોની સાથે કરશે?

        (અ) ફોરમેનશ્રી         (બ) આચાર્યશ્રી          (ક) સુપરવાઈઝર ઇન્સ્ટ્રકટરશ્રી     (ડ) બધાજ


૧૦.    તાલીમાર્થીની હાજરી કેટલા ટકાથી ઓછી થાય તો નામ કમી કરવામાં આવે છે?

(અ) ૫૦                (બ) ૬૦                      (ક) ૫૫                          (ડ) ૬૫


૧૧.    આઈ.ટી.આઈ.માં ઇજનેરી તથા બિન ઇજનેરી બંને પ્રકારના વ્યવસાય ચાલે છે.

(અ) સાચું              (બ) ખોટું            (ક) નક્કી કરી સકાય નહિ        (ડ)  એક પણ નહિ


૧૨.    ઔધોગિક તાલીમ સંસ્થાઓ ભારતના કયા મંત્રાલય હેઠળ આવે છે?

(અ) શ્રમ મંત્રાલય                     (બ ) સ્કીલ અને ડેવલપમેન્ટ  

(ક) નાણાં મંત્રાલય                      (ડ) વિદેશ મંત્રાલય


૧૩.    તાલીમાર્થીને વર્ષ દરમ્યાન કેટલા દિવસની માંદગીની રજા મળે છે ?

(અ) ૧૦ દિવસ         (બ) ૧ દિવસ                   (ક) ૩૦ દિવસ          (ડ) ૧૫ દિવસ


૧૪.    એપ્રેન્ટિસ એક્ટ મુજબ વેલ્ડર ટ્રેડના તાલીમાર્થી માટે આઈ.ટી.આઈ પછી એપ્રેન્ટિસ તાલીમનો સમયગાળો

કેટલા વર્ષ નો હોય છે?

(અ) ૩ વર્ષ             (બ)  ૧ વર્ષે                    (ક) ૨ વર્ષ              (ડ) ૪ વર્ષ


૧૫.    તાલીમ સમય દરમ્યાન પ્રથમ માસ માં કેટલા દિવસ થી વધારે વગર રજા એ ગેરહાજર રહેનાર તાલીમાર્થી નું નામ                કમી કરવામાં આવે છે?

(અ) ૧૦ દિવસ         (બ) ૧૫ દિવસ                 (ક)  ૫ દિવસ           (ડ) ૮ દિવસ


૧૬.    વેલ્ડર ટ્રેડના પ્રવેશ માટે શૈક્ષણિક લાયકાત નું ધોરણ કેટલું રાખવામાં આવેલ છે?

(અ) ૧૦ પાસ           (બ) ૧૨ પાસ                  (ક) ૮ પાસ             (ડ) ૯ પાસ


૧૭.    આઈ.ટી.આઈ માં નવું શૈક્ષણિક સત્ર ક્યાં મહિનામાં શરુ થાય છે?

(અ) જુલાઈ             (બ) ઓગસ્ટ                  (ક) માર્ચ                 (ડ) જાન્યુઆરી


૧૮.    આઈ.ટી.આઈ ના તાલીમાર્થીને વર્ષ દરમ્યાન  કેટલી આકસ્મિક રજા મળે છે? 

(અ) ૯ દિવસ           (બ) ૧૧ દિવસ               (ક) ૧૦ દિવસ           (ડ) ૧૨ દિવસ 


૧૯.    વેલ્ડર ટ્રેડની તાલીમ મેળવીને તાલીમાર્થી શું કરી શકે ?

             (અ) સ્વરોજગારી મેળવી શકે                           (બ) ઔદ્યોગિક એકમો માં નોકરી મેળવી શકે                        

             (ક) સરકારી સંસ્થા માં નોકરી મેળવી શકે          (ડ) બધાજ


૨૦.    જીસીવીટી પેટર્નમાંથી એનસીવીટી પેટર્નમાં એફીલેસન લેવા માટે નીચેના પૈકી કઈ સંસ્થા પાસેથી મંજૂરી લેવી પડે?        

          (અ) જીસીવીટી         (બ) ડીજીઈટી               (ક) ટીઈબી               (ડ) જીએસઈબી

This entry was posted in

0 Comments:

Post a Comment